________________
ર૧૬ આગમનું દિગ્દર્શન
[ પ્રકરણ પ્રકરણ ૨૧: આગમ અંગે દિગમ્બરીય મન્તવ્ય
દ્વાદશાંગીરૂપ જૈન આગમની રચના ગણધરને હાથે અદ્ધમાગહીમાં થયાની વાત તે શ્વેતામ્બરેને તેમજ દિગમ્બરોને પણ માન્ય છે, પરંતુ આગમોની સંખ્યા, એના વર્ગીકરણ અને એના ક્રમિક હાસ એ બાબતમાં મતભેદ જોવાય છે. આગમોને અંગે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એ એ સંજ્ઞા દિગમ્બએ પણ સ્વીકારી છે; બાકી ઉવંગ, છે અને મૂલ એ સંજ્ઞા એમણે અપનાવી જણાતી નથી. અંગબાહ્ય આગમો તરીકે દિગમ્બરે નીચે મુજબના ચૌદ ગણવે છે એમ ગોસ્મતસાર (ગા. ૪૩૬૭-૮) જોતાં જણાય છે –
૧ સામાયિક, ૨ ચતુર્વિશતિરતવ, ૩ વન્દના, ૪ પ્રતિક્રમણ, ૫ વૈનયિક, ૬, કૃતિકર્મ, દશવૈકાલિક, ૮ ઉત્તરાધ્યયન, ૯ કલ્પવ્યવહાર, ૧૦ કપાકદ્વિપક, ૧૧ મહાકદ્વિપક, ૧૨ પુણ્ડરીક, ૧૩ મહાપુડરીક અને ૧૪ નિષિદ્રિકા (પા. સિહિય).
૧“માવતી મારાધના જd શિવાર્ય” નામને શ્રી. જ્યોતિ પ્રસાદ જૈનને લેખ પ્રેમી ગ્રંથ(પૃ. ૪૨૫–૮)માં છપાયો છે. તેમાં પૃ. ૪૨૫ માં આ ભગવતી આરાધનાનો આધાર “તદ્વિષયક મૂલસૂત્ર” એમ કહ્યું છે તે શું વેતામ્બરીય
મૂલ” સંજ્ઞાદ્યોતક કૃતિ છે ? ૨ ગેમ્પસાર( ગા. ૩૫૧)માં “પણુ” શબ્દ વપરાય છે. વિશેષમાં (ચૌદ) પધણણયનું પ્રમાણ ૮,૦૧,૦૮,૧૭૫ વણે હેવાનું અહીં કહ્યું છે. ૩ સ્થાનકવાસીઓ અને એના ઉપસંપ્રદાય તરીકે ઓળખાવાતા તેરાપન્થીના અનુયાયીઓ ૧૨ ઉવંગ, ૪ છેયસુત્ત, ૪ ભૂલસુત્ત અને આવાસય એમ ૨૧ અંગબાહ્ય આગમે માને છે. આમાં ૧૧ અંગ ઉમેરતાં આ અમૂર્તિપૂજક વેતામ્બરે ૩૨ આગમ માને છે એમ ફલિત થાય છે. ४ “ सामाइय-चउवीसत्थयं तदो वंदणा पडिक्कमणं ।
वेणइयं किदियम्मं दसवेयालं च उत्तरज्झयणं ॥ ३६७ ॥ कप्पववहार-कप्पाकप्पिय-महकप्पियं च पुंडरियं ।
महापुंडरीय-णिसिहियमिदि चोद्दसमंगबाहिरयं ॥ ३६८ ॥" ૫ જુઓ ધવલા (પુ. ૧, પૃ. ૯૬) અને જયધવેલા (પુ. ૧, પૃ. ૨૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org