________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
થયે હોય તે અન્ય સાક્ષરે તેવા શબ્દોના અર્થસંબધી સૂચના આપશે તે બીજી આવૃત્તિમાં તે સંબધી સુધારે કરવામાં આવશે.
શ્રીમદ્ આનન્દઘનજી મહારાજનાં બનાવેલાં બહેતર પદ છે કે એકસે આઠ પદ છે, તેને નિર્ણય કરવો એ એકદમ ઘણું દાખલાઓ અને દલીલ મેળવ્યાવિના બની શકે તેમ નથી. શ્રાવક ભીમસિંહ માણેકે નિર્ણયસાગર પ્રેસમાં આનન્દઘનજીનાં એકસો સાત પદ છપાવ્યાં છે, તેથી અમોએ એ સર્વ પદનો અર્થ લખે છે. પદના શબ્દો મેળવવામાટે અમદાવાદ ડહેલાના ઉપાશ્રયમાંથી એક પ્રતિ મંગાવી હતી. એક પ્રતિ પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ પાસેથી મંગાવી હતી. એક પ્રતિ મુનિરાજ પન્યાસ શ્રીવીરવિજયજી મહારાજ પાસેથી મંગાવી હતી. એક પ્રતિ પાટણથી મંગાવી હતી. એક પ્રતિ અમારી પાસે હતી. ઉપર કથ્યા મુજબ પ્રતો અને મૂળ છપાવેલી ભીમસિંહ માણેકવાળા પદની ચોપડી, એ સર્વને જોઈને છપાવતી વખતે પદના શબ્દોમાં યથામતિ ગ્ય લાગે તે સુધારે કરવામાં આવ્યો છે. જાની પ્રતિમાં કેઈમાં બાવન, કેઈમાં સિત્તેર વગેરે પદ અવેલેકવામાં આવ્યાં છે. અમને મળેલી તે પૈકી જાની લખેલી કઈ પ્રતિમાં એકસો ને આઠ પદે જોવામાં આવ્યાં નથી. પરંપરાથી જનશ્રુતિ પ્રમાણે પણ આનન્દઘનની બહોતેરી સંભળાય છે. બહોતેર પદેજ તેમનાં બનાવેલાં હોય એમ જે માનવામાં આવે તે તે બહોતેર પદે નિર્ણય કરવામાટે ઘણો વખત અને ઘણું સાહિત્ય જોઈએ. ભીમસિંહ માણેકે છપાવેલા પુસ્તકમાં ૧૦૭ પદો છે. ભીમસિંહ માણેક શોધક પુરૂષ હતો. તેણે જ્યારે પદો છપાવ્યાં હશે ત્યારે લખેલી જૂની પ્રતિ ભેગી કરી હશે. ઘણું સાક્ષર મુનિ અને શ્રીપોની સાથે તેને સંબન્ધ હતો, તથા સાક્ષર ભેજની સાથે પણ તેને પરિચય હતો, તેથી તેણે શ્રીપૂ, મુનિ અને ભેજની સહાય લીધી હશે અને કેટલીક પ્રત પણ મેળવી હશે; એવું વૃદ્ધોના બોલવાથી તથા તેની શોધક દૃષ્ટિની ચીવટના લીધે અનુમાન થાય છે. તેણે કયી કયી પ્રતિ
ના આધારે પુસ્તક છપાવ્યું હતું તે બાબતની તપાસ કરાવી હતી, પણ તે સંબન્ધી અમને જોઈએ તેવી હકીકત મળી નથી; તોપણ એટલું તો કહેવું પડે છે કે શ્રીમના પદો સંબધી તેણે ઘણી શોધ કરી છે. આનન્દઘનજીના પદની છપાવેલી એક બીજી હાની પડી અમને જામનગરવાળા જેઠાભાઈના ત્યાંથી મળી આવી હતી પણ તે ઉપયોગી થઈ પડે તેવી નહતી. આનન્દઘનજીનાં એકસેને આઠ પદો છે કે કેમ તેનો નિર્ણય હાલ થઈ શકે તેમ નથી.
For Private And Personal Use Only