Book Title: Shrut Upaasako ane Saahity Sarjan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/249547/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदसणस्स श्री आनंद-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गूरूभ्यो नम: શ્રુતઉપાસકો અને સાહિત્યસર્જન લઘુ શોધ નિબંધ મુનિ દીપરત્નસાગરજી [ M.com., M.Ed., Ph.D.] Page #2 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स आनंद-क्षमा-ललित-सुशील-सुधर्मसागर गूरूभ्यो नमः શ્રુતઉપાસકો અને સાહિત્યસર્જન પ્રસ્તુતતકર્તા:- મુનિશ્રી દીપરત્નસાગર લેખક પરિચય:- શ્રી ચતુર્વિધ સંઘ-તવારીખની તેજછાયા' શીર્ષકબદ્ધ આ ગ્રંથ અન્વયે વિભાજિત કરાયેલ ચાર ઘટકો અંતર્ગત્ પ્રથમ ઘટક છે-“શ્રમણો”, જેને ‘જિનશાસનના આધારસ્તંભો' નામથી પ્રસ્તુત કરાયેલ છે. તેમાં પસંદગી પામેલા વિભિન્ન વિષયોમાં શ્રુત અર્થાત્ જ્ઞાનગુણ આધારિત વિષયોનું પ્રાચુર્ય દ્રષ્ટિગોચર થાય છે. સ્વાધ્યાય એ શ્રમણજીવનનું પ્રાણતત્વ હોવાથી શ્રુતની ઉપાસના શ્રમણોને અસ્થિમજ્જાવત્ પરિણમેલી હોય જ, પરંતુ આ શ્રુતઉપાસના પ્રગટ અને અપ્રગટ-ઉભય સ્વરૂપે થતી હોય છે. અપ્રગટ અર્થાત્ અત્યંતર સ્વરૂપે થતી શ્રુતઉપાસના મુખ્યત્વે આરાધનાના ઉદ્દેશ કે સ્વાધ્યાય હેતુની સિદ્ધિ અર્થે થાય છે, જયારે પ્રગટ શ્રુતઉપાસના અંતર્ગત્ શ્રુત-સાહિત્ય કે ગ્રંથ સર્જનરૂપ કાર્યો ફલાન્વિત થતાં હોય છે. અત્રે આવા જ સાહિત્યસર્જનોની ઝાંખી કરાવવાનો મુનિશ્રીનો નમ્ર પ્રયાસ છે, મુનિશ્રી દીપરત્નસાગર સન્મુખ જયારે શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [2] મુનિ દીપરત્નસાગરજી Page #3 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રન્થની યોજના રજૂ કરી ત્યારે જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ સંબંધી અનેક વિષયો રજૂ કર્યા. આ વિવિધ વિષયોમાં જ્ઞાનક્ષેત્રને સ્પર્શતા વિષયોએ તેમનું ધ્યાન વિશેષ આકૃષ્ટ કર્યું. શ્રુતપાસના એ મુનિશ્રીના જીવન સાથે વિશેષથી વણાયેલું અંગ હોવાથી તે વિષય ઉપર તેમની દ્રષ્ટિ સૌ પહેલા ઠરે. મુનિશ્રી પૂર્વાવસ્થામાં પણ એજ્યુકેશન, કોલેજ, ભાવનગરમાં પ્રોફેસર, પેપરસેટર અને એક્ઝામિનર રહી ચુક્યા છે. ભલે મિથ્યાજ્ઞાન હતું, તો પણ મુનિશ્રી જ્ઞાનમાર્ગના પ્રવાસી તે હતા જ. સમ્યકપણાનો સ્પર્શ પામતા જ મુનિ ગૃહસ્થાવાસ છોડીને સાધુપણાને પામ્યા. પણ જ્ઞાનમાર્ગના પથિક આ જીવને ચારિત્ર અંગીકાર કર્યા પછી પણ શ્રુતારાધના પરત્વેનો લગાવ ખેંચતો જ રહ્યો. બે વર્ષ પર્યન્ત સૂત્રો, પ્રકરણો, તત્વાર્થ, વ્યાકરણ, આદિ અનેક વિષયોનો અભ્યાસ કરી, શ્રુતારાધનાનું પ્રગટ સ્વરૂપ અભિવ્યક્ત કરવાના કોડ જાગ્યા. સાહિત્યસર્જનની વાટ પકડી. બસ પછી તો કલમ આજ પર્યન્ત અટકી જ નથી. ગુજરાતી-હિન્દી-સંસ્કૃત-અંગ્રેજી અને પ્રાકૃત પાંચે ભાષામાં અને અનેકવિધ વિષયોમાં કાર્ય કરતા પાંચસો પંચાવન પુસ્તકોના પ્રકાશન કર્યા. આવા શ્રુત અને સાહિત્યની દુનિયાના અધિકૃત વ્યક્તિ દ્વારા આ પુસ્તકમાં ચૌદમી સદી સુધીના સાહિત્યસર્જનોની પ્રાપ્તમાહિતીને રજૂ કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. પૂજ્યશ્રીની જ્ઞાનસાધનાને ભાવથી વંદીએ છીએ ....(શ્રી નંદલાલ દેવલુક) શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [3] મુનિ દીપરત્નસાગરજી Page #4 -------------------------------------------------------------------------- ________________ '- આરંભિક કથન ) જ્ઞાનચ નં વિરતિઃ એ ઉક્તિને હૃદયસ્થ કરીએ તો સર્વવિરતિના સર્વોચ્ચ સાધક એવા શરીરી પુરુષોત્તમ અરહંત ભગવંતો જ શ્રુતના સર્વશ્રેષ્ઠ ઉપાસકો હતા. વિશાળ-વિરાટઆગમ સાહિત્યનું વિવિધ અર્થો દ્વારા, પ્રજ્ઞાપના દ્વારા, આખ્યાયના દ્વારા,પ્રરૂપણા દ્વારા પ્રતિપાદન કરનારા તીર્થકરોનું શ્રેષ્ઠ સાહિત્યસર્જકો રૂપે ગુણકીર્તન કરવું જોઈએ, પરંતુ પ્રવર્તમાન કાલે આપણે ગ્રંથસ્થ-લિપિબદ્ધ કે મુદ્રિત સાહિત્યને જ સાહિત્યરૂપે આદરપાત્ર ગણીએ છીએ, તો પણ આવા સાહિત્યનું પગેરું છેક ગણધર ભગવંતો સુધી પહોચે છે. ગણધર ભગવંતોથી આરંભાયેલ આ સાહિત્યયાત્રા આગમકાલના મુકામોથી પસાર થઈને વીર પરમાત્માની પ્રથમ આદિ શતાબ્દીથી આગળવધતી... વિક્રમ સંવતની પહેલી સદીને સ્પર્શતી વિક્રમની વીસમી સદી પર્યન્ત આલેખેલી છે અને ત્યાર પછી પણ આજ પર્યન્ત આ સાહિત્યયાત્રા આગળ ધપી રહી છે. અર્ધમાગધી ભાષાથી અને આગમ સાહિત્યથી આરંભ પામેલી આ યાત્રામાં ભાષાઓ બદલાઈ, વિષયો અનેક સ્વરૂપે સ્થાન પામ્યા. રજૂઆત અને શૈલીઓ પરિવર્તિત થઇ. લિપિઓની સાથે સાથે ભાષાકીય સ્વરૂપોમાં પણ બદલાવો આવ્યા. સાહિત્યનું સ્તર પણ બદલાયું. છતાંયે આ સાહિત્યયાત્રાની વણથંભી કૂચ અદ્યાપિ પ્રવર્તમાન છે શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [4] મુનિ દીપરત્નસાગરજી Page #5 -------------------------------------------------------------------------- ________________ -:આગમકાલીન સાહિત્ય: ભગવંત મહાવીરથી ૯૮૦ વર્ષ પર્યન્તનો સાહિત્યનો ગાળો વિક્રમ-સંવત પૂર્વે ૪૭૦ વર્ષથી વિક્રમ-સંવત ૫૧૦ સુધીનો છે ગણધર રચિત દ્વાદશાંગી ભગવંત મહાવીરનો જન્મ વિક્રમ સંવતના ૫૪૨ વર્ષ પૂર્વે થયો. ભગવંત મહાવીરને કેવળજ્ઞાન થયાના બીજા દિવસે અર્થાત વૈશાખસુદ-૧૧ ના દિવસે સંઘસ્થાપના થઇ ત્યારે ગૌતમ આદિ અગિયાર ગણધરોએ આચારાંગ આદિ બાર અંગસૂત્રોની રચના કરી. એ રીતે પ્રગટપણે સાહિત્ય સર્જનના યુગનો આરંભ ભગવંત મહાવીરના શાસનમાં ભગવંતના કેવળજ્ઞાન પછી અર્થાત્ વિક્રમ સંવત પૂર્વે આશરે ૫૦૦ વર્ષો પૂર્વે થયો તેમ કહી શકાય. ગણધર ભગવંતોએ પોતાના વિશિષ્ટ ક્ષયોપશમથી આચારાંગ, સૂત્રકૃતાંગ, ઠાણાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, નાયાધમ્મકથાંગ, ઉપાસકદસાંગ, અંતગડદસાંગ, અનુત્તરોપપાતિકદસાંગ, પ્રશ્ન-વ્યાકરણદાંગ, વિપાકશ્રુત અને દ્રષ્ટિવાદ એ બાર અંગસૂત્રોની રચના કરી. આ હતું આપણા આ શાસનના વિશિષ્ટ શ્રુતધર પુરુષો દ્વારા કરાયેલું પ્રથમ સાહિત્યસર્જન. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [5] મુનિ દીપરત્નસાગરજી Page #6 -------------------------------------------------------------------------- ________________ ભગવંત મહાવીરના હસ્તદીક્ષિત શિષ્યો દ્વારા રચાયેલા ૧૪૦૦૦ પ્રકીર્ણક સૂત્રો, તે હતું આ શાસનનું બીજું મહત્વનું સાહિત્યસર્જન, જેમાં શ્રી વીરભદ્રગિણિએ રચેલ આઉર પચ્ચફખાણ અને ચઉસરણ પયાન્નાસૂત્ર એ બે પયન્નાનો ઉલ્લેખ અને તે-તે સૂત્રો આજે પણ ઉપલબ્ધ છે. ત્યાર પછી સુધર્માસ્વામીના શિષ્ય જંબુસ્વામી થયા, તેમના શિષ્ય પ્રભવસ્વામી થયા અને પ્રભવસ્વામીના શિષ્ય ચૌદ પૂર્વધર શય્યભવસૂરિજી થયા તેઓએ (લગભગ) વીર સંવત ૭૨ માં દશવૈકાલિક સૂત્રની રચના (ઉદ્ધરણા) કરી. જે આજે પણ ઉપલબ્ધ છે અને શાસન પ્રવર્તશે ત્યાં સુધી રહેશે. આ સમયગાળામાં ઔપપાતિક આદિ કાલિક-ઉત્કાલિક સૂત્રોની પણ રચનાઓ થઇ. જે પછીથી ઉપાંગસૂત્રો, મૂલસૂત્રો, છેદસૂત્રો, ચૂલિકાસૂત્રો આદિ નામથી પ્રસિદ્ધિ પામ્યા...... -----+-----+-----+-----+----- હવે આપણે આગમોત્તર થયેલા વિવેચન સાહિત્ય પ્રતિ દૃષ્ટિપાત કરીએ >>> શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [6] મુનિ દીપરત્નસાગરજી Page #7 -------------------------------------------------------------------------- ________________ -: નિર્યુક્તિ આદિ સાહિત્યનું સર્જન : શ્રી ભદ્રબાહસ્વામી: શ્રી શય્યભવસૂરિજીના શિષ્ય યશોભદ્રસ્વામી થયા. તેમની પાટ પરંપરામાં બે વિશિષ્ટ મહાત્માઓ થયા, જેમાંના ચૌદ પૂર્વધર એવા ભદ્રબાહુસ્વામીજી પ્રગટ અને વિશિષ્ટ સૃતોપાસક હતા. આ પૂજ્યશ્રીની ભૃતોપાસનાના પરિપાક સ્વરૂપે જે સાહિત્યસર્જન થયું તેને આપણે ત્રણ મુખ્ય વિભાગમાં વિભાજીત કરી શકીએ છીએ– (૧) આગમસૂત્ર રૂપ સાહિત્ય, (ર) નિર્યુક્તિ સ્વરૂપ સાહિત્ય અને (૩) અન્ય સાહિત્ય. (૧) આગમસાહિત્ય:- જેમાં દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ સૂત્ર, વ્યવહારસૂત્ર, મુખ્ય છે. તેમજ પર્યુષણા-પર્વમાં નિયમિત રીતે વંચાતું એવું કલ્પસૂત્ર જે દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયન સ્વરૂપ ગણાય છે તે. (૨) નિર્યુક્તિસાહિત્ય:- ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ સૂત્રોના અર્થોને વિશેષ સ્પષ્ટ કરવા માટે અર્ધમાગધી ભાષામાં જે નિર્યુક્તિઓ પદ્યબદ્ધ કરી તે અંગે શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [] મુનિ દીપરત્નસાગરજી Page #8 -------------------------------------------------------------------------- ________________ પદ્મમંદિરમણિકૃત ઋષિમંડલ પ્રકરણની (સંવત ૧૫૫૩માં રચેલ) ટીકામાં જણાવે છે કે તેમણે – (૧) આવશ્યક, (૨) દશવૈકાલિક, (૩) ઉત્તરાધ્યયન, (૪) આચારાંગ, (૫) સૂત્રકૃતાંગ, (૬) દશાશ્રુતસ્કંધ (૭) બૃહત્કલ્પ, (૮) વ્યવહાર, (૯) સૂર્યપ્રજ્ઞપ્તી, (૧૦)ઋષિભાષિત. એ દશ સૂત્રો પર નિર્યુક્તિરૂપ સાહિત્યનું સર્જન કર્યું. આ ઉપરાંત ઓઘનિર્યુક્તિ અને પિંડનિર્યુક્તિની સ્વતંત્રપણે રચના કરી. સંસક્ત નિર્યુક્તિ પણ તેઓની રચના છે તેવું કહેવાય છે. (૩) અન્ય સાહિત્ય:- ભદ્રબાહુસ્વામી રચિત અન્ય સાહિત્યમાં ઉવસગહર સ્તોત્ર તો અદ્યાપિ પ્રસિદ્ધ છે જ, તદુપરાંત સવા લાખ શ્લોક પ્રમાણ અને પ્રાકૃત ભાષામાં રચાયેલ “વસુદેવચરિત્ત પણ ભદ્રબાહુસ્વામીજીની રચના છે. જ્યોતિષ પર ભદ્રબાહુસંહિતા પણ રચેલી છે. તેઓ વીરનિર્વાણ પછી ૧૭૦ વર્ષે સ્વર્ગે સંચર્યા. -----+-----+-----+-----+-----+----- શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [8] મુનિ દીપરત્નસાગરજી Page #9 -------------------------------------------------------------------------- ________________ -:અન્ય આગમ-સાહિત્ય સર્જન: ભદ્રબાહુસ્વામીજીની પાટે સ્થૂલભદ્રસ્વામી આવ્યા, જેઓ વીર નિર્વાણ ૨૧૯માં વર્ષે સ્વર્ગે સંચર્યા. તેમના બહેન