Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરનારા, (૩) રાત્રિ ભજન કરનારા, (૪) સાગારિક પિંડ ખાનારા અને (૫) રાજપિંડ ખાનારા. હવે આ પાંચેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–
હુસ્તકર્મ ” આ શબ્દને અર્થ હસ્તદોષ પણ થાય છે. મૈથુન કર્મ એટલે અબ્રાનું સેવન. રાત્રિભેજન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ ચાર પ્રકારનું કહ્યું છે. રાત્રે કઈ પણ પ્રકારના અશન, પાન આદિ ખાવા તેનું નામ દ્રવ્યની અપેક્ષાએ રાત્રિભેજન છે. મનુષ્ય ક્ષેત્રના કેઈ પણ સ્થાન પર બેસીને રાત્રે ભોજન કરવું તેને ક્ષેત્રની અપેક્ષાએ રાત્રિ જન કહે છે. દિવસે વહેરી લાલા ભેજનને આખી રાત રાખી મૂકીને બીજે દિવસે ખાવું, અથવા દિવસે વહેરી લાવેલા ભેજનને રાત્રે ખાવું, રાત્રે વહેરી લાવેલા ભજનને રાત્રે ખાવું, અથવા રાત્રે લાવેલા ભેજનને દિવસે ખાવું, તેનું નામ રાત્રિભોજન છે. આ રીતે કાળની અપેક્ષાએ રાત્રિભેજનના ચાર પ્રકાર સમજવા. રાગ દ્વેષથી યુક્ત થઈને જે ભેજનને રાત્રે ઉપભેગ કરવામાં આવે છે, તેને ભાવની અપેક્ષાએ રાત્રિભોજન કહે છે. રાત્રિભેજનના આ પ્રમાણે દેશે કહ્યા છે–“સંતિ મે સુમા નાનાઈત્યાદિ–
રાત્રે સૂકમ ત્રસજીવો અને સ્થાવર જીવ દષ્ટિગોચર થતાં નથી. તેથી અહિંસા વ્રતની રક્ષા કરનારા મુનિજને રાત્રે ભિક્ષાવૃત્તિ કરતા નથી. પાણીથી ભીની થયેલી અને બીજથી યુક્ત બનેલી ભૂમિમાં ઘણું જ આવી પડતાં હોય છે. દિવસે તે સાવધાનીપૂર્વક ચાલવાથી તેમની રક્ષા થઈ જાય છે, પણ રાત્રે તે તેઓ નજરે જ નહીં પડતા હોવાથી તેમની વિરાધના થઈ જાય છે. આ પ્રકારની પરિસ્થિતિને વિચાર કરીને શ્રમણ ભગવાન મહાવીરે રાત્રે ભિક્ષાવૃતિ માટે ફરવાને અને રાત્રિભેજન કરવાને નિષેધ કર્યો છે. તથા “કરૂ વિ દુ મુવં” ઈત્યાદિ
આ ગાથાઓનો અર્થ સ્પષ્ટ છે. અગાર (દોષ) થી યુક્ત જે હોય છે, તેને સાગાર કહે છે. તે સાગાર જ સાગારિક છે. તેને શય્યાતર કહેવામાં આવેલ છે. જે સાધુએ જે શ્રાવકાદિના ઘરમાં આશ્રય લીધે હોય, તે ઘરના આહારને શય્યાતર પિડ અથવા સાગરિક પિડ કહે છે. તે સાગરિક પિંડને નિષેધ કરવાનું કારણ એ છે કે તે સદોષ હોય છે. કહ્યું પણ છે કે
નિરિકચરપરિશુદ્રો ઈત્યાદિ– શય્યાતર ગ્રહણ કરવાને તીર્થંકરોએ નિષેધ કર્યો છે, તેથી જે સાધુ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