________________
આગમનું દિગ્દર્શન
[ પ્રકરણ કે દિશાના અન્તમાં જતાં જે હું કોઈ ખાઈ વગેરેમાં પડું તો ત્યાંથી મારે ઊઠવું નહિ પણ જીવનને અન્ન આવવા દે. આવા અભિગ્રહપૂર્વક એ જુદી જુદી દિશામાં ફરતે હતે. એવામાં એક દિવસ મધ્યરાત્રિએ એક દેવે આવી એને કહ્યું કે તારી દીક્ષા ખોટી છે પણ એણે એની વાત ગણકારી નહિ. આ બનાવ ચારેક વાર બનતાં દેવ દ્વારા પ્રતિબેધ પામી એણે પાંચ અણુવ્રત ગ્રહણ કર્યા. આગળ ઉપર વિવિધ તપચર્ચા કરી અને અને સંલેખના કરી કાળ કરી એ શુક્ર તરીકે ઉત્પન્ન થયો. અહીંથી ચ્યવી એ મેક્ષે જશે.
ચોથા અજઝયણમાં બહુપુત્તિયા દેવી મહાવીર સ્વામીને વન્દન કરી નાટ્યવિધિ કરી પાછી ફરી એટલે ગતમસ્વામીએ એને વિષે પૂછતાં મહાવીરસ્વામીએ એનો પૂર્વ ભવ કહ્યોઃ વારાણસીમાં ભદ્ર નામે સાર્થવાહ હતું. તેને સુભદ્રા નામની પત્ની હતી. એને એકે સન્તાન થયું ન હતું. આથી એ ઢીંચણ અને કણની જ માતા હતી. સુત્રતા આર્યાને સમાગમ થતાં સન્તાનની પ્રાપ્તિ માટે કોઈ મન્ત્રપ્રયાગ વગેરે હોય તે તે જણાવવા કહ્યું. સુત્રતાએ કહ્યું કે આ વાત અમારે સાંભળવા જેવી પણ નથી, અમે તે સર્વ કહેલે ધર્મ જ કહીએ છીએ. એમ કહી એણે ધર્મ કહ્યો. એ ઉપરથી સુભદ્રા શ્રાવિકા બની. વખત જતાં પતિની અનુજ્ઞા મેળવી એણે સુવ્રતા પાસે દીક્ષા લીધી. કાલાન્તરે એ બાળકોમાં આસક્ત બની. એ અભંગન, ઉદ્વર્તન, કંકણ ઈત્યાદિ માગી લાવી ઘણું લેકનાં દારક ને દારિકા, કુમાર ને કુમારિકા, ડિલ્મ અને ડિભિકા અર્થાત બાલબચ્ચાં પૈકી કેટલાંકને અત્યંગન, કેટલાંકને ઉદ્દવર્તન અને કેટલાંકને સ્નાન કરાવતી. એ કેટલાંકના પગ અને કેટલાંકના ઓઠ રંગતી તે કેટલાંકની આંખો આંજતી. કેટલાંકને બાણ (જેવું તિલક ?) તે કેટલાંકને તિલક,
૧ આ બે અવય જ એની છાતીને સ્પર્શતાં હતાં, નહિ કે એનું કઈ આળક. અથવા આ બે જ અવયવો પર પ્રાણદિકને સહાય કરવામાં કે ખેળામાં બેસાડવા લાયક પરિવાર હતો, નહિ કે સન્તાન. ૨ તેલ ચાળવું. ૩ તેલ પાછું કાઢવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org