યક્ષાસાધ્વી દેવી-સહાયથી જયારે સીમંધરસ્વામી ભગવંત પાસે ગયા ત્યારે ચાર ચૂલિકાઓ સાથે લાવેલા. ૨. વિમુક્તિ, ૧. ભાવના, ૩. રતિકલ્પ, ૪. વિવિક્તચર્યા. આ ચાર ચૂલિકામાંથી બે આચાર સૂત્રને અંતે અને બે દશવૈકાલિક સૂત્રને અંતે ગોઠવવામાં આવી, જેને સાહિત્ય-સર્જન ન કહીએ તો પણ સાહિત્યની પ્રાપ્તિરૂપે તો અવશ્ય સ્વીકારવું જ રહ્યું. વિક્રમ સંવત ૫૧૦માં શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે વલ્લભી-વાચના ગોઠવી, તે વખતે થયેલ આગમવાચનાના કાળે દેવવાચકે ‘નંદિસૂત્ર’ ની રચના કરી. આ નંદીસૂત્ર તેમજ પાક્ષિકસૂત્ર નામક બંને સૂત્રમાં આગમોનાં નામોનો ઉલ્લેખ છે. તે મુજબ:--- શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [9] મુનિ દીપરત્નસાગરજી Page #10 -------------------------------------------------------------------------- ________________ છ આવશ્યક, અંગબાહ્ય કાલિકસૂત્રો, અંગબાહ્ય ઉત્કાલિકસૂત્રો ઈત્યાદિ બાર અંગો સિવાયના અંદાજે ૭૨ જેટલાં આગમોનાં નામો જોવા મળે છે, પણ તે પ્રત્યેક આગમ-સાહિત્યનું સર્જન ક્યારે થયું? કોણે કર્યું? તે સંબંધી માહિતી પ્રત્યેક આગમસૂત્રના વિષયમાં પ્રાપ્ત થતી નથી, તો પણ આ વાતનો ઉલ્લેખ એટલા માટે કરેલ છે કે જે આગમોનાં નામો ઉપલબ્ધ થાય છે, તેનો પરિચય પણ પ્રાપ્ત થાય છે તેથી તે-તે સાહિત્યનું સર્જન કોઈને કોઈ શુતોપાસક દ્વારા તો થયું જ છે. -----0---0---------------0---------- શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [10] મુનિ દીપરત્નસાગરજી Page #11 -------------------------------------------------------------------------- ________________ વીર ભગવંતની ત્રીજી કે ચોથી સદી ઉમાસ્વાતિજી: વાચકવર ઉમાસ્વાતિજીનું નામ સાહિત્યસર્જનમાં ઘણા જ આદરથી ગ્રહણ કરાય છે. કદાચ જૈન સાહિત્યવિશ્વમાં સંસ્કૃત ભાષાના યુગના આદિકર્તા સમાન તેઓને ગણીએ તો પણ અનુચિત નહી ગણાય. તેઓએ સમસ્ત જૈન દર્શનના સંદોહનરૂપ તત્વાર્થાધિગમસૂત્રની રચના કરી. આનંદાત્મક આશ્ચર્યની વાત એ છે કે આ એવું વિશિષ્ટ સાહિત્ય સર્જન છે જે શ્વેતાંબર-દિગંબર આદિ સર્વે જૈનસંપ્રદાયોમાં આજ પર્યન્ત માન્ય છે. આ તત્વાર્થસૂત્ર પર શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયના અનેક વિદ્વાનોની રચેલી ટીકાઓ હજી પણ ઉપલબ્ધ છે. ઉમાસ્વાતિજી સર્જિત અનેક સાહિત્યોમાં ૫૦૦ પ્રકરણ ગ્રંથોની રચના થયાનું કહેવાય છે, જેમાં પ્રશમરતિ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, પૂજાપ્રકરણ, જંબુદ્વીપસમાસ પ્રકરણ, ક્ષેત્ર વિચાર ઈત્યાદિ ગ્રંથો ઉપલબ્ધ છે. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [11] મુનિ દીપરત્નસાગરજી Page #12 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્યજીએ તેઓના સિદ્ધહેમ વ્યાકરણમાં ઉત્કૃષ્ટડનુપેન' સૂત્રમાં ઉમાસ્વાતિજીને ઉત્કૃષ્ટ સંગ્રહકર્તા સ્વરૂપે ઓળખાવેલાં છે. પાદલિપ્તસૂરિ: વિક્રમરાજાના કાળમાં આ આચાર્ય થયાનું કહેવાય છે. તેને પાલિપ્તસૂરિ પણ કહે છે. પ્રાકૃત અને સંસ્કૃત સાહિત્યયુગમાં તેમના સર્જેલ સાહિત્યમાં તરંગવતી નામે પ્રાકૃત ભાષામાં રચાયેલી અદભુત કથા છે. તદ ઉપરાંત જૈન નિત્યકર્મ, જૈન દીક્ષા, પ્રતિષ્ઠા વિધિ, શિલ્પનો ગ્રંથ નિર્વાણકલિકા, જ્યોતિષ કરંડક પર પ્રાકૃત ટીકાની રચનાઓ મુખ્ય છે. તેઓ પ્રતિષ્ઠિત કવિ હતા. તેમના નામ પરથી પાલિતાણાની સ્થાપના થઈ છે. સિદ્ધસેનસૂરિજી: જેની પ્રશંશાસ્તુતિ હરિભદ્રસૂરિજી, મુનિરત્નસૂરિજી, પ્રભાચંદ્રસૂરિજી, પ્રદ્યુમ્નસૂરિજી જેવા મૂર્ધન્ય વિદ્વાનોએ કરી છે. તે સિદ્ધસેન દિવાકર નામે પ્રસિદ્ધિ પામેલા આ શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [12] મુનિ દીપરત્નસાગરજી Page #13 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય એ અનેક સાહિત્યનું સર્જન કરી,તેની જૈન જગત દ્વારા વિશ્વને ભેટ આપી છે. તેઓ પ્રમાણ શાસ્ત્રના પ્રતિષ્ઠાપક આચાર્ય હતા. તેમનાથી તર્કપ્રધાન પરંપરાનો યુગ આરંભ થયો. તેમણે ન્યાયાવતાર, સન્મતિતક પ્રકરણ, દ્વાત્રિશત્કાત્રિશિકા (કે જેમાં અનેકવિધ વિષયોને વિવિધ છંદો વડે કાવ્યાનુબદ્ધ કરાયા છે). તથા કલ્યાણમંદિર સ્તોત્ર તેઓની મંત્રશક્તિ અને ભક્તિબુદ્ધિના પ્રતીક જેવું સ્તોત્ર છે. કોઈક સિદ્ધસેનને જ ગંધહસ્તિ નામે ઓળખાવે છે. જો આ મત સાચો માનીએ તો આચારાંગના શસ્ત્રપરિજ્ઞા પરનું ગંધહસ્તિ વિવરણ પણ તેમની કૃતિ છે તેવું માનવું પડે. તેમની ગણના કવિપ્રભાવક રૂપે પણ થાય છે. તેમનું વૃદ્ધિવાદીના શિષ્ય રૂપે કુમુદચંદ્ર નામ હતું. પછીથી તેઓ સિદ્ધસેન-દિવાકર નામે પ્રસિદ્ધ થયા. વિમલસૂરિજી: | વિક્રમ સંવત ૬૦ માં વિમલસૂરિએ પઉમચરિયની (જૈન રામાયણની) રચના પ્રાકૃતભાષામાં કરી. