________________
આગમનું દિગ્દર્શન
[ પ્રકરણ પ્રકરણ ૬ : નાયાધમ્મકહા (જ્ઞાતાધર્મકથા) નામ અને એનો અર્થ આ નામ ભગવદ્ગીતાની પેઠે નારીજાતિમાં અને બહુવચનમાં છે. એનાં સંસ્કૃત નામ અને એના અર્થ વિષે વિવિધ હકીક્ત જોવાય છે. તત્ત્વાર્થરાજ (પૃ. ૫૧)માં “જ્ઞાતૃધર્મકથા” તરીકે અને ગમ્મતસાર (ગા. ૩પ૬)માં “ણાકધમ્મકહા” તરીકે ઓળખાવાયેલા આ છદ્ર અંગનું નામ તરવાથધિ. (અ. ૧, સુ. ૨૦ )ના ભાષ્ય(પૃ. ૯૦ )માં “ જ્ઞાતધર્મકથા ” અપાયું છે. સિદ્ધસેનગણિએ એનો અર્થ કરતી વેળા જ્ઞાત એટલે ઉદાહરણ એવો અર્થ કર્યો છે અને તેમ કરી ઉદાહરણ દ્વારા જેમાં ધર્મ કહેવાય છે તે “જ્ઞાતધર્મકથા” એમ કહ્યું છે. નંદી (સુ. ૫૧ )ની સુવિણું (પત્ર ૫૩)માં “ણુતાધમ્મકહા ” સમજાવતાં એ ઉલ્લેખ કરાયો છે કે “જાત નિ હાળા હિતિચો વા પન્ન ते गाता, एते पढमसुयखंधे, अहिंसादिलक्खणस्स धम्मस्स कहा धम्मकहा, धम्मियाओ वा कहाओ धम्मकहाओ अक्खाणग त्ति वुत्तं भवति, एते बितियસુવંધે.” આને અર્થ એ છે કે જ્ઞાત એટલે દષ્ટાન અથવા દાર્જીનિક અર્થ જેના વડે જણય તે “જ્ઞાત'. એ પહેલા સુયફબંધમાં છે. અહિંસાદિરૂપ ધર્મની કથા તે “ધર્મકથા ” અથવા ધાર્મિક કથા તે “ધર્મકથા '. એ આખ્યાન છે એમ કહેવાનું થાય છે. એ બીજા સુયફબંધમાં છે. હેમચન્દ્રસૂરિએ અ. ચિ૦ ( કાષ્ઠ ૨, શ્લે. ૧૫૭)ની વિકૃતિ (પૃ. ૧૦૪)માં જ્ઞાતરૂપ મુખ્યતાવાળી ધર્મકથાઓ એમ અર્થ કર્યો છે. નંદી (રુ. ૫૧)ની વૃત્તિ (પત્ર ૧૦૩)માં હરિભદ્રસૂરિએ જ્ઞાાનિ– ઉતારબારિ તત્રધારા ધર્મકથા: જ્ઞાતાધર્મથા:” એમ કહ્યું છે. એટલે કે એમના મતે ઉદાહરણની મુખ્યતાવાળી ધર્મકથા તે “જ્ઞાતાધર્મકથા ' છે. મલયગિરિ રિએ નંદી (રુ. ૫૧)ની વૃત્તિ ( પત્ર ૨૩૦આ-૨૩૧અ )માં આ નામ સમજાવતાં હરિભદ્રસૂરિની જેમ એક અર્થ આપ્યો છે, જ્યારે બીજો અર્થ નીચે મુજબ દર્શાવ્યો છે – '
" ज्ञातानि-ज्ञाताध्ययनानि प्रथमश्रुतस्कन्धे धर्मकथा द्वितीयश्रुतस्कन्धे यासु ग्रन्थपद्धतिषु (ता) ज्ञाताधर्मकथाः, पृषोदरादित्वात् पूर्वपदस्य दीर्घान्तता "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org