________________
બીજું ] સુયફખંધ એ સુધર્મ સ્વામીની કૃતિ નથી, પરંતુ એમના સમકાલીન કે ઉત્તરકાલીન શ્રુતકેવલીઓની કૃતિ છે એમ માનવું ઘટે.
ભાવણું અને વિમુનિ એ નામની બે ચૂલાઓના કર્તવને સમ્બન્ધ સીમ-ધરસ્વામી સાથે છે એમ હેમચન્દ્રસૂરિએ પરિશિષ્ટપર્વ( સ. ૯, લે. ૯૭–૧૦૦ )માં કહ્યું છે. વાત એમ છે કે રસ્થૂલભદ્ર મુનીશ્વરનાં બેન
છા સાધ્વી સીમધરસ્વામી પાસે ગયાં હતાં. ત્યાંથી તેઓ પાછાં ફર્યા ત્યારે સીમધરસ્વામીએ તેમની દ્વારા ભાવના, વિમુક્તિ, રતિકલ્પ અને વિચિત્રચર્યા એ નામનાં ચાર અધ્યયને સંધને ભેટ મોકલાવ્યાં. એક જ વાચનાએ ન્યાએ એ ધાર્યા હતાં તે એમણે સંધને કહી સંભળાવ્યાં. સંઘે આ ચાર અધ્યયનમાંનાં પહેલાં બેને આયારની બે ચૂલા તરીક અને બાકીનાં બેને દસયાલિયની ચૂલા તરીકે જ્યાં. નિહણ (નિહણ)–બીજા સુયફબંધની પાંચ ચૂલાનું શેમાં શેમાંથી નિયૂહણ થયું છે તે આયરનિજજુત્તિ( ગા. ૨૮૮-૨૯૧)માં દર્શાવાયું છે. જેમકે લેગવિજય નામના બીજા અજઝયણના પાંચમા ઉદેસાનાં અમુક સૂત્રે અને વિમલ નામના આઠમા અઝયણના બીજા ઉસનાં અમુક સૂત્રે આશ્રીને અગ્યાર પિષણનું નિયૂહણ કરાયું છે. બીજા અઝયણના પાંચમાં ઉદ્દેસઅમાંથી વસ્ત્રષણ, પાત્રષણ, અવગ્રહપ્રતિમા અને શસ્યાનું નિર્મૂહણ કરાયું છે. આનંતિ નામના પાંચમા અજઝયણના થા ઉદ્દેસામાંથી ઈરિયા અઝયણનું, ધૂચ નામના છ અઝયણના પાંચમા ઉદ્દેસમાંથી ભાસજજાયા અજઝયણનું, મહાપરિરણના સાત ઉદ્દેસ પિકી પ્રત્યેકમાંથી એકેક સત્તિકગનું, સત્યપરિણા નામના પહેલા અઝયણમાંથી ભાવણનું, ધૂએ અઝયણના બીજા અને ચેથા ઉદ્દેસામાંથી વિમુતિ અઝયણ અને પચ્ચકખાણ નામના પુથ્વ(પૂર્વ)ના ત્રીજા વત્થ(વસ્તુ ના વીસમા “આયાર' નામના પાહુડ(પ્રાભૃત)માંથી આયાસ્પગપ્પ યાને નિસીહ નામની પાંચમી ચૂલાનું નિર્મૂ* હણ કરાયું છે. વિશેષમાં આ બધાનું નિર્મૂહણ સત્યપરિષ્ણામાંથી થયું છે.
વિમુક્તિ અને ભાવણ અંગે જે અહીં કહેવાયું છે તેની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org