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [13] મુનિ દીપરત્નસાગરજી Page #14 -------------------------------------------------------------------------- ________________ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આદિ: પૂજ્યશ્રી મલયગિરિજી જેવા મૂર્ધન્ય વિદ્વાને તેમજ શ્રી મુનિચંદ્રસૂરિજી અને શ્રી તિલકઆચાર્ય આદિએ પણ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની પ્રશંશા કરી છે. આચાર્ય મલવાદી: પ્રભાવક ચરિત્રમાં આચાર્ય શ્રીમલવાદીની સ્તુતિ નજરે પડે છે. ત્રીજીથી આઠમી સદીમાં આ વિવિધ જૈનાચાર્યો થયા તેમાંના કેટલાક શ્રેતોપાસકોની સાહિત્ય સાધનાની અહીં કિંચિત ઝાંખી રજુ કરેલ છે. દેવગુપ્તાચાર્ય જેઓ છઠ્ઠી સદીમાં થયા તેમણે ત્રિપુરુષચરિત્રની રચના કરેલી. શીલાંકાચાર્ય તેઓએ આચાર અને સૂત્રકૃત એ બે અંગસૂત્રોની વૃત્તિની રચના કરેલી. તદુપરાંત તેમની જીવસમાસ' પર વૃત્તિ પણ મળે છે. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [14] મુનિ દીપરત્નસાગરજી Page #15 -------------------------------------------------------------------------- ________________ ધનેશ્વરસૂરિ વિક્રમ સંવત ૪૭૭માં આ પૂજ્યશ્રીએ શત્રુંજય માહાસ્યની રચના કરી. મલવાદીસૂરી દ્વાદશાર નયચક્રવાલ નામનો ન્યાયનો ગ્રંથ આ પૂજ્યશ્રી એ રચેલો. બૌધાચાર્ય ધર્મકીર્તિના ન્યાયબિંદુ ગ્રંથ પર તેઓએ ધર્મોત્તર ટિપ્પણકની રચના કરી છે. સન્મતિતર્કવૃત્તિ ઈત્યાદિ ગ્રંથો રચ્યા. હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ વિદ્વાને તેમનો તાર્કિક શિરોમણી રૂપે ઉલ્લેખ કર્યો છે. એક મતે મલ્લવાદીસૂરિ વિક્રમ સંવત ૪૧૪ માં થયા. શિવશર્મસૂરિ અંદાજે પાંચમી સદીમાં થયેલા આ આચાર્ય કર્મસાહિત્ય-વિશારદ હતા. તેઓએ ૪૭૫ ગાથાનો કર્મ પ્રકૃતિ નામક ગ્રંથ રચ્યો. તેમ જ છ પ્રાચીન કર્મગ્રંથોમાં પાંચમો શતક નામનો કર્મગ્રંથ પણ રચેલો છે. ચંદ્રષિ મહત્તર ૯૬૩ ગાથાનો પંચસંગ્રહ રચ્યો. તેના પર ૯૦૦૦ શ્લોકપ્રમાણ સ્વોપજ્ઞવૃત્તિની રચના કરી છે. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [15] મુનિ દીપરત્નસાગરજી Page #16 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધસેનગણિ શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણના કાળમાં સિદ્ધસેનગણિ થયા. પૂજ્યઉમાસ્વાતિ રચિત 'તત્વાર્થાધિગમસૂત્ર પર તેમની રચેલી વિશાળ ટીકા તેઓનું ઉત્તમ સાહિત્યસર્જન છે. આગમપ્રધાન વિદ્વતાથી યુક્ત આ શ્રમણ, શ્રીદિજાગણિના શિષ્ય સિંહગિરિના પ્રશિષ્ય હતા. તેમણે પોતાની તત્વાર્થ ટીકામાં પ્રમાણ-નય પર વિસ્તૃત ચર્ચા કરી છે. હરિભદ્રસૂરિ જૈન સાહિત્યજગતમાં શીર્ષસ્થ વિદ્વાનોમાં જેમનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયું છે તેવા ૧૪૪૪ ગ્રંથોના રચયિતા અજોડ સાહિત્ય-સર્જક તે આ હરિભદ્રસૂરિજી. તેઓએ કેટલાક આગમોની સંસ્કૃત વૃત્તિ પણ રચી છે. જૈન યોગની શૃંખલાબદ્ધ વ્યવસ્થા કરી કેટલાક ગ્રંથો પણ વૃત્તિ રૂપે રચેલા છે. પ્રાકૃતમાં સમરાદિત્ય કથા પણ રચી છે. લલિતવિસ્તરા અને ધર્મબિંદુ શ્રાવક ધર્મવિધિ, પંચાશક, ષોડશક, અનેકાંતવાદ પ્રવેશ, અષ્ટકપ્રકરણ, શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [16] મુનિ દીપરત્નસાગરજી Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ, પંચસૂત્રવૃત્તિ, શાસ્ત્રવાર્તા-સમુચ્ચય અને પંચવસ્તુ જેવા ગ્રંથો પણ રચેલા છે. અને મહાનિશીથ આગમગ્રંથનો જીર્ણોદ્વાર પણ કરેલો છે. વર્તમાનકાળે પણ તેમની ૮૨ રચનાનું અસ્તિત્વ જોવા મળે છે. યાકિનીમહત્તરાધર્મસુનુ' ના વિશેષણથી પોતાને પ્રસિદ્ધ કરનારા અને ભવવિરહ કવિ એવા આ શ્રુતોપાસક રચિત ‘સંસાર-દાવાનલ' એ આદ્ય અક્ષરોથી પ્રસિદ્ધ સ્તુતિ આજે પણ આઠમના પ્રતિક્રમણમાં સ્તુતિરૂપે અને પદ્મિ પ્રતિક્રમણમાં સજ્ઝાયરૂપે બોલાય છે. બહેનો નિત્ય પ્રતિક્રમણમાં ષડાવશ્યકની પૂર્ણાહૂતિ બાદ સમૂહમાં બોલે છે. તેમનું રચિત ‘સંબોધપ્રકરણ' આચાર સંબંધી અનન્ય સ્પષ્ટીકરણો આપે છે તો પંચિદિય સૂત્ર' નામક આદ્યાક્ષરોથી પ્રસિદ્ધ સૂત્ર ગુરુ સ્થાપનારૂપે આજે પણ પ્રયોજાય છે. તેમના સર્જિત સાહિત્ય અને તે સાહિત્યનો પરિચય આપવા પુરુષાર્થ કરીએ તો એક લેખ નહિ પણ એક પુસ્તિકા તૈયાર થઇ જાય. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [17] મુનિ દીપરત્નસાગરજી Page #18 -------------------------------------------------------------------------- ________________ સંઘદાસ ક્ષમાશ્રમણ અંદાજે સાતમી સદીમાં થયા. તેઓએ પંચકલ્પમહાભાષ્યની રચના કરી. વસુદેવહિંડી નામક ગ્રંથ પણ પ્રાકૃતમાં તેમણે આરંભેલો જે ધર્મસેન ગણિએ પૂર્ણ કરેલ. માનતુંગાચાર્ય ભક્તામરસ્તોત્ર' જેવી મંત્ર-ગર્ભિત અને ભક્તિસભર રચના તેમનું સર્જન છે, જે દિગંબર-શ્વેતાંબરસ્થાનકવાસી આદિ સંપ્રદાયોમાં આજ પર્યત માન્ય છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિક્રમ સંવત ૬૪૫ માં થયેલ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ હરિભદ્રસૂરિની પૂર્વે થયા. આ ક્ષમાશ્રમણે ‘વિશેષાવશ્યક ભાષ્ય' નામે એક સચોટ સાહિત્ય-સર્જન કરેલ છે. આવશ્યક આગમ પરત્વે રચાયેલ આ ભાષ્ય એ વર્તમાનકાલીન ગણધરવાદને પ્રદાન કર્યો છે. આ ભાષ્યની સ્વોપજ્ઞટીકા પણ તેમણે રચી. તદુપરાંત બૃહત્ સંગ્રહણી અને બૃહત્ ક્ષેત્રસમાસ જેવા જૈન ભૂગોળના ગ્રંથોની પણ રચના કરી છે. