________________
૧૧૨
આગનું દિગ્દર્શન
[ પ્રકરણ મોદીએ આ બને અગો અંગ્રેજી પ્રસ્તાવના, અનુવાદ, ટિપ્પણુ અને શબ્દકોશ સહિત સમ્પાદિત કર્યા છે અને એ શંભુલાલ જગશી તરફથી ઈ. સ. ૧૯૩૨માં છપાયેલ છે. પ્ર. એન. વી. વૈદ્ય અ ગ્રેજી પ્રસ્તાવના, અનુવાદ અને ટિપ્પણું અને શબ્દકેશ સહિત આ બે અંગે સમ્પાદિત કર્યા છે અને એ ઈ. સ. ૧૯૩૭માં “ખડાયતા બૂકડી” તરફથી પ્રસિદ્ધ થયેલ છે. 3. બાને. બન્ને અંગને અંગ્રેજી અનુવાદ કર્યો છે અને એ ઇ. સ. ૧૯૦૭માં છપાયો છે. પૂ. જે. ગ્રન્થમાલામાં “પાપ, પુણ્ય અને સંયમ” એ નામનું જે પુસ્તક ઈ. સ. ૧૯૪૦માં છપાયું છે તે ૧૧મા, ૮મા અને ૯મા અંગેના છાયાનુવાદરૂપ છે.
અણુત્તરવવાઇથદસા (અનુત્તરપપાતિકદશા) વિભાગ–આજે ઉપલબ્ધ થતા અમુત્તરવહાઈવદસામાં ત્રણ વગ છે. પહેલામાં દસ, બીજામાં તેર અને ત્રીજામાં દસ એમ એકંદર તેત્રીસ અજઝથયું છે. ઠાણ (ઠા. ૧૦; રુ. ૭૫૫)માં તેમજ સમવાય (સુ. ૧૪૪)માં આ અંગનાં દસ અજઝયણો છે એ ઉલ્લેખ છે. ઠાણુમાં આપેલાં દસ અજઝયણનાં નામમાંથી ત્રણ નામ ત્રીજા વર્ગોમાં છે.
વિષય-પહેલા વગમાં શ્રેણિક રાજાના દસ પુત્રો પૈકી એકેકને એકેક અઝયણમાં અધિકાર છે. સાત પુત્રોની માતા ધારિણી છે, બીજા બેની ચેલેણું છે અને છેલલાની નન્દા છે. દસે પુત્ર મહાવીર સ્વામી પાસે દીક્ષા લઈ કાળ કરી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા છે.
બીજા લગ્નમાં એ વાત છે કે શ્રેણિક રાજા અને ધારિણું રાણીના તેર પુત્રોએ મહાવીરસ્વામી પાસે દીક્ષા લીધી અને કાળ કરી તેઓ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા છે.
ત્રીજા વર્ગીમાં ધન (ધન્ય)ને અધિકાર છે. આ મુનિની તપસ્યાની પ્રશંસા મહાવીરસ્વામીએ કરી છે. એમની એ તપસ્યા એટલી બધી તીવ્ર
૧ કાલવ્યુ&મને પ્રશ્ન એમણે પ્રસ્તાવના (પૃ. ૨૩)માં ઉઠાવ્યો છે અને વિયાહ૦ ( સ. ૨, ૬. ૧; સુ. ૧)ના ઉપરની અભયદેસૂરિકૃત વૃત્તિ ( પત્ર ૧૨૪)માંથી સ્કન્દકને લગતું અવતરણ આપી એ ન મનાય એમ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org