________________
આગમનું દિગ્દર્શન
[ પ્રકરણ ગણધરની) નવ વાચના થઈ હોવાથી અહીં કાલવ્યુત્ક્રમ (anachronism) દેખાય છે.
દે “અહમાગાહી' ભાષા બોલે છે અને બેલાતી ભાષામાં પણ એ જ ભાષા વિશિષ્ટ છે એમ સ. ૫, ઉ. ૪ (સ. ૧૯૦ )માં કહ્યું છે. પ્રસ્તુત પંક્તિ નીચે પ્રમાણે છે – ' ___ “गोयमा! देवा णं अद्धमागहाए भासाए भासंति। सा वि य णं अद्धमागहा भासा भासिज्जमाणी विसिस्सति ।"
આ અંગના બીજા સુત્તમાં “નમો ચંમી વિી” અર્થાત બ્રાહ્મી લિપિને નમસ્કાર એ ઉલ્લેખ છે. વિશેષમાં આ અંગમાં જાતજાતની સૂકમમાં સૂક્ષ્મ વિગતે અપાયેલી છે એટલે જૈન દર્શનને સામાન્ય અભ્યાસ કર્યા વિના એમાં ચંચુપ્રવેશ કરે મુશ્કેલ છે. વિશેષમાં ગાંગેયના ભાગ તરીકે સુપ્રસિદ્ધ અધિકાર જે સ. ૯, ઉ. ૨માં અપાય છે તે સમજવા માટે ગણિતનું જ્ઞાન પણ આવશ્યક છે. મુંબઈ વિદ્યાપીઠની કોલેજોમાં પ્રથમ વર્ષમાં શીખવાતા બીજગણિતમાંના ભંગ-વિક૯પ (permutations and combinations )ના અભ્યાસીને આમાં રસ પડે તેમ છે. ગોપાલદાસે આ પ્રકરણનું શીર્ષક “ પ્રવેશનકનું ગણિત ” એમ રાખ્યું છે. એના પછી એમણે “રાશિઓ” એ શીર્ષકપૂર્વક કૃતયુગ્મ, જ, દ્વાપરયુગ્મ અને કલ્યાજને લગતી માહિતી રજૂ કરી છે. એના અન્તમાં આવલિકાથી માંડીને પુદ્ગલપરાવર્ત સુધીને ટૂંકમાં ખ્યાલ અપાય છે. આમ આ “ગણિત-ખંડ પૂરે કરાયો છે.
તાત્વિક–દાર્શનિક બાબતે તરીકે “ચાલતું ચાલ્યું કહેવાય” ઈત્યાદિ હકીકત (સ. ૧, ઉ. ૧, સુ, ૧૦; સ. ૮, ઉ. ૭), પ્રથમ નિર્નવ જમાલિનું જીવનવૃત્તાન્ત (સ. ૯, ઉ. ૩૩), ગોશાલક સબધી વિસ્તૃત માહિતી (સ. ૧૫), સ્કન્દક પરિવ્રાજકને જાણવા જે અધિકાર (સ. ૨, ઉ. ૧), “મહાશિલાકટક” સંગ્રામ (સ. ૭, ઉ. ૯),
૧ ગોપાલકના સિદ્ધાન્તની જુદી રીતે રજૂઆત કરવાનો પ્રયાસ વેણીમાધવ 2432HLO A History of Pre-Buddhistic Indian Philosophy
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org