________________
છડું
નાયાધમ્મકહા વિષય પહેલા સુયફબંધનાં અન્ઝયણનાં નામે આ અંગમાં જ લગભગ પ્રારમ્ભમાં પદ્યો દ્વારા સૂચવાયાં છે. એ નામના નિર્દેશપૂર્વક આપણે વિષયને વિચાર કરીશું.
ઉકિખત્તણાય (ઉક્ષિપ્ત-જ્ઞાત)–આમાં મેઘકુમારે હાથીના ભાવમાં સસલાને બચાવવા માટે પગ ઊંચો કર્યો હતે એનું વર્ણન છે. એ ઉપરથી આ અઝયણનું આ નામ યોજાયું છે અને તે સાર્થક છે. ગર્ભની રક્ષા માટે કેવી સંભાળ લેવાઈ હતી તે આમાં નિર્દેશાયું છે. મેધકુમારને જન્મ થતાં ચાર દિવસ સુધી જે સંસ્કારાદિ કરાયા તેને અહીં ઉલ્લેખ છે. વિશેષમાં કલાચાર્ય પાસે મેઘકુમાર જે બેત્તેર કલાઓ શીખ્યા તેનાં અહીં નામ અપાયાં છે. એ અઢાર “દેશી” ભાષાઓના જાણ કાર બન્યાને પણ અહીં ઉલ્લેખ છે. આ અજઝયણમાં મેઘનું વિસ્તૃત વર્ણન છે.
સંધાડ (સંઘાટ)–ધન્ય શેઠ અને વિજય ચોર એ બેને એક સાથે “સંધાડ’માં એટલે કે હેડમાં બાંધ્યા ત્યાંથી આ કથા ઊપડે છે માટે એનું રમ નામ છે. વિજય ચોર ક્યાં ક્યાં ભમ્યો તે દર્શાવાયું છે. અન્તમાં દેહને શા માટે પિષ એ બતાવાયું છે. “સંસમા” અઝયણમાં પણ આની માફક આહારનું પ્રયોજન સમજાવાયું છે.
અંડ (અ૭) – આનો અર્થ “ઈડું ' થાય છે. આ અઝયણમાં મોરનાં ઈંડાની વાત આપી ઉપનય બતાવાયો છે.
કશ્મ (કૂર્મ)–-કૂર્મ એટલે કાચબ, બે કાચબાના વર્તનની હકીક્ત દ્વારા સંયમી અને અસંયમી સાધુની સમજણ અપાઈ છે.
સેલગ (શૈલક)–સેલગ (શૈલ%) રાજર્ષિનો વૃત્તાન્ત અહીં અપાયે છે એટલે એ ઉપરથી આ નામ યોજાયું છે. વસુદેવના પુત્ર કૃષ્ણના
૧. કામસૂત્રના “વિદ્યાસમુદેશ' પ્રકરણમાં અપાયેલી ચોસઠ કળાઓમાં આ, બેર કળા કેવી રીતે સમાઈ શકે તે ભ૦ મધ. (પૃ. ૧૫૨૧)માં દર્શાવાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org