________________
અધ્યાત્મોપનિષદ્ઘકરણ
લોકો લુંટાય ત્યારે અલ્પજ્ઞ લોકો ‘૨સ્તો લુટાયો' એવો વ્યવહા૨ ક૨તા હોય છે તેમ 'હું ગોરો, શામળો, રૂપાળો..' વગેરે શબ્દપ્રયોગો દ્વા૨ા, અજ્ઞાની લોકો કર્મકૃત વિકૃતિઓનો પોતાનામાં ઉપચા૨ ક૨તા હોય છે, પણ અનુભવદશામાં આવું કશું હોતું નથી.
આવા સિદ્ધ જ્ઞાનીપુરૂષોની સ્વાર્થવૃત્તિ તદ્દન નાબૂદ થઈ જાય છે અને તેથી લોક વચ્ચે રહેવા છતાં પણ તેઓ જલકમલવત્ નિર્લેપ રહી શકે છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજે અહીં ચેતવણીના સ્વરો ઉચ્ચા૨તા કહ્યું છે કે ''આવા શ્રેષ્ઠ નિર્વિકલ્પસમાધિદશાની વાતો પરિપકવ બોધવાળાને જ ક૨વી જોઈએ, નહીં કે અધૂરા બોધવાળાને. જો અધૂરા બોધવાળાને ‘તું અને આખુય જગત્ બ્રહ્મમય જ છે' એમ સમજાવાય તો અગમ્યગમન વગેરે મહા અનર્થ મચી જાય. માટે પ્રારમ્ભદશામાં તો વ્રર્તાનયમોથી અને શુર્ભાવકલ્પોથી જ ચિત્ત િક૨વાનું બતાવવું જોઈએ.''
८
ક્રિયાયોગશુદ્ધિ
વિભાગ
૩ ખુદ તીર્થંક૨ ભગવાન કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ વાહનમાં બેસીને મુસાફરી નહીં ક૨તા પગે ચાલીને જ વિહાર કરે છે, યાવત્ બધી જ મુનિચર્યાઓનું
લગભગ પાલન કરે છે. એનાથી ક્રિયાયોગ કેટલો મહત્ત્વનો છે તે સમજાય છે. પણ જ્ઞાનયોગની વાતો એટલી સોહામણી છે કે એ ભલભલા સાધકોને વિભ્રમમાં નાખી દે છે. ‘અધૂરો ઘડો છલકાય' એ કહેવત અનુસાર આજે પણ દેખાય છે કે કેટલાય સાધકો અનુભવજ્ઞાન, નિરાલમ્બન યોગ કે ધ્યાન-અધ્યાત્મના નામે ક્રિયાયોગને સર્વથા ત્યજી દઈ ત્રિશંકુ દશામાં મુકાઈ જાય છે. કેટલાક તો એમ પણ માનતા થઈ જાય છે કે આપણે તો યોગ અને ધ્યાનમાં ચઢી ગયા, એટલે હવે આચ૨ણર્શોની કોઈ કીંમત નથી. તેવાને ચીમકી આપતા પૂ.ઉપા. મહારાજ કહે છે કે “અદ્વૈતતત્ત્વ બોધમાં લીન થયેલાઓ પણ જો સ્વચ્છંદ આચરણ કરે તો પછી અચિભક્ષણ ક૨તા કૂતરાઓ અને એ કહેવાતા તત્ત્વજ્ઞાનીઓમાં શું તફાવત રહ્યો ?!'' ખરેખ૨ જેઓ તત્ત્વજ્ઞાની હોય છે તેમના જીવનમાં ક્યારેય એવી સ્વચ્છંદ પ્રવૃત્તિઓને સ્થાન હોતું નથી સ્વભાવથી જ તેઓ યથાશક્ય શુભપ્રવૃત્તિઓમાં આદ૨વાળા હોય છે.
કેટલાક એમ સમજે છે કે ‘“જો ભાવ હાજ૨ હોય તો પછી ક્રિયા નકામી છે. કા૨ણ કે ક્રિયાથી પણ આખરે તો ભાવ જ લાવવાનો હોય છે. જો ભાવ ન હોય તો એકલી ક્રિયાનો પણ કાંઈ અર્થ નથી. આમ બંને રીતે ક્રિયા નકામી છે.'' આની સામે ઉપાધ્યાયજી કહે છે કે ભાવ વગરની ક્રિયા પણ ભાવને સિદ્ધ ક૨વા માટે ખૂબ ઉપયોગી છે અને ભાવ હોય તો તેને સ્થિર અને પુષ્ટ બનાવવા માટે ય ક્રિયા ઉપયોગી છે. આમ બંને રીતે ક્રિયાનું મહત્ત્વ છે. ક્રિયાયોગના સમર્થન માટે ત્યાં સુધી કહ્યું છે કે ક્રિયા વગ૨નું જ્ઞાન સાવ નિરર્થક છે, બોજરૂપ છે. રસ્તાના જ્ઞાન માત્રથી ઈચ્છિત
-