________________
નાયાધમકહા
રીતે થાય છે એ સમજાવવા ચન્દ્રનું ઉદાહરણ અહીં અપાયું છે અને એ રીતે આ નામ સાર્થક છે.
દાવદ્રવ (દાવદ્રવ)-દાવદવ નામના વૃક્ષોને દાખલે આપી આરાધક અને વિરાધક અંશથી તેમજ સર્વથા કોને કહેવા તે આમાં સમજાવાયું હોવાથી આનું આ નામ રખાયું છે.
ઉદગણુઅ (ઉદક-જ્ઞાત) આને અર્થ “પાણુનું ઉદાહરણ એમ થાય છે. એ દ્વારા વસ્તુનું સ્વરૂપ અહીં સમજાવતાં કહ્યું છે કે પરમાણુઓના સ્વભાવ ને સંગની વિચિત્રતા અનુસાર વસ્તુ સારી કે ખરાબ બને છે એટલે એમાં રાગદેષને સ્થાન નથી. આમાં “ચાતુર્યામ રૂપ ધર્મને ઉલ્લેખ છે.
મંડુ (મહૂક)-મંડુક્ક એટલે દેડકો. નન્દ મણિયારના દેડકા તરીકેના જન્મની હકીકત અહીં અપાઈ છે. એણે મણિયારના ભવમાં માટી પુષ્કરિણું બધાવી અને તેને ચિત્રસભા, પાકશાળા, ઔષધાલય અને આલંકારિક સભા વડે અલંકત કરી હતી. આ અઝયણમાં સોળ રોગોનાં નામ ગણાવાયાં છે અને રોગ દૂર કરવાના અનેક જાતના ઉપાયોને નિર્દેશ છે. આસક્તિ અને અનાસક્તિનું ફળ આ અઝયણમાં સમજાવાયું છે.
તેયલિ (તેતલિ)–“તેયલિપુર” નગરના કનકરથ રાજાના તેલિપુત્ત (તેતલિપુત્ર) નામના પ્રધાનની હકીકત અહીં અપાઈ હોવાથી એનું આ નામ યોજાયું છે. આ નગરના મૂષિકારદારક નામના એક સોનીની કન્યા નામે પિફ્રિલાને તેયલિપુર પરણે છે, પણ આગળ ઉપર એને એના ઉપર અભાવ થાય છે ત્યારે એ સ્ત્રી શ્રમણ, બ્રાહ્મણે વગેરેને દાન દેવામાં વખત પસાર કરે છે. સુત્રતા આર્યા ભિક્ષાર્થે આવતાં પતિની પ્રીતિ મેળવવા માટે કઈ ચૂર્ણ, મન્ન, કામણ કે વશીકરણ કે ઔષધિ હોય તે તે બતાવવા કહે છે. આર્યા આ સાંભળી કાને હાથ દે છે અને ધર્મ સંભળાવે છે. એ ઉપરથી પિફ્રિલા શ્રાવિકા બને છે તે અને દીક્ષા લે છે; પણ તે પૂર્વે તેલિપુર એ બાબતની અનુમતિ આપતાં એવી
૧. હજામની દુકાન ( hair-cutting salloon).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org