Book Title: Agamonu Digdarshan
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaychand Gulabchand Shah

View full book text
Previous | Next

Page 210
________________ ર ઓગણીસમું] અનુપલબ્ધ આગમ ખાધા બાદ રહેલ ) ઉચ્છિષ્ટમાં, અંગૂઠાના નખમાં, કપડામાં, દર્પણમાં, હાથમાં, તરવારમાં, પાણીમાં, ભીંતમાં વગેરેમાં દેવતા ઊતરી આવે તેને પ્રશ્ન પૂછવો તે પસિણુ છે. આ ઉપરથી ખોમગપસિણુ વગેરેનું સ્વરૂપ ક૯પી શકાય છે. જેમકે કપડામાં ઊતરી આવેલા દેવતાને પ્રશ્ન પૂછવો તે મગપસિણું” છે. ( ૧ ) અરુણે વવાય (અણપપાત)–આમાં અરુણ નામના દેવના સમય ( કલ્પ) અને ઉપપાતને અધિકાર છે. નંદીચુણિ ( પત્ર ૪૯)માં સૂચવાયા મુજબ આ અઝયણ એક સાધુ ગણુતા હતા તે સમયે અરુણ દેવ એની પાસે ગયો અને એણે આ અજઝયણ સાંભળ્યું. એ પૂરું થતાં એ દેવે વરદાન માંગવા કહ્યું પણ સાધુએ ના પાડી. દેવ સાધુને પ્રદક્ષિણા કરી પિતાના વિમાનમાં પાછા ફર્યો. અભયદેવસૂરિએ ઠાણ (સુ. ૭૫૬)ની ટીકા(પત્ર ૫૧૩ આ)માં કહ્યું છે કે આ જાતનું શ્રત વિશિષ્ટ પ્રસંગે જ હેય છે. અરુણાવવાય એ સંખેવિતદસાનું છઠું અજઝયણુ છે અને એ અતિશયવાળું છે. બાર વર્ષના દીક્ષા પર્યાયવાળા સાધુ આ આગમ તેમજ ગરુ વવાય, ધરણે વવાય, વણવવાય, વેલંધરાવવાય અને વેરામણવાય ભણું શકે. અરુણનું આવાહન થતાં એ સુવર્ણ આપે છે. (૨-૭) ગરુ વવાય, દેવિંદાવવાય, ધરણાવવાય, વરુણેવવાય, વેલંધરે વવાય ને સમર્ણવવાય–આ પૈકી બીજા અને ત્રીજા સિવાયના આગમ સંખેવિતદસાનાં અજઝયો છે. આ છ આગમેમાં ગરુલ (ગરુડ), દેવિંદ (દેવેન્દ્ર), ધરણ, વરુણ, વેલધર અને વેરામણ (વશ્રમણ) એ છ દેવને અનુક્રમે અરુણુના જેવો અધિકાર છે. આથી અરુણવવાયને મળતા આવે એવા પાઠે આ આગમાં હશે એમ અનુમનાય છે. ગરુડનું આહવાહન થતાં એ સુવર્ણ (?) આપે છે, જ્યારે વરુણનું આહ્વાહન થતાં એ સુગધી વૃષ્ટિ કરે છે. (૮-૧૧) આયવિભક્તિ, ઝાણુવિભક્તિ, નિસ્યવિભત્તિ ને મરણવિભત્તિ–પહેલા આગમ વિષે કંઈ વિશેષ ખબર નથી. બીજે આગમ ૧ જુઓ L A I (પૃ. ૨૨૮). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250