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [18] મુનિ દીપરત્નસાગરજી Page #19 -------------------------------------------------------------------------- ________________ વિશેષણવતી નામક ૪૦૦ ગાથાનો પ્રકરણ ગ્રંથ અને દશવિધ પ્રાયશ્ચિત્તયુક્ત જીવકલ્પસૂત્રની રચના કરી છે. તેમણે ધ્યાનશતક પણ રચેલ છે. ભાષ્યકાર રૂપે વિશેષ પ્રસિદ્ધ બે જ નામો આપણી સન્મુખ આવે છે. જેમાં (૧) શ્રી સંઘદાસ ગણિ છે અને (૨) જિનભદ્ર ગણિ છે. તેઓ આગમ પરંપરાના મહાન સંરક્ષક હતા. હેમચંદ્રાચાર્યએ તેમને ઉત્કૃષ્ટ વ્યાખ્યાતા રૂપે ઓળખાવેલ છે. પૂજ્ય શ્રીજિનભદ્રગણના વિશેષ-આવશ્યક ભાષ્ય પર કોટ્યાચાર્ય નામક આચાર્યની ટીકા પણ પ્રાપ્ત છે. જિનદાસ ગણિ મહત્તર આઠમી સદીમાં થયેલા આ આચાર્યશ્રીનું નામ કાને પડતાં જ આગમ સૂત્રો પરનું ચૂર્ણ સાહિત્ય નજરે તરવરે છે. નંદિસૂત્ર હોય કે આવશ્યક; નિશીથસૂત્ર હોય કે અન્યઆગમ, ચૂર્ણ સાહિત્યકાર રૂપે મુખ્યતયા આ જિનદાસ ગણિ મહત્તર જ તે સાહિત્યના સર્જનકાર રૂપે નજરે પડે છે. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [19] મુનિ દીપરત્નસાગરજી Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યોતનસૂરિ હરિભદ્રસૂરિના શિષ્ય હતા. વિક્રમ સંવત ૮૩૪માં તેઓએ કુવલયમાલા' નામક પ્રાકૃત-કથાની રચના કરેલી. તેઓ દાક્ષિણ્યાંક સૂરિ નામે પણ પ્રસિદ્ધ છે. આ કથા પ્રાકૃત સાહિત્યમાં અમૂલ્યરત્ન સમાન છે. સિદ્ધર્ષિસૂરિ | વિક્રમની દશમી સદીમાં આ આચાર્ય થયાનું કહેવાય છે. તેમનું ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન- “ઉપમિતિ ભવપ્રપંચ- કથા' છે. આ એક વિશાળ મહારૂપક ગ્રંથ છે. તેનું સાહિત્યમૂલ્ય પણ ઘણું જ ઊંચું છે. તેમણે હરિભદ્ર-સૂરિની અનુપમ સ્તુતિ કરેલી છે. તેમને તેઓ ધર્મબોધકર રૂપે ઓળખાવે છે. તેઓએ શ્રી ચંદ્રકેવલીચરિત્ર પ્રાકૃતમાંથી સંસ્કૃતમાં રૂપાંતરિત કર્યું . ધર્મદાસગણિની પ્રાકૃત ઉપદેશ-માળા પર સંસ્કૃત ટીકા લખેલી છે. સિદ્ધસેન દિવાકર કૃત ન્યાયાવતાર ગ્રંથ ઉપર સિદ્ધ વ્યાખ્યાનિકા વૃત્તિ રચી છે. ----0-----0---0-----0-----0----- શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [20] મુનિ દીપરત્નસાગરજી Page #21 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત સાહિત્ય ઉત્કર્ષયુગ વિક્રમ સંવત ૧૦૦૧ થી ૧૨૩૦] જંબુ ચંદ્રગચ્છમાં જંબુ(જંબુનાગ) નામેં સાધુ થયા. તેમનો કાળ સંવત ૧૦૦૫ ગણાય છે. તેઓએ મણિપતિચરિત્ર, જિનશતક કાવ્ય-સ્તવન અને ચંદ્રદૂત કાવ્યની રચના કરી. તેમના રચેલા મણિપતિચરિત્ર પર નાગેન્દ્ર ગચ્છના સાંબમુનિએ સંવત ૧૦૨૫માં વિવરણ ટીકા રચેલી છે. ૨ચ માણિકયચંદ્રસૂરિ ચંદ્રગચ્છપરંપરામાં થયેલ પ્રદ્યુમ્નસૂરિની પરંપરામાં આ આચાર્યશ્રી થયા. તેઓએ પાર્શ્વનાથચરિત્ર રચેલું. અભયદેવસૂરિ-૧ ચંદ્રગચ્છના પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય હતા તેઓને ‘તર્કપંચાનન' બિરુદ મળેલું. તેમણે સિદ્ધસેન દિવાકર શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [21] મુનિ દીપરત્નસાગરજી Page #22 -------------------------------------------------------------------------- ________________ રચિત સન્મતિતર્ક પર તત્વબોધવિધાયિની નામક ટીકા રચેલી, જેને વાદમહાર્ણવ કહે છે. આ ટીકા સંસ્કૃતમાં રચાયેલી છે. તેમાં અનેકાંત દ્રષ્ટિનું સ્વરૂપ, તેની વ્યાપ્તિ અને ઉપયોગિતા સિદ્ધ કરવામાં આવી છે. વિદ્ધતાપૂર્વક તેમાં વાદપદ્ધતિ ગોઠવેલી છે. તેમાં સેંકડો દાર્શનિક ગ્રંથોનું દોહન કરેલું છે. આ ટીકા ૨૫૦૦૦ લોકપ્રમાણ છે. શોભનમુનિ મહેન્દ્રસૂરિના શિષ્ય અને ધનપાલ-કવિના ભાઈ એવા આ શોભનમુનિએ યમકયુક્ત એવી ૨૪ તીર્થકરોની સ્તુતિની સંસ્કૃતમાં રચના કરી છે, જેના પર કવિ ધનપાલે સંસ્કૃત ટીકા રચી છે. વાદીવેતાલ શાંતિસૂરિ મૂળ વડગચ્છના એવા શાંતિસૂરિએ ૭૦૦ શ્રીમાલી કુટુંબને જૈન બનાવેલાં. ભોજરાજાએ તેમને વાદીવેતાલનું બિરુદ આપેલું. તેઓ ચાંદ્રકુલના થારાપદ્રગચ્છીય રૂપે પ્રસિદ્ધિ પામ્યા. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [22] મુનિ દીપરત્નસાગરજી Page #23 -------------------------------------------------------------------------- ________________ આ હૃતોપાસક આચાર્ય એ ઉત્તરાધ્યયનસૂત્રની “પાઈયટીકા' રચેલી. તેમણે અંગવિદ્યા' નામક આગમ નો ઉદ્ધાર કરેલો. તેઓ સંવત ૧૦૯૬માં સ્વર્ગવાસી ગયા વર્ધમાનસૂરિ સંવત ૧૦૫૫માં ચંદ્રગચ્છમાં આ આચાર્ય થયા. તેઓએ હરિભદ્રસૂરિકૃત ઉપદેશ-પદ પર ટીકા રચેલી. ઉપદેશ માલા પર બૃહદ્ધત્તિ રચી છે. ઉપમિતિ ભવપ્રપંચ પર પણ ટીકા રચી છે. કુલચંદ્ર ગણિ ઉપકેશ ગચ્છના કડકસૂરિના શિષ્ય જિનચંદ્રગણિ કે જેઓ સંવત ૧૦૭૩માં થયા તેનેજ કુલચંદ્ર ગણિ કહે છે. કહેવાય છે કે તેઓ જ પછી દેવગુપ્તાચાર્ય નામે ઓળખાતા હતા. તેઓએ નવપદ-લઘુવૃત્તિ અને નવતત્વ-પ્રકરણની રચના કરેલી હતી. વીરઆચાર્ય સંવત ૧૦૭૮માં તેઓએ “આરાધના-પતાકાની રચના કરી છે. