Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
(૮)
છે અર્થાત જિન-ભાષિત છે અને સોળમું અધ્યયન સ્થવિર-વિરચિત છે.
નિયુક્તિમાં બીજા અધ્યયનને કર્મપ્રવાદ-પૂર્વમાંથી નિપૂઢ માનવામાં આવ્યું છે અને તેના પ્રારંભિક વાક્ય ઉપરથી એમ ફલિત થાય છે કે તે જિન-ભાષિત છે.
નિયુક્તિકારના ચાર વર્ગોના આધારે કર્તુત્વ પર કોઈ પ્રકાશ પડતો નથી, પરંતુ વિષય-વસ્તુ પર પ્રકાશ પડે છે. દસમા અધ્યયનનું વિષય-વસ્તુ ભગવાન મહાવીર દ્વારા કથિત છે. પરંતુ તે અધ્યયનના કર્તા ભગવાન મહાવીર નથી – એવું તે અધ્યયનના અંતિમ વાક્ય – ‘નિમ્પ માસિય” થી સ્પષ્ટ લાગે છે.
એ જ રીતે બીજા અને ઓગણત્રીસમા અધ્યયનના પ્રારંભિક વાક્યો પરથી પણ એ જ તથ્ય પ્રગટ થાય છે. છઠ્ઠા અધ્યયના અંતિમ શ્લોક પરથી પણ એ જ સૂચિત થાય છે –
एवं से उदाहु अणुत्तरनाणी अणुत्तरदंसी अणुत्तरनाणदंसणधरे ।
બરા નાથપુરો પાવે વેસાત વિયાણ II (દા? ૭) પ્રત્યેકબુદ્ધ-ભાષિત અધ્યયનો પ્રત્યેકબુદ્ધ-વિરચિત નથી. આઠમાં અધ્યયનના અંતિમ શ્લોક પરથી આ મતની પુષ્ટિ થાય છે –
इइ एस धम्मे अक्खाए कविलेणं च विसद्ध पत्रोणं ।
તરદિતિ ને ૩ કાર્દીિત તેદિં ગાદિયા ટુ નો || (દાર૦)) સંવાદ-સમુસ્થિત અધ્યયનો –નવમું અને ત્રેવીસમું પણ નમિ તથા કેશિ-ગૌતમ દ્વારા વિરચિત નથી. તેનું સમર્થન પણ તેમના અંતિમ શ્લોકા દ્વારા થાય છે –
एवं करेंति संबुद्धा पंडिया पवियक्खणा विणियद्वृति भोगेसु जहा से नमी रायरिसि ॥ (९।६२) तोसिया परिसा सव्वा सम्मग्गं समुवट्ठिया ।
संथ्या ते पसीयं तु भयवं के सिगो यमे ॥ (२३।८९) આ રીતે આપણે જોઈએ છીએ કે નિયુક્તિકારના ચાર વર્ગો ઉપરથી એટલું જ ફલિત થાય છે કે ભગવાન મહાવીર, કપિલ, નમિ અને કેશિ-ગૌતમ – આ બધાના ઉપદેશો, ઉપદેશ-ગાથાઓ કે સંવાદોને આધાર બનાવીને આ અધ્યયનો રચવામાં આવેલ છે. આ અધ્યયનો ક્યારે અને કોણે રચ્યા તે પ્રશ્નનો નિર્યુક્તિમાં કોઈ ઉક્તર મળતો નથી. ચૂર્ણિ અને બૃહદુવૃત્તિમાં પણ તે નથી. અન્ય કોઈ પણ સાધન દ્વારા પણ પ્રસ્તુત સૂત્રના કર્તાનું નામ જાણી શકાયું નથી. તેના રચનાકાળની મીમાંસા વડે આપણે એટલું જાણી શકીએ છીએ કે આ અધ્યયનો વિભિન્ન યુગોમાં થઈ ગયેલા અનેક ઋષિઓ દ્વારા ઉદ્ગીત છે.
સાંખ્ય, ન્યાય, વૈશેષિક આદિ દર્શનો ઈ.સ.પૂર્વ પમી શતાબ્દીથી લઈને ઈ.સપૂ. પ્રથમ શતાબ્દી સુધીમાં વ્યવસ્થિત રૂપ ધારણ કરી ચૂક્યા હતા. ભગવદ્ગીતા અને ઉત્તરવર્તી ઉપનિષદોનું નિર્માણ ઈ.પૂ.૫૦૦ આસપાસ થયું હતું. આત્મા, પુનર્જન્મ, મોક્ષ, કર્મ, સંસારની ક્ષણભંગુરતા, વૈરાગ્ય અને સંન્યાસની ચર્ચા આ યુગમાં વિશેષ વિકસિત થઈ હતી.
ઉત્તરાધ્યયનમાં આપણને ઈ.પૂ.૬૦૦થી ઈ.સ. ૪00 સુધીની ધાર્મિક અને દાર્શનિક ધારાનું પ્રતિનિધિત્વ કે વિકાસ પ્રાપ્ત થાય છે. સંભવિત છે કે તેમાંનો કેટલોક અંશ મહાવીર પહેલાનો પણ હોય. ચૂર્ણિમાં એવો સંકેત પણ મળે છે કે ઉત્તરાધ્યયનનું છઠું અધ્યયન ભગવાન પાર્શ્વ દ્વારા ઉપદિષ્ટ છે.
દશવૈકાલિક વીર નિર્વાણની પહેલી શતાબ્દીની રચના છે. ઉત્તરાધ્યયન એક ગ્રંથ સ્વરૂપે તેની પહેલાં સંકલિત થઈ ચૂક્યું હતું. તે કાળે તેના કેટલાં અધ્યયનો હતા તે નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી.
વીર-નિર્વાણની દસમી શતાબ્દી (૯૮૦-૯૯૩)માં દેવદ્ધિગણીએ આગમોનું સંકલન કર્યું હતું. તેમણે ઉત્તરાધ્યયના १. उत्तराध्ययन चूर्णि, पृष्ठ १५७ : केचिदन्यथा पठन्ति
एवं से उदाहु, अरहा पासे पुरिसादाणीए । भगवते वेसालीए बुद्धे परिणिबुडे ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org