________________
પાંચમું ]
વિયાહ૫eણુત્તિ ઉત્તર અપાય છે, પણ વિચિત્રતા તે એ છે કે એ ઉત્તર ગોયમ(ગૌતમ)ને સમ્બોધીને અપાયો છે. પણુવણું (૫ય ૧૬, સૂ. ૧ )માંથી આ ઉત્તર અહીં અપાયે હોવાથી તેમ બન્યું છે એમ અભયદેવસૂરિએ વૃતિ(પત્ર ૭૪ર)માં ખુલાસો કર્યો છે.
વિષય-નવકાર મન્ચનાં પાંચ પંદરૂપ પ્રથમ સુતવાળું આ અંગ મહાવીરસ્વામીના જીવન પરત્વે બીજાં બધાં અંગો કરતાં વિશેષ પ્રકાશ પાડે છે. એમાં એમના શિષ્યો અને સમકાલીન વ્યક્તિઓ વિષે નિર્દેશ છે.' એમનાં માતા દેવાનન્દા એમને વન્દન કરવા ગયાં ત્યારે તેમને પાને ચડ્યો. એમણે મહાવીર સ્વામી સામે એકકી ટસે જોયા કર્યું તેનું કારણ ગૌતમસ્વામીએ પૂછયું એટલે મહાવીરસ્વામીએ કહ્યું કે એ મારી માતા થાય છે. આ ઉપરાત આમાં અનેક બાબત છૂટીછવાઈ વિચારાઈ છે. કેટલીક વાર તે એકની એક બાબત જુદા જુદા “સ ”માં નજરે પડે છે. આથી મુખ્ય મુખ્ય બાબતે વિષે એક જ સ્થળે બધું જાણુવાનું મળે એ ઇરાદાથી ગોપાલદાસ પટેલે આ અંગના છાયાનુવાદમાં સમગ્ર ગ્રન્થને દસ ખંડમાં વિભક્ત કર્યો છે અને એમાં ચર્ચાયેલા વિષય અનુસાર એનાં નામો યોજ્યાં છે. આ નામે “ખંડ” શબ્દને બાજુ ઉપર રાખીએ તે આ વિષયનાં નામ પૂરાં પાડે છે. જેમકે (૧) સાધન, (૨) ચારિત્ર, (૩) સિદ્ધાન્ત, (૪) અન્યતીથિંક, (૫) વિજ્ઞાન, (૬) ગણિત, (૭) કુતૂહલ, (૮) દેવ, (૯) નારક અને (૧૦) અન્ય જીવ.
સ્કન્દકનું ચરિત્ર આલેખતી વેળા અભયદેવસૂરિ સ. ૨, ઉ. ૧ (સ. ૯૨)ની વૃત્તિ( પત્ર ૨૧૯, ૪. . )માં કહે છે કે મહાવીરસ્વામીના તીર્થમાં (૧૧
૧. સ. ૫, ઉ. ૪ (સુ. ૧૮૭)માં મહાવીરસ્વામીના સાત સે શિષ્યો મા જશે એ વાત છે. ૨. આનું કારણ એમ સમ્ભવે કે મહાવીરસ્વામીને જુદે જુદે સ્થળે ભિન્ન ભિન્ન વ્યક્તિઓ તરફથી પૂછાયેલી હકીકત જાણે વિહારચર્ચાનું આલેખન કરાતું હોય તેમ રજૂ થઈ છે. કેટલાક સયઅને ક્રમ કેવલજ્ઞાન પછીના એમના ચાતુર્માસના અંકની બરાબર છે. જેમકે ૧૫મું સચઅ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org