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [23] મુનિ દીપરત્નસાગરજી Page #24 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિસાગરસૂરિ સંવત ૧૦૮૦માં શ્રી જિનેન્દ્રસૂરિના સહોદર એવા આ આચાર્યએ વ્યાકરણની રચના કરેલી. આ વ્યાકરણ પંચગ્રંથી વ્યાકરણ કે શબ્દલક્ષ્મલક્ષણ નામે ઓળખાતું હતું. સંસ્કૃત-પ્રાકૃત શબ્દની સિદ્ધિ માટે પદ્યગદ્યરૂપ ૭૦૦૦ લોકપ્રમાણરૂપ આ વ્યાકરણ હતું. જિનેશ્વરસૂરિ ચાંદ્રકુલના વર્ધમાનસૂરિના શિષ્ય જિનેશ્વરસૂરિજીએ પોતાની શ્રતોપાસના દ્વારા જે સાહિત્યનું સર્જન કર્યું તે આ પ્રમાણે- હરિભદ્રીય-અષ્ટક પર વૃત્તિ, પંચલિંગીપ્રકરણ, વીરચરિત્ર, નિર્વાણ લીલાવતીકથા, કથાકોષ, સવૃત્તિ-પ્રમાણલક્ષણ, ષસ્થાનક પ્રકરણ આદિ. ધનેશ્વરસૂરિ જિનેશ્વરસૂરિના એક શિષ્ય ધનેશ્વરસૂરિ થયા. આ પૂજ્યશ્રી એ સંવત ૧૦૯૫માં સુરસુંદરીચરિત્ર પ્રાકૃત ભાષામાં રચેલું. દ્રોણાચાર્ય નિવૃત્તિકુલના એવા આ આચાર્ય રાજા ભીમદેવના શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [24] મુનિ દીપરત્નસાગરજી Page #25 -------------------------------------------------------------------------- ________________ મામા હતા. તેઓએ ઓઘનિર્યુક્તિ આગમ પર વૃત્તિ રચી હતી. અભયદેવસૂરિની નવાંગી ટીકા રચનામાં દ્રોણાચાર્યે સંશોધનાદિમાં સહાય કરેલી. ઉવવાઈસૂત્રની ટીકા પણ તેમણે વ્યવસ્થિત કરેલી હતી. સૂરાચાર્ય દ્રોણાચાર્યના શિષ્ય એવા આ સૂરાચાર્ય શબ્દશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર તથા સાહિત્યશાસ્ત્રાદિમાં પારંગત હતા. તેમણે રાજા ભોજને મુગ્ધ કર્યો હતો. આ શ્રુતોપાસકશ્રી એ ઋષભદેવ અને નેમિનાથ એ બંને તીર્થકરોનાં ચરિત્ર રૂપ ચમત્કારિક દ્વિસંધાન નામે કાવ્યગ્રંથ રચેલો. સંવત ૧૦૯૦માં નેમીનાથચરિત્ર મહાકાવ્ય ગદ્યપદ્યમય રચેલું હતું. અભયદેવસૂરિ ચંદ્રગચ્છમાં થયેલા અને વિક્રમ સંવત ૧૦૮૮માં માત્ર સોળ વર્ષની વયે આચાર્યપદ પ્રાપ્ત એવા અને સરસ્વતી કૃપા પ્રાપ્ત આ આચાર્યએ સ્થાનાંગથી વિપાકશ્રત પર્યત નવ અંગસૂત્રો પર ટીકા રચેલી, જેથી તેઓ નવાંગી ટીકાકાર રૂપે ઓળખાય છે. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [25] મુનિ દીપરત્નસાગરજી Page #26 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરાંત ઉવવાઈ ઉપાંગની વૃત્તિ તથા પ્રજ્ઞાપના સૂત્રના દ્વિતીયપદની સંગ્રહણી તેમણે રચેલી. તેમણે જયતિહુઅણ સ્તોત્ર આદિ બીજી પણ અનેક રચના કરી. જિનેશ્વર ષસ્થાનક પર ભાષ્ય, હારિભદ્રીય પંચાશક પર વૃત્તિ, આરાધનાકુલક આદિ સ્વતંત્ર ગ્રંથ રચના પણ કરી. વર્તમાનાચાર્ય નવાંગી ટીકાકાર અભયદેવસૂરિના શિષ્ય વર્ધમાનાચાર્ય થયા. તેઓનો સાહિત્યસર્જન કાળ સંવત ૧૧૪૦ થી ૧૧૭૨નો ગણાય છે. આ સમયગાળામાં તેમની શ્રુતોપાસનાથી પ્રાકૃતમાં મનોરમાચરિત્ર, પ્રાકૃતમાં જ આદિનાથ ચરિત્ર, ધર્મરત્નકરંડવૃત્તિ, આદિ ગ્રંથોનું સર્જન કર્યું. ચંદ્રપ્રભસૂરિ કહેવાય છે કે તેમણે સંવત ૧૧૪૯માં પર્ણમિક ગચ્છ સ્થાપેલો. તેમની સાહિત્ય રચનામાં દર્શનશુદ્ધિ અને પ્રમેય રત્નકોશ બે નામો જોવા મળે છે. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [26] મુનિ દીપરત્નસાગરજી Page #27 -------------------------------------------------------------------------- ________________ જિનચંદ્રસૂરિ સંવત ૧૧૨૫માં તેમણે સંવેગ ભાવથી ભરપુર એવો ‘સંવેગરંગ શાળા' નામે ગ્રંથ રચેલો. સિદ્ધસેનસૂરિ સંવત ૧૧૨૩માં સાધારણ કવિ નામે પ્રસિદ્ધ આ આચાર્યએ સમરાઈય્યકહામાંથી ઉદ્ધૃત કરી અપભ્રંશભાષામાં ૧૧ સંધિવાળી વિલાસવતી નામની કથાની રચના કરી. તે સિવાય અનેક સ્તુતિ અને સ્તોત્રો રચ્યા. નમિસાધુ થારાપદ્રપુરીયગચ્છના આચાર્ય શાલિભદ્ર સૂરિના શિષ્ય નમિસાધુએ વિક્રમ સંવત ૧૧૨૨ થી ૧૧૨૫ આસપાસ શ્રુતોપાસના કરતા વિવિધ સાહિત્યનું સર્જન કરેલું. તેમણે આવશ્યકમાં ચૈત્યવંદનવૃત્તિ અને કાવ્યાલંકારગ્રંથ પર સંસ્કૃત-ટીપ્પણ રચ્યું. તેમની બીજી સાહિત્યરચનાઓ પણ છે. નેમિચંદ્રસૂરિ વડગચ્છના ઉદ્યોતનસૂરિના પ્રશિષ્ય એવા આ આચાર્ય સૈદ્ધાંતિક શિરોમણી રૂપે પ્રસિદ્ધ થયેલા. તેઓ શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [27] મુનિ દીપરત્નસાગરજી Page #28 -------------------------------------------------------------------------- ________________ દેવેન્દ્ર સાધુ નામે પણ ઓળખાતા હતા. તેમણે ઉત્તરાધ્યયનસૂત્ર પર સુખબોધા નામે વૃત્તિ રચેલી. ત્યારપછી પ્રાકૃતમાં રત્ન ચૂડકથા અને આખ્યાનમણિકોષ રચેલા. વિક્રમ સંવત ૧૧૩૯ થી ૧૧૪૧માં પ્રાકૃતમાં મહાવીરચરિયું રચેલું. ગુણચંદ્રસૂરિ સુમતિવાચકના શિષ્યએ વિક્રમ સંવત ૧૧૪૦ના ગાળામાં મહાવીરચરીયંની રચના કરી. ભગવંત મહાવીર વિશે આ અદભુત ગ્રંથ છે. શાલિભદ્રસૂરિ આચાર્ય શીલભદ્રસૂરિના શિષ્ય અને થારાપદ્ર ગચ્છીય આ આચાર્ય એ સંગ્રહણીવૃત્તિની રચના કરી. ચંદ્રપ્રભ મહત્તર વિક્રમસંવત ૧૧૩૦ની આસપાસના સમયગાળામાં નિબુયવંશજ એવા અભયદેવસૂરિશિષ્ય ચંદ્રપ્રભ મહત્તરે પ્રાકૃત્તમાં ‘વિજય ચંદ્રચારિત્ર' ની રચના કરી શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [28] મુનિ દીપરત્નસાગરજી Page #29 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય-સર્જન વિક્રમ સંવત ૧૧૫૦થી ૧૧૯૯ શાંતિસૂરિ પૂર્ણતલ ગચ્છના વર્ધમાનસૂરિના આ શિષ્ય બારમી સદી આસપાસ થયા. તેમની ૠતોપાસનાથી જૈન જગતને કવિ ધનપાલકૃત તિલકમંજરી પર ટિપ્પણ, જૈનતર્કવાર્તિકવૃત્તિ, વૃંદાવન-કાવ્ય-ઘટખર્પર કાવ્યમેઘાલ્યુદય કાવ્ય – શિવભદ્ર કાવ્ય - ચંદ્રદૂતકાવ્ય, એ પાંચ કાવ્યો પરની વૃત્તિ આદિ સાહિત્યોની ભેટ ધરી છે. જિનવલ્લભસૂરિ જિનચંદ્રસૂરિના શિષ્ય એવા આ આચાર્ય કે જેઓ વિક્રમ સંવત ૧૧૬૭માં સ્વર્ગવાસ પામ્યા. તેઓ સૂક્ષ્માર્થસિદ્ધાંત વિચારસાર, આગમિક વસ્તુ- વિચારસાર, પિંડવિશુદ્ધિ-પ્રકરણ, પૌષધવિધિ-પ્રકરણ, સંઘપદક, પ્રતિક્રમણ સામાચારી, ધર્મશિક્ષા, દ્વાદશકુલક પ્રકરણ, પ્રશ્નોત્તરશતક, શૃંગારશતક, સ્વપ્નાષ્ટકવિચાર, ચિત્રકાવ્ય, વિવિધ સ્તોત્રાદિની રચના કરી. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [29] મુનિ દીપરત્નસાગરજી Page #30 -------------------------------------------------------------------------- ________________ જિનદત્તસૂરિ વિક્રમ સંવત ૧૧૭૯માં આચાર્ય પદને પામેલા અને ખરતરગચ્છમાં ‘દાદા’ના ઉપનામથી ઓળખાતા આ ખરતર ગચ્છાચાર્યએ ગણધરસાર્ધશતક, સંદેહ દોહાવલિ, ગણધરસપ્તતિ, સર્વાધિષ્ઠાયિસ્તોત્ર, અવસ્થાકુલક, ચૈત્યવંદનકુલક, વિંશિકા, અપભ્રંશ કાવ્યો ઈત્યાદિ સાહિત્યની રચના કરી છે. તેઓએ દેવસૂરિના જીવાનુશાસનટીકાનું સંશોધન કર્યું છે. દેવભદ્રસૂરિ નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિના પ્રશિષ્ય હતા. વિક્રમસંવત ૧૧૫૮ થી ૧૧૬૫ના સમયગાળા દરમિયાન આ શ્રુતોપાસક આચાર્યએ આરાહણાસત્ય, વીરચરિય, કહારયણકોસ, પાસનાહચરિયં’ની રચના કરી. વીરગણિ ચંદ્રગચ્છીય ઈશ્વરગણિના શિષ્ય વીરગણિ થયા. તેઓએ દધિપ્રદનગરે પિંડનિયુક્તિ પર વૃત્તિ રચી, જે ૭૬૯૧ શ્લોકપ્રમાણ હતી. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [30] મુનિ દીપરત્નસાગરજી Page #31 -------------------------------------------------------------------------- ________________ દેવચંદ્રસૂરિ | વિક્રમ સંવત ૧૧૬૦માં આ આચાર્ય કે જેઓ હેમચંદ્રાચાર્યના ગુરુ હતા, તેમણે ખંભાતમાં પ્રાકૃત ભાષામાં શાંતિનાથચરિત્રની રચના કરી. તે ગદ્યપદ્યમય હતું. તેમાં અપભ્રંશ ભાષાનો પણ પ્રયોગ થયેલો હતો. પ્રદ્યુમ્નસૂરિકૃત મૂલશુદ્ધિ પર તેમણે સ્થાનકવૃત્તિ રચી. શાંતિસૂરિ ચંદ્રકુલના બૃહદ્ ગચ્છના નેમીચંદ્રસૂરિના શિષ્ય શાંતિસૂરિએ વિક્રમ સંવત ૧૧૬૧માં પૃથ્વીચંદ્ર ચરિત્રની રચના કરી. પ્રાયઃ તેમણે ધર્મરત્નપ્રકરણ ઉપર લઘુવૃત્તિ પણ રચેલી છે. કહેવાય છે કે તેમના પર ચક્રેશ્વરી દેવી પ્રસન્ન હતા. દેવસૂરિ તેઓ વીરચંદ્રસૂરિજીના શિષ્ય હતા. તેઓએ વિક્રમ સંવત ૧૧૬૨માં પ્રાકૃતમાં જીવાનુશાસન અને તેના પર સ્વોપજ્ઞવૃત્તિ રચેલી હતી. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [31] મુનિ દીપરત્નસાગરજી Page #32 -------------------------------------------------------------------------- ________________ ધર્મધોષસૂરિ પૌર્ણમિક ગચ્છના સ્થાપક ચંદ્રપ્રભસૂરિના શિષ્ય હતા. ગુર્જરનરેશ જયદેવસિંહે તેમની પ્રશંસા કરેલી. તેમણે શબ્દસિદ્ધિ વ્યાકરણ અને રૂષિમંડલ સ્તવન રચેલું. યશોદેવસૂરિ – ઉપકેશગચ્છીય દેવગુપ્તસૂરિના શિષ્ય એવા યશોદેવસૂરિએ વિક્રમ સંવત ૧૧૬૫માં નવપદ-પ્રકરણ પર બૃહદ્રવૃત્તિ રચેલી. સંવત ૧૧૭૪માં નવતત્વપ્રકરણ પર વૃત્તિ રચી. પછી પ્રાકૃતમાં ચંદ્રપ્રભચરિત્ર બનાવ્યું. પાક્ષિકસૂત્રની વૃત્તિના કર્તા પણ પ્રાયઃ આ જ આચાર્ય છે. મુનિચંદ્રસૂરિ બૃહદ્ વડગચ્છના સર્વદેવસૂરિના પ્રશિષ્ય એવા આ આચાર્ય બાલકુમાર અવસ્થામાં દીક્ષિત થયા. તેઓ પંડિત, વાદી તથા ઉગ્ર તપસ્વી હતા. ૫૦૦ શ્રમણો તેમની આજ્ઞામાં હતા. વિક્રમ સંવત ૧૧૭૮માં સ્વર્ગવાસ પામ્યા, તે પૂર્વે તેઓએ અજોડ તોપાસના કરેલી. