________________
તેથી વિ. સં. ૨૦૨૧ના ચાતુર્માસમાં પૂ. વાત્સલ્યસિંધુ તારકવર્ય ગચ્છાધિપતિની નિશ્રામાં પૂ. આગોદ્ધારકશ્રીના તાત્વિક વ્યા
ખ્યાને તેમજ બીજી પણ તેઓશ્રીની અપૂર્વ શ્રત ઉપાસનાને પરિચય આપનારી નાની-મોટી કૃતિઓના સંગ્રહ રૂપે દર ત્રણ મહિને “આગમ જોત” નામે ૮૦ પાનાનું નાનું પુસ્તક તૈયાર કરવાની યેજના વિચારાઈ અને તેના સંપાદનની સેવાનો લાભ આ પંક્તિના લેખકને મળે.
યથાશક્તિ બનતી કાળજી રાખી પૂ આગમદ્ધિારકશ્રીના આશયને જરા પણ આંચ આવવા દીધા વિના બનતા પ્રયત્ન અક્ષરશઃ (માત્ર વ્યવસ્થિત સંપાદન કરવા સાથે) પૂ. આગમ દ્વારકશ્રીના પ્રવચન વગેરે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.
રસાયનની જેમ તાત્વિક વાત બધાને સુગ્રાહ્ય કે સુવાચ ન બને તેથી ત્રણ વર્ષના અનુભવ પછી છેલ્લા બે વર્ષથી દર ત્રણ મહિને પ્રકટ થતા (કમ-પદ્ધતિને જરા પણ ફેરવ્યા વિના) ચારે પુસ્તકે ભેગા બાંધીને પુસ્તક રૂપે જ વર્ષના અંતે જ્ઞાનપંચમી લગભગ ચતુર્વિધ શ્રીસંઘના કરકમળમાં રજૂ કરવાનું ગ્ય ધાર્યું છે.
દેવગુરુકૃપાએ આગમિક પદાર્થોથી ભરપૂર આ સંપાદન યથાશક્તિ વ્યવસ્થિતપણે કરવા કાળજી અને પ્રયત્ન ચાલુ છતાં છદ્મસ્થ સુલભ ક્ષતિઓ બદલ સકલ સંઘ સમક્ષ મિથ્યાદુકૃત દેવા સાથે આ સંપાદનમાં વિવિધ સામગ્રી આપી મારા ઉત્સાહને વધારનાર તેમજ વિવિધ સૂચને આપી મારે માર્ગ સરળ બનાવનાર પૂ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. પૂ. ગણિવર્ય શ્રી કંચનસાગરજી મ ૫. ગણિવર્ય શ્રી સૂર્યોદયસાગરજી મ પ. મુનિરાજ શ્રી ગુણસાગરજી મ. આદિ સઘળા મહાનુભાવોના ઉપકારનું કૃતજ્ઞતા ભાવે મરણ કરી શ્રત જ્ઞાનની અપૂર્વ ભક્તિ સમા આ સંપાદનથી થએલ નિર્જરાબળે મારો આત્મા શાસનની વફાદારી સાથે એગ્ય આરાધના માર્ગે આગળ વધે તે કામના સાથે