Book Title: Agamonu Digdarshan
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaychand Gulabchand Shah

View full book text
Previous | Next

Page 207
________________ - આચમનું દિગ્દર્શન - સિદ્ધપાહુડ ( સિદ્ધપ્રાભૃત) અગાણુય નામના બીજા પુષ્યના નિ:સ્પન્દરૂપ આ પાઇય કૃતિમાં ૧૨૧ પદ્યો છે. એમાં સિહ (મુક્ત) આત્માઓ વિષે વિવિધ રીતે વિચાર કરાયો છે. બીજી ગાથામાં ચૌદપૂર્વધરને નમસ્કાર છે. એ હિસાબે આ કૃતિ સ્થૂલભદ્રના સમય પછી રચાઈ હોય એમ લાગે છે. જો આ કોઈ દશપૂર્વધરની કૃતિ હોય તે તે એ આગમ-૫ણણુગ ગણી શકાય. આના ઉપર કોઈ પ્રાચીન ટીકા હતી. એ અર્થને સ્કુટ કરતી હતી. એ ટીકાની નોંધ છે. આ. સ. તરફથી વિ. સં. ૧૯૭૭માં સિદ્ધપાહુડ જે ટીકા સહિત છપાયેલ છે તે ટીકાના અન્તમાં છે. જેસલમેરના ભંડારમાં વિ. સં. ૧૪૧૨માં તાડપત્ર ઉપર લખાયેલી હાથપોથીમાં સિદ્ધપ્રાભતવૃત્તિ છે તો એ આ બેમાંથી કઈ ટીકારૂપ છે ? પ્રકરણ ૧૯: અનુપલબ્ધ આગમ નાશ–આપણે બીજા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ સુધર્મસ્વામીની ચેલી દ્વાદશાંગી પણ આજે પૂરેપૂરી મળતી નથી. આયારનું “મહાપરિણ” અઝયણું વજીસ્વામીના સમય બાદ નાશ પામ્યું છે, જોકે એમાંથી બીજી ચૂલારૂપ સાસત્તિwગનું નિર્મૂહણ થયેલું છે અને એ આજે મળે છે. નાયામાંની હજારે કથા લુપ્ત થઈ છે. અંતગડદસા મૂળ સ્વરૂપે પૂરેપૂરું જળવાઈ રહ્યું નથી.૪ ૫હાવાગરણને વિદ્યા, અન્ન અને અતિશયોને લગતે ભાગ નાશ પામ્યો છે. દિદિવાય નામના બારમા અંગને ધીરે ધીરે સર્વથા ઉચ્છેદ થયે છે, જોકે એ પૂર્વે એમાંથી કોઈ કોઈ ભાગનું નિયંકણું થયું છે. આજે જે ચંદપણુક્તિ મળે છે તે પ્રાચીન છે કે કેમ એ વિષે શંકા રખાય છે. મહાનિસીહને કઈ કોઈ ભાગ નાશ પામ્યો છે. પંચકલ્પ આજે મળતું નથી. ૧૪,૦૦૦ ૫ણગમાંથી નંદીમાં ૬૦ને ઉલ્લેખ છે. એમાંથી કાલિય સુય તરીકે ઓળખાવાયેલા બાર આગમ ૧ જાઓ પૃ. ૪૪ અને ૫૧. ૨ જુઓ પૃ. ૪૧, ૩ જુએ પૃ. ૯૦. ૪ જુએ ૫. ૧૦૯. ૫ જુઓ પૃ. ૧૧૩. ૧ જુઓ વીસમું પ્રકરણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250