Book Title: Anandnu Upvan Author(s): Vijaykalyanbodhisuri Publisher: Akshay Shah Jaimin Jain View full book textPage 9
________________ ખરેખર કામ અજેય છે. હરિ, હર અને બ્રહ્મા જેવા પણ તેનાથી પરાજીત થયા છે. ખરેખર, કામ દુદત છે. ગુફાઓમાં વર્ષો સુધી મૌન અને એકાંતની સાધના કરનારા મહર્ષિઓ પણ સ્ત્રીથી clean-bold થઈ ગયા છે. દરિયાના પેટાળમાં સાધના કરનારાઓ પણ આ કામબાણથી હાંફી ગયા છે. એકલપંડે હજારોને હરાવનારા સહયોધ્ધાઓ પણ સ્ત્રીઓના મામુલી કટાક્ષથી મહાત થઈ ગયા છે. આજે શ્રેણિકની દશા પણ આવી હતી. ગુપ્તચર સુયેષ્ઠા પાસે પહોંચ્યો. પત્ર, પ્રતિકૃતિ સાથે શ્રેણિકની મનોદશા પણ જણાવી. જલ બીન મછલીની જેમ તમારા વિના શ્રેણિક તરફડે છે. હે સુયેષ્ઠા ! તારા વિશાળ હૃદયના કોક ખૂણામાં અમારા નાથને સ્થાન આપવાની હા પાડી દે, તો જ તેમનામાં નવચેતનાનો સંચાર થશે. જે ક્ષણે તમારી પ્રતિકૃતિ નિહાળી છે ત્યારથી તેઓ બેચેન છે. વિહળ છે. વ્યથિત છે. અમારા સ્વામીના કામાગ્નિને ઠારવા તમારે પાણીની ગરજ સારવી જ પડશે. ગુપ્તચરના શબ્દો પાછળ છુપાએલી શ્રેણિકની મનોવ્યથાનો તાગ પામતા સુજ્યેષ્ઠાને વાર ના લાગી. આખરે તો તે પણ એક સ્ત્રી છે. પાત્ર પતિદેવમાં સમાઈ જવાના અદમ્ય કોડ તેને પણ છે જ. સાચુ તત્વ સમજનારી સુજ્ઞ સમકિતદ્રષ્ટિ નારી છે. પણ સંસારને લાત મારી સાધના કરવાનું સત્વ નહી હોય.. તેથી જ, શ્રેણિકની પ્રતિકૃતિ પત્ર અને શબ્દદેહમાં પ્રગટ થતા પ્રેમને પામી તે પણ રોમાંચિત થઈ ગઈ. મગધનો નાથ પતિ તરીકે મળે તેના જેવું સૌભાગ્ય બીજુ શું ? સુજ્યેષ્ઠાના હૃદયમાં શ્રેણિકે સ્થાન જમાવી દીધું. પણ સવાલ એ હતો કે પિતા ચેડા મહારાજા લગ્નની સંમતિ આપશે ? ચેડારાજા ચુસ્ત જેન છે. પરમાત્માના ઉપાસક છે. શુદ્ધ સમ્યગ્દર્શનના ધારક છે. શ્રેણિક હજી જૈન થયા નથી અને પિતા પોતાની કન્યા જૈનેતરને સોપે એ કોઈ કાળે બનવાનું નથી. સુષ્ઠા આ વાત બહુ સારી રીતે જાણતીPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 186