________________
૧૧૭
નવમું ).
વિવાગસુય વર્ષને થયો તે પણ રાજા જીવ હોવાથી એને રાજગાદી મળી નહિ એટલે એણે રાજાના હજામને કહ્યું કે તું રાજાના ગળામાં અસ્ત્રો બેસી એને મારી નાંખશે તે તને હું અડધું રાજ્ય આપીશ. હજામે હા તો પાડી પણ ગભરાઈ જતાં રાજાને એણે કહી દીધું. એ ઉપરથી રાજાએ પુત્રને પકડી મંગાવી તેને મારી નાંખવાની સજા ફરમાવી. આ રાજપુત્ર પૂર્વ ભવમાં ચારગપાલ (ગુપ્તિપાલ) હતા ત્યારે અપરાધીને ફરમાવાયેલી સજાઓને દૂર અને નિષ્ફરપણે અમલ કરતો હતો. કમકમાટી ઉત્પન્ન થાય એવું એનું અહીં વર્ણન છે.
ઉબદત્ત-(ઉમ્મરદત્ત) અહીં ઉંબરદત્તની વાત છે. એ પૂર્વ ભવમાં ધન્વન્તરિ વૈદ્ય હો અને જાતજાતનાં માંસ ખાવાનું એ રેગીઓને કહેતા. મરીને એ નરકે ગયો. ત્યાંથી એ સાગરદન સાર્થવાહના પુત્ર તરીકે ઉત્પન્ન થયે. એક વેળા તેને સોળ રોગ થયા.
સરિયદત્ત (શૌરિકદર)–અહીં સરિયદત્ત નામના માછીની કથા છે. એ સુકલકડી, ભૂપે, હાડપિંજર જે માછી ગળામાં માછલીને કાટો ચોંટી ગયો હોવાથી દુઃખી દુઃખી થઈ ગયું હતું. એ પૂર્વ જન્મમાં મિત્ર નામના રાજાને સિરીઅ (શ્રીદ) નામનો રસેઈઓ હતા. એ રાજા માટે જાતજાતનાં પશુપંખીનાં માંસ વિવિધ રીતે રાંધો અને એ પોતે પુષ્કળ ખાતે અને દારૂ પીતે. મરીને એ નરકે ગયા અને ત્યાંથી નીકળી સમુદ્રદત્ત (સમુદ્રદત્ત)ની પત્નીના પેટે પુત્ર તરીકે ઉત્પન્ન થયે. સોરિય (શરિક) નામના યક્ષની ઉપાસના કરવાથી એને જન્મ થયો હોવાથી એનું નામ “સેરિયદત્ત' રખાયું.
દેવદત્તા–આમાં દેવદત્તાની કથા છે. એને પતિ રાજા હતો. એ પિતાની માતાની ખૂબ ભક્તિ કરતે એટલે પત્ની સાથે ભેગ ભેગવવા
એને પૂરતો સમય મળતો નહિ. આથી દેવદત્તાએ એક વેળા મદ્યપાન કરીને ઘસઘસાટ ઊંધતી એની સાસુની ગુદામાં ખૂબ તપાવેલે લેઢાને સળિયે બેસી દીધે. સાસુએ મરતાં મરતાં ચીસ પાડી એટલે દાસીઓ આવી પહોંચી. તેમણે દેવદત્તાને નાસતી જોઈ રાજાને ખબર આપી. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org