________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
આવી ઉપાધિયુક્ત ખાદ્ય ઉષ્ણતુતસાવસ્થામાં શ્રીમદ્ આનન્દઘનજીના પદાની ભાવાર્થરૂપી શીતલ હવાની સેવાથી અન્તરમાં સમાધિ રહી. અપેારના વખતમાં એક વા એ લાક મળતા તે વખતે પદના ભાવાર્થ લખાતા હતા. જેઠ માસમાં ભાવનગરના શ્રાવક શા. મેાતીચંદ ગીરધર કાપડીયાએ પેાતે શ્રીમદ્ના પદનું વિવેચન કરવાનું દર્શાવ્યું તેથી મને ઘણે! આનંદ થયો. કારણ કે, શ્રીમના પદોના અર્થ અનેક લેખકોના હૃદયમાંથી નીકળે ત્યારે તેમના પદોની મહત્તા વિશેષ અવળેાધી શકાય તેમ છે. ગમે તેટલા લેખકે હાય તાપણુ શ્રીમા પદાના અર્થમાં ભિન્નતા સાથે નવીનતા આવવાની.-વાચકોને એકજ લેખકના વિવેચનથી સંતાષ ન થાય અને ઘણા લેખકોથી શ્રીમનું હૃદય અવગાહી શકાય. આ ભાવાર્થ લખવાનું ખરૂં કાર્ય વૈશાખથી તે સં. ૧૯૬૯ ના કારતક માસ પર્યન્ત અપેારના વખતે અનિયમિતપણે ચાલ્યું હતું અને છેવટનાં ચાર પદોના ભાવાર્થ પાદરામાં વકીલ શા. મેોહનલાલ હિમચંદ વગેરે સંઘના આગ્રહથી માસકલ્પ કરીને પૂર્ણ કર્યો છે. ઘણી વખત ધારેલ ભાવાર્થ લખતાં સંકેાચાઈ જતેા હતા, “ ધાર્યા જેટલું લખી શકાતું નથી.
ગૃ
શ્રીમાં પદાને પરિપૂર્ણ ભાવાર્થ તે તે પોતે જાણી શકે, અર્થાત્ તેમના વખતના દેશકાલના સંયોગા અને આત્મપરિણતિયોગે નીકળેલા પદારૂપી ઉભરાના લક્ષ્યાર્થ પરિપૂર્ણ જાણવાને અશક્યપણું છે; તે પણ અધ્યાત્મના પરિશીલનથી અને આત્માના ધ્યાનપ્રતાપે તેમના વિચારોની દિશામાં ભાવાર્થ લખી શકાય એમ શાસ્ત્રોના પરિશીલનથી અનવા યોગ્ય છે.
શ્રીમદ્ આનન્દઘનનાં પદેશની ભાષા હિંદુસ્તાની ભાષાને મળતી છે. તેઓ વ્રજ, મારવાડી, ગુજરાતી વગેરે ભાષાઓના જ્ઞાતા હતા. તેઓ ગુજરાત, મારવાડ વગેરે દેશમાં વિચરતા હોવાથી તેમજ વ્રજભાષામાં તે વખતના કવિયા ગ્રન્થા લખતા હતા તેથી, તેમના પદોમાં મિશ્ર શબ્દોવડે યુક્ત પ્રાયઃ હિન્દુસ્તાની ભાષા જણાય છે. તેમના પદોની ભાષાના કેટલાક શબ્દો મારાથી નહિ સમજાય તેવા હતા, અને તેથી શબ્દોના અર્થ ન સમજવાથી ભાવ લાવવા કઠિન થઈ પડે તેમ હાવાથી, શબ્દોના ભાવ સમજવામાં સંઘવી નગીનદાસ પુરૂષોત્તમને કેટલાક પદાના શબ્દો સંબન્ધી પૂછવામાં આવ્યું હતું, જેમાં તેમણે પણ સ્વબુનુસારે સાહાય્ય કરી હતી. શ્રીમદ્ આનન્દઘનજીના પદાની ભાષા જૂની અને અપરિચિત હાવાથી કેટલાક શબ્દોના અર્થ વિપરીત
For Private And Personal Use Only