________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) અર્થ અમુક હોય છે અને તેને લક્ષ્યાર્થ અમુક હોય છે. #જ્ઞ શબ્દને યૌગિકાર્થ તો દેડકું વગેરે થાય છે પણ રૂઢયર્થ તે કમલ થાય છે, તે પ્રમાણે શ્રીમના હૃદયાશય પ્રમાણે પદનો ભાવાર્થ ખેંચવો એજ લેખકનું મુખ્ય કર્તવ્ય છે. એટલું તે કહેવું પડે છે કે, શ્રીમદ્ અધ્યાતમજ્ઞાનના રસિક હતા, અધ્યાત્મપક્ષ એજ એમના હૃદયનો મુખ્યમાન્ય સિદ્ધાંત હતો, તેથી તેઓ અધ્યાત્મમાં ઊંડા ઉતરીને આતરિક પાત્રોની જે જે પેજના કરીને બોલ્યા છે તેનો સારાંશ તે અધ્યાત્મજ્ઞાનને રસિક-નિવૃત્તિપરાયણ કઈ જ્ઞાની મુનીશ્વર-બહાર લાવી શકે, પણ જે વ્યવહારમાર્ગનો મુખ્ય આગ્રહી હોય અને અધ્યાત્મમાર્ગથી સામાન્ય રૂચિવાળે જીવ હોય, તે શ્રીમદના પદ ઉપર ભાવાર્થ લખે તો તે પોતાના વિચારોની મૂર્તિ ઘડવામાં શ્રીમદ્ભા પદોનો ઉપયોગ કરી શકે. જેણે ઘણું અધ્યાત્મશાસ્ત્રોનું મનન ક્યું હોય અને જેણે અધ્યાભરસમાં પોતાના આત્માને રસીએ કર્યો હોય તે મહાપુરૂષ શ્રીમન્ના પદેને ભાવાર્થ લખવા બેસે તે કંઈક નવ્યાનુભવરસતાને રસી શકે. શ્રીમદ્ભા પદો ઉપર અત્યંત પ્રેમ હોય તે મહાપુરૂષજ ખરેખર આધ્યાત્મિક પદના જ્ઞાનબળવડે શ્રીમદ્ભા હૃદય પાસે જઈને પદવાસ્યાનુભવાર્થને પ્રકાશ કરી શકે છે.
મૂળ ગ્રન્થકાર કરતાં ટીકાકારમાં ઘણું જ્ઞાન હોય તો મૂળ ભાવને તે ટીકામાં સારી રીતે પ્રકાશ કરી શકે છે. સામાન્ય બાબતને પણ ટીકાકાર જે જ્ઞાની હોય તે ઉત્તમ રૂપમાં લાવી મૂકે છે. શ્રીમના હૃદયને ખરેખર પરિપૂર્ણ ભાવ પ્રકાશ એ તે સામાન્ય મનુની શક્તિબહાર છે.
શ્રીમના પદનો ભાવાર્થ લખવાનું સાહસ મારાથી કરાયું છે તેમાં મે થારાવિત્તનીઘં એ ન્યાયનું અવલંબન કરવામાં આવ્યું છે. શ્રીમદની વીશી અને પદઉપર મને પહેલાંથી અત્યંત પ્રેમ હતે. શ્રીમદ્ભા પદે વાંચતાં અને શ્રવણ કરતાં મારું મન તેમાં લીન થઈ જતું, તેથી શ્રીમના પદોને યથામતિ અને યથાશક્તિ વડે ભાવાર્થ લખવા પ્રયાસ થયો તેમાં તેમની ભક્તિએ મુખ્ય ભાગ ભજવ્યો છે. શ્રીમદ્ માનતુંગસૂરિ પણ કહે છે કે,
વસંતતિવૃત્ત. अल्पश्रुतं श्रुतवतां परिहास धाम, त्वद्भक्तिरेव मुखरी कुरुते बलान्माम् । यत् कोकिलः किलमधौ मधुरं विरौति, तचारुचाम्रकलिकानिकरैकहेतुः ॥ ६ ॥
(મમરસ્તોત્ર)
For Private And Personal Use Only