________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) શ્રીમદ્ આનન્દઘનજીએ પ્રથમ કયું પદ બનાવ્યું તેને નિર્ણય થઈ શકે તેમ નથી. જૂની પ્રતિમાં દરેકમાં પદોના જુદા જુદા અનુક્રમ દેખાય છે. (ભીમસિંહે માણેક્વાળી છાપેલી ચોપડી સાથે અમને મળેલી લખેલી પ્રતિનો અનુક્રમ મળતો આવતો નથી, તેમ જૂની પ્રતિમાં પણ પરસ્પર અનુક્રમ મળતો આવતો નથી. ) શ્રીમદ્ આનન્દઘનજીના પદની જાનામાં જૂની પ્રત કેઈ ઠેકાણેથી મળે તો તે ઉપરથી કંઈ નિણ્યની દિશા સમુખ આવી શકાય.ડહેલાના ઉપાશ્રયની પ્રતિ વગેરે પ્રતિ મળી હતી તેના કરતાં હજી જૂની પ્રતિયો મળે તે તે સંબંધી વિશેષ નિર્ણય કરી શકાય. ભીમસિંહ માણેકે પદને અનુક્રમ રાખે છે તે પણ કઈ પ્રતિયોના આધારે રાખ્યો હશે, છતાં તેમને જાની કઈ કઈ પ્રતિ મળી હતી અને કઈ સાલપતની જૂની મળી હતી તે બાબતને તેમણે પ્રસ્તાવનામાં ખુલાસો કર્યો હોત તો તે સંબધી વિચાર ચલાવતાં વિશેષ ઉપયોગી થઈ પડત; તોપણ અમારે અદ્ય પર્યન્તના મળેલા સંગેના આધારે કહેવું પડે છે કે, તેણે પદેના કરેલા અનુક્રમને ફેરવવા ઘણું સાહિત્ય ન મળે ત્યાં સુધી તે અનુક્રમ પ્રમાણે અનુકમ રાખીને પદે લખવાં એ યોગ્ય છે. પદોના અનુકમ સંબન્ધી અમને જોઈએ તે પ્રમાણે સાહિત્ય મળી આવશે તે બીજી આવૃત્તિમાં તે સંબધી પ્રકાશ પાડવા પ્રયત્ન કરીશું. હાલ તે ભીમસિંહ માણેકનાં છાપેલાં પદોને અનુક્રમ સ્વીકારીને અમોએ પ્રવત્તિ કરી છે.
શ્રીમદ્ આનન્દઘનજીના વખતમાં તેમનાં પદેને ઉતારે છે હોય એમ લાગે છે. જે વખતે જે સ્થાનમાં હૃદયને ઉભરે પદ તરીકે બહાર કાઢવામાં આવ્યું હોય અને તેનો ઉતારે ત્યાંના ભક્તલકેએ કર્યો હોય એમ સમજાય છે, તેમજ લેએ જેટલાં પદે સાંભળ્યાં હોય તેટલાં ભેગાં કયી હોય અને ભેજકે જ્યાં ત્યાં ફરતાં જેની પાસેથી જે પદે સાંભળ્યાં તેટલાં તેની પાસેથી ઉતારી લીધાં હોય એ બનવાગ્ય છે. જેઓએ બહોતેર પદે એકઠાં કર્યા હોય તેઓએ બહોતેરીની સંજ્ઞા આપી હોય અને પશ્ચાત્ આનન્દઘનજી મહારાજે કઈ ઠેકાણે બીજા-પાદરૂપે ઉભરા કાઢયા હોય, તેમ તે પદો પણ તેમની સમીપમાં આવનારા લેકેએ લખી લીધાં હોય, અને પશ્ચાત બહોતેર પદોમાં વધારે કરવામાં આવ્યો હોય ! તથા જે જે મહાત્માઓને જેટલાં જેટલાં પદો અત્યંત અસર કરનારાં માલુમ પડ્યાં હોય તેટલાં તેઓએ ઉતારી લીધાં હોય, ઈત્યાદિ અનુમાન કરતાં જુદી જુદી પ્રતોમાં ફેરફાર માલુમ પડે છે.
For Private And Personal Use Only