________________
૧૧૦ આગમનું દિગ્દર્શન
[ પ્રકરણ અભગ્નસેન (અભગ્નસેન)–વિજયસેન ચારને અગ્રસેન નામે પુત્ર હતો. એના હાથ તળે પાંચસે ચોર હતા. એ બહુ અધર્મી, કુશીલ અને અનાચારી હતી. રાજા એને એક વાર ફેસલાવી પકડી લે છે. પછી ચકલે ચકલે એનાં સગાંવહાલાંને કાપી નાંખી તેમનાં માંસના કટકા એને ખવડાવવામાં આવે છે અને એને મારવામાં આવે છે. આ ચેર પૂર્વ જન્મમાં જાતજાતનાં પ્રાણીઓનાં ઈંડાનો વેપાર કરત હતો અને ખૂબ ઈડાં ખાતો હતો અને દારૂ પીતો હતો.
સગડ (શકટ)–અહીં સગડને અધિકાર છે. એ નિરાધાર બનતાં વ્યસની બન્યો અને એ એક ગણિકાની સાથે ભોગ ભોગવવા લાગે. એ નગરના રાજાના મન્ત્રીએ એને ત્યાંથી હાંકી કઢાવી ગણિકાને પિતાની રખાત બનાવી; તેમ છતાં સગડ એને ત્યાં એક દિવસ ગયે. મન્ત્રીએ એને પકડ્યો ને રાજાની પરવાનગી લઈ એણે એ સગડને તેમજ ગણિકાને રીબાવી રીબાવીને મારી નાંખવાની આજ્ઞા કરી. પૂર્વ જન્મમાં એ સગડ છોગલિક (ભરવાડ) હતા અને એ અનેક જાતનાં જાનવરોનાં માંસ વેચતો હતો અને ખાતો હતો. એ દારૂડિયે પણ હતા.
બહસઇદત (બૃહસ્પતિદત)–બહસ્સઈદ એ જિયસ (જિતશત્રુ ) રાજાનો પુરોહિત હતો. એ રાજાનું રાજ્યબળ વધે એ ઇરાદાથી એ પુરોહિત ચારે વર્ણના એકેક છોકરાને પકડાવી જીવ-જીવત તેની છાતી કપાવી એમાંથી માંસપિડ કાઢી રાજાને માટે શાન્તિહોમ કરતે. આઠમે અને ચૌદસે એવા બબ્બે છોકરાનાં, ચાર માસ પૂર્ણ થતાં ચચ્ચારનાં, છ માસ પૂરા થતાં આઠ-આઠનાં અને વર્ષ પૂર્ણ થતાં સોળ-સોળનાં હૃદયને એ હેમ કરતો. એ મરીને નરકે ગયે અને ત્યાંથી નીકળી સોમદત્ત પુરોહિતના પુત્ર તરીકે જન્મે. એનું નામ બહસઈદત રખાયું. ઉદયન રાજાએ એને પુરોહિત બનાવ્યો. અને પોતે અતઃપુરમાં હેય તે ત્યાં આવવાની છૂટ આપી. એ રાણુ સાથે ભ્રષ્ટ બન્યું અને પકડાતાં એને કમને મારી નાંખવાને રાજાએ હુકમ કર્યો. 0 નંદિસેણ (નાન્ડિસેન)–નંદિસેણુ એ રાજાને પુત્ર હતા. એ સાઠ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org