________________
તેરમું ] બિરયાવલિયા
૧૩૫ શ્રેણિના વર્ણનરૂ૫ ગ્રન્થ તે ૧ નિરયાવલિયાસુયખંધ ' (નિરયાવલિશ્રુતરકલ્પ) કહેવાય છે. આ પાઇય નામ આ૦ સમિતિવાળી આવૃત્તિના અન્તમાં અપાયેલું છે. વિશેષમાં અહીં કહ્યું છે કે નિરયાવલિયા ઉવંગ એ એક સુયખંધ છે, એના પાંચ વર્ગી(વગ)ને પાંચ દિવસ વડે ઉદ્દેસ થાય છે અને તેમાં ચાર વર્ગોમાં દસ દસ ઉદ્દેગ છે અને પાંચમામાં બાર છે. પ્રારભમાં જબૂસ્વામીને પ્રશ્ન છે કે શ્રમણ ભગવતે ( મહાવીરસ્વામીએ ) ઉવંગને શું અર્થ કહ્યો છે ? આને ઉત્તર એ અપાયો છે કે ઉવંગેના પાંચ વગે કહ્યા છે: (૧) નિરયાવલિયા, (૨) કમ્પવડિસિયા, (૩) પુપિયા, (૪) પુફિચૂલિયા અને (૫) વહિદસા. જબૂસ્વામીએ કરી પ્રશ્ન કર્યો કે નિરયાવલિયા નામના વચ્ચનાં કેટલાં અજઝયણો કહ્યાં છે ? ઉત્તર તરીકે કાલ વગેરે દસનો નિર્દેશ કરાયો છે. આમ આ સુયખંધની શરૂઆત કરાઈ છે. નિરયાવલિયા (નિરયાવલિકા) યાને કપિયા (કલ્પિકા)–
શ્રેણિક અને ચેલ્લણાના પુત્ર કુણિય(કણિક)ને પદ્માવતી નામે પત્ની હતી અને કાલી નામની ઓરમાન માતા હતી. એ કાલીને “કાલ” નામનો પુત્ર હતો. એક દિવસ ગરુડ બ્યુહ રચીને એણે કણિકની સાથે “રથમુશલ” યુદ્ધમાં ભાગ લીધો. એ ચેડગ (ચેટક) રાજાની સાથે લડવા ગયો ત્યારે ચેટકે એને એક બાણથી હણી નાંખે. એ મરીને “હેમાભ” નરકમાં ઉત્પન્ન થયું. કેવા આરહ્મસમારમ્ભ વડે એની આ દશા થઈ એમ ગૌતમસ્વામીએ મહાવીરસ્વામીને પૂછયું. એ ઉપરથી કેણિકનું ચરિત્ર એમણે કહ્યું. એમાં ચેલણને દુષ્ટ દેહદ, અભયકુમારે તેની કરેલી પૂર્તિ, નરય’ શબ્દના અર્થની પેઠે આને અર્થ નરકનો જીવ ચાને નારક છે. આ નામ એના પ્રથમ વર્ગ ઉપરથી યોજાયેલું લાગે છે. ૨ આ તેમજ એની પછીનાં ચારે નામ બહુવચનમાં છે. શબ્દની શક્તિના સ્વભાવને લઈને એક જ ગ્રન્થ (નિરયાવલિકા)ને અંગે બહુવચન વપરાયું છે. જેમકે “ક્યારા:” ઇત્યાદિ. આમ મલગિરિએ નંદીની વૃત્તિ (પત્ર ૨૦૭ )માં કહ્યું છે. ૩ ચેડગ એ ચેલણાના પિતા, ત્રિશાલા ક્ષત્રિયાણીના ભાઈ અને એ રીતે મહાવીરસ્વામીના મામા થતા હતા. આ સમ્બન્ધો માટે જુઓ URL (પૃ. ૨૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org