Book Title: Agamonu Digdarshan
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaychand Gulabchand Shah

View full book text
Previous | Next

Page 225
________________ ર૧૬ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ પ્રકરણ ૨૧: આગમ અંગે દિગમ્બરીય મન્તવ્ય દ્વાદશાંગીરૂપ જૈન આગમની રચના ગણધરને હાથે અદ્ધમાગહીમાં થયાની વાત તે શ્વેતામ્બરેને તેમજ દિગમ્બરોને પણ માન્ય છે, પરંતુ આગમોની સંખ્યા, એના વર્ગીકરણ અને એના ક્રમિક હાસ એ બાબતમાં મતભેદ જોવાય છે. આગમોને અંગે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એ એ સંજ્ઞા દિગમ્બએ પણ સ્વીકારી છે; બાકી ઉવંગ, છે અને મૂલ એ સંજ્ઞા એમણે અપનાવી જણાતી નથી. અંગબાહ્ય આગમો તરીકે દિગમ્બરે નીચે મુજબના ચૌદ ગણવે છે એમ ગોસ્મતસાર (ગા. ૪૩૬૭-૮) જોતાં જણાય છે – ૧ સામાયિક, ૨ ચતુર્વિશતિરતવ, ૩ વન્દના, ૪ પ્રતિક્રમણ, ૫ વૈનયિક, ૬, કૃતિકર્મ, દશવૈકાલિક, ૮ ઉત્તરાધ્યયન, ૯ કલ્પવ્યવહાર, ૧૦ કપાકદ્વિપક, ૧૧ મહાકદ્વિપક, ૧૨ પુણ્ડરીક, ૧૩ મહાપુડરીક અને ૧૪ નિષિદ્રિકા (પા. સિહિય). ૧“માવતી મારાધના જd શિવાર્ય” નામને શ્રી. જ્યોતિ પ્રસાદ જૈનને લેખ પ્રેમી ગ્રંથ(પૃ. ૪૨૫–૮)માં છપાયો છે. તેમાં પૃ. ૪૨૫ માં આ ભગવતી આરાધનાનો આધાર “તદ્વિષયક મૂલસૂત્ર” એમ કહ્યું છે તે શું વેતામ્બરીય મૂલ” સંજ્ઞાદ્યોતક કૃતિ છે ? ૨ ગેમ્પસાર( ગા. ૩૫૧)માં “પણુ” શબ્દ વપરાય છે. વિશેષમાં (ચૌદ) પધણણયનું પ્રમાણ ૮,૦૧,૦૮,૧૭૫ વણે હેવાનું અહીં કહ્યું છે. ૩ સ્થાનકવાસીઓ અને એના ઉપસંપ્રદાય તરીકે ઓળખાવાતા તેરાપન્થીના અનુયાયીઓ ૧૨ ઉવંગ, ૪ છેયસુત્ત, ૪ ભૂલસુત્ત અને આવાસય એમ ૨૧ અંગબાહ્ય આગમે માને છે. આમાં ૧૧ અંગ ઉમેરતાં આ અમૂર્તિપૂજક વેતામ્બરે ૩૨ આગમ માને છે એમ ફલિત થાય છે. ४ “ सामाइय-चउवीसत्थयं तदो वंदणा पडिक्कमणं । वेणइयं किदियम्मं दसवेयालं च उत्तरज्झयणं ॥ ३६७ ॥ कप्पववहार-कप्पाकप्पिय-महकप्पियं च पुंडरियं । महापुंडरीय-णिसिहियमिदि चोद्दसमंगबाहिरयं ॥ ३६८ ॥" ૫ જુઓ ધવલા (પુ. ૧, પૃ. ૯૬) અને જયધવેલા (પુ. ૧, પૃ. ૨૫). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250