________________
નવમું 1. પણહાવાગરણ
૧૧૩ હતી કે એમનું શરીર હાડપિંજર બની ગયું હતું. આનું આબેહુબ વર્ણન અહીં કરાયું છે. એ મુનિ “વિપુલાચલ પર અનશન કરી કાળ કરી સર્વાર્થસિદ્ધ નામના સર્વોત્તમ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા છે. બીજા નવ જણને પણ વૃત્તાન્ત આવે છે.
પાત્રોનાં નામ–આ અંગમાંનાં કેટલાંક પાત્રોનાં નામ શ્રીમહાવીરકથા (પૂ. ૪૨૫)માં અપાયાં છે.
સારાંશ–વીર સંવત ૨૪૪૯માં છપાયેલા શીધ્રબંધ ( ભા. ૧૭૨૨ )માં જેમ પૃ. ૧-૪૩માં સાતમા અંગને જ્ઞાનવિજયજીએ કરેલે હિંદી સારાંશ છે તેમ પૃ. ૪૪–૯૩માં આ આઠમાં અંગો અને પૃ. ૯૪-૧૦૭માં નવમાં અંગને છે.
પ્રકરણ ૯ : પહાવાગરણ ને વિવા-સુય નામ અને વિભાગ–પ્રશ્નો (પહ) અને તેનું સ્પષ્ટીકરણ (વાગરણ) રજૂ કરનાર ગ્રન્થ તે “પહાવાગરણ એમ આ અંગના નામનો શબ્દાર્થ છે. એમાં બે દાર(બાર)રૂપ બે વિભાગ છેઃ (૧) આસવ–દાર (આશ્રવ–ધાર) અને (૨) સંવર-દાર (સંવર-હાર). આ બંનેમાં પાંચ પાંચ અજઝયણ છે. નદીમાંના આ નામના ગ્રન્થમાં ૧૦૮ પ્રશ્નો, ૧૦૮ અપ્રશ્નો, ૧૦૮ પ્રશ્નાપ્રશ્નો, વિદ્યાતિશયો, તેમજ નાગકુમાર અને અન્ય ભવનપતિઓની સાથે મુનિઓની વાતચીત હોવાનો ઉલ્લેખ છે. આથી એમ કહી શકાય કે વિદ્યાઓ, મન્ત્રો અને અતિશયને લગતો વિભાગ આજે લુપ્ત બન્યો છે. આ ઉપલબ્ધ અંગ એક સુફખંધરૂપ છે, એમાં એકસરા દસ અજઝયણે છે ને દસ દિવસમાં એને ઉદ્દેશ કરાય છે એમ અત્તમાં ઉલ્લેખ છે.
૧. એમનાં નામ સનખત્ત (સુનક્ષત્ર), ઈસિદાસ (ઋષિદાસ), પલ્લr (પલક), રામપુત્ત (રામપુત્ર), ચંદિમા (ચન્દ્રમસૂ), પિ (પૃષ્ઠ), પેઢાલપુર (પઢાલપુત્ર), પુલિ (પુષ્ટિલ) અને વેહલ (વિહલ) છે. આ નવનાં તેમજ ધન્નના નામ ઉપરથી દસ અજયણનાં નામ પડાયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org