________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उपोद्घात.
સંવત્ ૧૯૬૭ ની સાલમાં માઘ શુકલ પૂર્ણિમાના દિવસે મુંબાઈમાં પ્રવેશ કર્યો. મુંબાઈ હાલ અનેક રીતે મનુષ્યાનું આશ્રયસ્થાન થઈ પડયું છે. મુંબાઈમાં રહેતાં અનેક પ્રકારના અનુભવ થવા લાગ્યા. દુનિયાં એ શિક્ષણની શાળા છે. નવનવા નિરીક્ષણથી નવનવા અનુભવ પ્રકટે છે. સં. ૧૯૬૭ ના વૈશાખ શુદી એકમના દિવસે શ્રીમદ્ આનન્દઘનજીનાં પદોના ભાવાર્થ લખવાના વિચાર સ્ફુરાયમાન થયેા.-તે પૂર્વે ઘણાં વર્ષોથી મારા મનમાં શ્રીમદ્ આનન્દઘનનાં પદોનેા ભાવાર્થ લખવાનો વિચાર થયા કરતા હતા; તેવામાં ચૈત્ર વદિ અમાવાસ્યાના રાજ ભાવનગરના શ્રાવક શા. વ્રજલાલ દીપચંદ મારીપાસે આવ્યા, તેમણે શ્રીમદ્ના પદાના ભાવાર્થ લખવાને વિચાર જણાવ્યા. મેં તેમની વાતને પુષ્ટિ આપી અને તેમને પ્રથમ પદના ભાવાર્થ કહ્યો, પણ તેમના પિતાશ્રીનું ભાવનગરમાં મૃત્યુ થવાથી તેઓ ભાવનગર ચાલ્યા ગયા. તેમની પાસે શ્રીમદ્ પન્યાસજી ગંભીરવિજયજીએ લખાવેલા અર્થવાળાં લગભગ પચ્ચાસ પદેાની નેાટબુક હતી તેમાં પદોના અર્થ ઘણા સંક્ષેપમાં હતા. તેમાંનાં કેટલાંક પદા મેં વાંચ્યાં. તેમજ તેમની પાસે ઝવેરી માણેકલાલ ઘેલાભાઈની એક નેટબુક હતી તેમાં પ્રાયઃ છત્રીસ પદોને અર્થ પૂર્યાં હતા. ઉક્ત બંને નેટબુકામાં ભાવાર્થ સંક્ષેપ રીતિએ લખાયે હતા; તેમજ મારા હૃદયમાં રહેલા કેટલાક આધ્યાત્મિક વિચારોને તેમાં સમાવેશ થયેલ ન જેવાથી અને આરંભ કરેલું કાર્ય પૂર્ણ કરવું એ ટેકને હૃદયમાં ધારીને, તથા પદેશના ઉપર અનેક વિવેચને હોય તેપણ અનુભવ પ્રમાણે ભાવાર્થમાં જુદા જુદા અનુભવ સર્વને આવી શકે તેથી, મારા અનુભવ પ્રમાણે ભાવાર્થ લખવાથી અન્યોને મારા અનુભવ વિચારોના લાભ મળી શકે એવા અનેક હેતુથી સં. ૧૯૬૭ ના વૈશાખ શુદિ એકમના રોજે શ્રીમદ્ આનન્દઘનજીનાં પદાના ભાવાર્થ લખયાના પ્રારંભ કર્યો. સવારના પ્રહરમાં વ્યાખ્યાન વાંચવું, અન્ય પ્રાસંગિક ચર્ચામાં નિર્લેપ રહેવું, જે જે શ્રાવકે આવે તેમને પ્રશ્નો વગેરેના ઉત્તર આપવા, આજુબાજુના સંયોગેશ ઉપર ધ્યાન આપીને ચાલવું, ઇત્યાદિ ઉપાધિયાવાળા ઉપાધિપુરમાં ( મુંબાઈમાં ) રહીને શ્રીમદ્ આનન્દઘનજીના હૃદયના ભાવાર્થને, હૃદયમાં પ્રકટાવવેા એ કેટલું બધું મુશ્કેલ કામ છે? તે વાચકા સ્વયમેવ સમજી લેશે.
ભ. ઉ. ૨
For Private And Personal Use Only