________________
10
અધ્યાત્મોપનિષપ્રકરણ
(સ્થાને પહોંચાતું નથી. પણ ઈચ્છત સ્થાનની દિશામાં ગતિક્રિયા ક૨વાથી જ ત્યાં પહોંચાય છે. બળતા દીવામાં પણ જો તૈલપૂરÍક્રિયા યોગ્ય સમયે ન થાય તો એ દીવો ધીમે ધીમે બુઝાઈ જાય છે. તે રીતે યોગ્ય ક્રિયા વિના ભાવનો દીપ પણ બુઝાઈ જવાની શક્યતા ૨હે છે. આ સંદર્ભમાં ઉપાધ્યાયજીએ એક તત્ત્વક ચર્ચા પ્રસ્તુત કરી છે. | વેદાન્તી વગેરે કહે છે કે “અજ્ઞાન અને જ્ઞાન અન્યોન્ય વિરોધી હોવાથી જ્ઞાનથી જ અજ્ઞાનનો નાશ થાય. માટે ક્રિયા નિરર્થક છે." - તેની સામે ક્રિયાવાદી કહે છે કે “અજ્ઞાન નષ્ટ થયા પછી પણ જ્ઞાનીને ચિત અદષ્ટ (= કર્મ) નો નાશ કરવા માટે ક્રિયાની આવશ્યકતા ઉભી જ રહે છે. જો વેદાન્તી એમ કહે કે “જ્ઞાનીને સર્વ કમ બળી ગયા હોવાથી કોઈ અદષ્ટ શેષ રહેતું નથી." તો એ યોગ્ય નથી, કારણ કે એવું માનીએ તો જ્ઞાન થયા પછી તરત જ જ્ઞાનીનું મોત થવું જોઈએ, અર્થાત્ અદષ્ટના અભાવે શરીર પણ છૂટી જવું જોઈએ. કોઈ એમ કહેતું હોય કે શરી૨ તો શિષ્યર્વાદના અદષ્ટથી ટકી રહે છે' - તો તો પછી શત્રુઓના અદષ્ટથી જ્ઞાનીના શરીરનો નાશ પણ માનવો પડે. ટૂંકમાં, ઉપાધ્યાયજી કહે છે કે આવા ઉશૃંખલા મતની ઉપેક્ષા કરીને એ વાતનો સ્વીકાર કરવો જોઈએ કે જ્ઞાનીને પણ શેષ પ્રા૨ધનામનું અદષ્ટ ખતમ ન થાય ત્યાં સુધી શરીર ટકી ૨હે છે અને એ અદષ્ટનો નાશ કરવા માટે તેને ક્રિયાનો આધાર લેવો જ પડે છે - માટે જ્ઞાનયોગની જેમ ક્રિયાયોગ પણ ધ્યેયંસેંદ્ધિ માટે આવશ્યક છે. “જે લોકો માત્ર જ્ઞાનનું અભિમાન રાખીને ક્રિયા છોડી દે છે તે જ્ઞાનક્રિયા ઉભયથી ભ્રષ્ટ થયેલા ના૨તકો છે" એમ ઉપાધ્યાય મહારાજ સ્પષ્ટ કહે છે.
(સામ્યયોગશુદ્ધિ) વિભાગ-૪ આ વિભાગમાં ગ્રન્થકારે સુંદ૨ રૂપક આપ્યું છે જ્ઞાન અને ક્રિયા ૨સ્વરૂપ બે ઘોડા સાથે જોડેલા સામ્ય૨થમાં બેસીને આ તમામ મુકતમાર્ગે પ્રયાણ કરે છે. હવે જોડા ન પહે૨વા છતાં પણ તેમને ક્ષુદ્ર કાંટા વગેરેનો ઉપદ્રવ નડતો નથી." સમતાયોગમાં ઝીલનારા સાધકની ઉચ્ચ દશાનું આ વિભાગમાં ગ્રન્થકારે ખુબ જ હૃદયંગમ વર્ણન કર્યું છે. જે જૈનેત૨ વાચકને ગીતા ના સ્થિતપ્રજ્ઞ પુરૂષની યાદ અપાવી દે એવું છે.
લોકોત્તર રામભાવમાં આરૂઢ યોગી આત્મસાધનામાં અત્યંત જાગ્રત ૨હે છે. પારકી પંચાત પ્રત્યે તે બહેશે-આંધળો અને મુંગો થઈ જાય છે. (ત્રણ વાંદરાનું ૨મકડું યાદ કરો.) સદા જ્ઞાનાનંદમાં મગ્ન રહે છે. સાધનાના પંથમાં ગમે તેવા પ્રબળ કષ્ટો સહેવા પડે, તે સમભાવે સહી લેવા તૈયાર હોય છે. સમતાસુખના સરોવ૨માં ઝીલી ૨હેલો યોગી ક્યારેય બાહ્યશુખના કીચડથી પગ બગાડતો નથી. - સૌથી મોટો સવાલ એ છે કે આવો શ્રેષ્ઠ સમભાવ શી રીતે આવે ? ગ્રન્થકારે તેનો ખુબ સુંદ૨ જવાબ આપ્યો છે – શુદ્ધ આત્મતત્ત્વ વિશે ક્રમશ: વધુને વધુ ઊંડાણમાં