________________
આગમનું દિગ્દર્શન
[ પરિશિષ્ટ આ મન્ચનાં નવ પદ છે. તેમાં પહેલાં પાંચમાં તીર્થ કર, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કરાય છે. એથી એનું નવકાર, નમુક્કાર ને નમસ્કાર (નમસ્કાર ) એ નામ સાર્થક હુરે છે. બાકીનાં ચાર પદેમાં આ પાંચ પરમેહીઓને કરાયેલે નમસ્કાર સર્વ પાપનો નાશ કરે છે અને એ સર્વ મંગલેમાં પ્રથમ કોટિના મંગલારૂપ છે એ વાત કહી છે. છેલ્લાં ચાર પદ “ચૂલિકા ” ગણાય છે અને એ પહેલાં પાંચ પછીથી ઉમેરાયેલાં છે એમ કેટલાક માને છે. દિગબરે છેલ્લા-નવમા પદમાં “હવઈ ” ને બદલે “હેઈ” પાઠ બેલે છે. દિગમ્બરના છફખંડાગમના પ્રથમ ખડ
જીવણ”ના પ્રારમાં આ નવકારમગ્નનાં પહેલાં પાંચ પદ જેવાય છે. આના ઉપરની ધવલા નામની ટીકામાં એના કર્તા વિરસેન એમ કહે છે કે આ સુપ્રસિદ્ધ પાંચ પદરૂપ ણમોકાર (નવકાર) મત્રના આદિ કર્તા આચાર્ય પુષ્પદત છે. વિશેષમાં આ વીરસેને આ મન્ચને મંગલસૂત્ર ગણું “ તાલપ્રલબ ” સૂત્રની પેઠે દેશામર્ષક દર્શાવી મંગલ, નિમિત્ત, હેતુ, પરિમાણ, નામ અને કત એ છને પ્રરૂપક સિદ્ધ કર્યો છે. જે આ તે દિગમ્બર માન્યતાની વાત થઈ તામ્બર “નવકાર મ– 'ને પંચમંગલ-સુયફબંધ (પંચમંગલશ્રુતશ્કધ) કહે છે. પહેલાં તે આ સ્વતન્ન કૃતિ ગણાતી હતી, અને એના ઉપર નિજજુત્તિ, ભાસ અને યુણિ હતાં. કાલાન્તરે આ નિજુત્તિ ઇત્યાદિ નાશ પામ્યાં. વખત જતાં મહદ્ધિશાળી અને ઉપદાનુસારી વઈરસામી (વજીસ્વામી ) નામના દ્વાદશાંગશ્રુતધર
૧ પ્રેમીગ્રંથ( પૃ. ૪૪૬ )માં કહ્યું છે કે પખંડાગમના કર્તા પુષ્પદન્તભૂતબલિ આચાર્યું છે અને એઓ વિક્રમની બીજી ત્રીજી સદીમાં થયા છે. ૨ જુઓ છખંડાગમ (ભા. ૨)ની પ્રસ્તાવના (પૃ. ૩૩–૫). ૩ “પદાનુસાર એ એક પ્રકારની બુદ્ધિની વિશેષતા છે. ત. રા. વા(પૃ. ૧૪૩)માં પદાનુસારિત્વને અને પ્રજ્ઞાશ્રમણત્વને બુદ્ધિની ૧૮ દ્ધિ ગણાવતાં બે ઋદ્ધિ તરીકે ઉલેખ કરાયો છે. ૪ વીરસંવત્ ૪૯૬માં જન્મેલા અને વીરસંવત્ ૫૮૪માં સ્વર્ગ સંચરેલા આ આચાર્ય તે જ તિલેયપત્તિમાં “પ્રજ્ઞાશ્રમાણમાં અન્તિમ વઈરજસ ” તરીકે ઓળખાવેલા આચાર્ય હોય તો નવાઈ નહિ એમ છખંડાગમ( ભા. ૨ )ની પ્રસ્તાવના( પૃ. ૩૯ )માં કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org