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [32] મુનિ દીપરત્નસાગરજી Page #33 -------------------------------------------------------------------------- ________________ તે શ્રુતોપાસનાના પરિપાકરૂપે જે સાહિત્યસર્જન થયું તેની આ છે આછેરી ઝલક દેવેન્દ્રનરકેન્દ્ર-પ્રકરણની વૃત્તિ, સૂક્ષ્માર્થવિચારસાર ચૂર્ણિ, હારિભદ્રીય અનેકાંત જયપતાકા પર વૃત્તિ, હારિભદ્રીય ઉપદેશપદ પર વૃત્તિ,લલિતવિસ્તરા પર પંજિકા, ધર્મબિંદુ પર વૃત્તિ, કર્મપ્રકૃત્તિ પર ટિપ્પણક- આ ટીકા ગ્રંથો ઉપરાંત આશરે વીશેક સ્વતંત્ર ગ્રંથોની રચના કરી જેવા કે- અંગુલ સપ્તતિ, આવશ્યક સપ્તતિ, ગાથાકોષ, ઉપદેશામૃતકુલક, ધર્મોપદેશકુલક ઈત્યાદિ. ચંદ્રસૂરિ ચંદ્રકુલના ધર્મેશ્વરસૂરિના શિષ્ય હતા. તેઓનું મૂળનામ પાર્શ્વદેવગણિ હતું. તેમના સાહિત્ય સર્જનનો કાળ વિક્રમ સંવત ૧૧૬૯થી આરંભ થયો. બૌધન્યાયગ્રંથ પરની હારિભદ્રીયવૃત્તિ પર પંજિકા, સૂક્ષ્માથે વિચારસારમાં સહાયતા, જિનદાસગણિમહત્તર ની નિશીથ ચૂર્ણિના વીશમા ઉદ્દેશક પર વ્યાખ્યા, શ્રાવકપ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ, નંદિટીકા દુર્ગપદ વ્યાખ્યા, શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [33] મુનિ દીપરત્નસાગરજી Page #34 -------------------------------------------------------------------------- ________________ જિતકલ્પ બૃહસ્થૂર્ણિ-વ્યાખ્યા, નિરયાવલિકા આદિ પાંચ ઉપાંગો પર વૃત્તિ, ચૈત્યવંદનસૂત્ર વૃત્તિ, પ્રતિષ્ઠા કલ્પ, સર્વસિદ્ધાંતવિષમપદ પર્યાય,સુખબોધા સમાચારી, ઉવસગ્ગહરસ્તોત્ર વૃત્તિ, પદ્માવતી અષ્ટક વૃત્તિ ઈત્યાદિ ગ્રંથોની રચના કરી. યશોદેવસૂરિ ચાંદ્રકુલીન ચંદ્રસૂરિના શિષ્ય યશોદેવસૂરિએ વિક્રમ સંવત ૧૧૭૨માં હારિભદ્રીય પ્રથમ પંચાશક પર ચૂર્ણિ, ઈર્ષાપથિકી-ચૈત્યવંદન-વંદનક પર ચૂર્ણિ, પિંડવિશુદ્ધિ ગ્રંથ પર લgવૃત્તિ, પાક્ષિકસૂત્ર પર સુખવિબોધિકાવૃત્તિ, પ્રત્યાખ્યાન સ્વરૂપ ઈત્યાદિ સાહિત્યોનું સર્જન કરેલું. મલ્લધારી હેમચંદ્રસૂરિ મલ્લધારી અભયદેવસૂરિના આ અતિ વિદ્વાન શિષ્ય હતા. તેઓ પૂર્વોક્ત ચંદ્રસૂરિના સમકાલીન હતા. તેઓએ અંતે સાત દિવસનું અનશન કરેલું. તેમની શુતોપાસનાથી પ્રાપ્ત સાહિત્ય આશરે એક લાખ લોકપ્રમાણ જેટલું પરિમાણ ધરાવે છે. તે આ પ્રમાણે શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [34] મુનિ દીપરત્નસાગરજી Page #35 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકસૂત્ર-ટિપ્પણક, શતકનામાકર્મગ્રંથ પર વિવરણ, અનુયોગદ્વારસૂત્ર-વૃત્તિ, ઉપદેશમાલા અપરનામ પુષ્પમાલા સ્વોપત્તવૃત્તિ, જીવસમાસવૃત્તિ, ભવભાવના સ્વોપજ્ઞવૃત્તિ સહ, નંદિસૂત્ર-ટિપ્પણક, વિશેષાવશ્યક-બૃહદ્-વૃત્તિ આદિ. વાદીદેવસૂરિ વિક્રમ સંવત ૧૧૮૧ની કાળ હતો. સિદ્ધરાજની રાજયસભામાં દિગંબરાચાર્ય સાથે વાદ થયો, ત્યારથી દેવસૂરિ વાદીદેવસૂરિ નામે ઓળખાવા લાગ્યા. વિક્રમ સંવત ૧૧૪૩માં જન્મેલ, નવવર્ષની વયે સંવત ૧૧૫૨ દીક્ષા લઇ સંવત ૧૧૭૪માં આચાર્યપદ પામેલા આ આચાર્યને અનેક શિષ્યો હતા. તેમણે પ્રમાણનયતત્વાલંકાર નામે જૈન ન્યાય ગ્રંથ રચેલો. તેના પર સ્વોપજ્ઞ ટીકા નામે સ્યાદ્-વાદ રત્નાકારની રચના કરી. અમરચંદ્રસૂરિ અને હરિભદ્રસૂરિ નાગેન્દ્ર ગચ્છીય શાંતિસૂરિના શિષ્ય અમરચંદ્રસૂરિ થયા. તેમણે બાલ્યાવસ્થામાં અનેક વાદીને જીતેલા હતા. સિદ્ધાંતાર્ણવ નામક મહાગ્રંથ રચેલ. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [35] મુનિ દીપરત્નસાગરજી Page #36 -------------------------------------------------------------------------- ________________ આ ગચ્છના મહેન્દ્રસૂરિના એક શિષ્ય આનંદસૂરિ હતા. તેમના શિષ્ય હરિભદ્રસૂરિ નામે થયેલા તેઓને કલિકાલગૌતમનું બિરુદ મળેલું. તેમણે તત્વપ્રબોધાદિક અનેક ગ્રંથો રચેલા હતા. બૃહદ્વચ્છમાં માનદેવસૂરિના પરિવારમાં પણ એક હરિભદ્રસૂરિ થયાની વાત છે, જેમણે સંવત ૧૧૭૨માં બંધસ્વામિત્વ-ષડશીતિ આદિ કર્મગ્રંથ પર વૃત્તિ, પ્રાકૃત ભાષામાં મુનિપતિચરિત્ર અને શ્રેયાંસચરિત રચ્યા. આગમિક વિચારસાર પ્રકરણ-વૃત્તિ, પ્રશમરતિ પર વૃત્તિ, ક્ષેત્રસમાસવૃત્તિ રચી. જિનેશ્વરસૂરિ સંવત ૧૧૭૫-પ્રાકૃતમાં મલ્લિનાથચરિત્ત રચ્યું છે. વિજયસિંહસૂરિ ચંદ્રગથ્વીય સર્વદેવના પટ્ટધર શાંતિ-સૂરિના શિષ્ય વિજયસિંહસૂરિએ શ્રાવક-પ્રતિક્રમણ સૂત્ર પર વિક્રમ સંવત ૧૧૮૩ માં ૪૫૦૦ લોકપ્રમાણ ચૂર્ણિ રચી. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [36] મુનિ દીપરત્નસાગરજી Page #37 -------------------------------------------------------------------------- ________________ ધર્મઘોષસૂરિ - રાજગચ્છીય શીલભદ્રસૂરિના શિષ્ય ધર્મઘોષસૂરિએ ધર્મકલ્પદ્રુમ નામે ગ્રંથ રચ્યો. તેમના શિષ્ય યશોભદ્રસૂરિએ ગાગોદાવરીની રચના કરી. મહેન્દ્રસૂરિ સંવત ૧૧૮૭માં પ્રાકૃતમાં નર્મદા સુંદરી કથા રચી. સિદ્ધિસૂરિ ઉપકેશ ગચ્છીય દેવગુપ્ત સૂરિના શિષ્ય હતા. તેઓએ સંવત ૧૧૯૨માં ક્ષેત્રસમાસ વૃત્તિ રચી. વિજયસિંહસૂરિ મલધારી હેમચંદ્રસૂરિના એક શિષ્ય હતા. તેમણે સંવત ૧૧૯૧ માં ૧૪૪૭૧ લોકપ્રમાણ ધર્મોપદેશમાલા વિવરણ રચ્યું. ચંદ્રસૂરિ મલ્લધારી હેમચંદ્રસૂરિના એક શિષ્ય શ્રી ચંદ્રસૂરિ હતા. સંવત ૧૧૯૩માં તેઓશ્રી એ મુનિસુવ્રતચરિત્રની શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [37] મુનિ દીપરત્નસાગરજી Page #38 -------------------------------------------------------------------------- ________________ રચના કરી, જે ૧૦૯૯૪ શ્લોકપ્રમાણ હતું. તેઓએ જિનભદ્રક્ષમાશ્રમણકૃત સંગ્રહણીને આધારે ‘સંગ્રહણીરત્ન’ ગ્રંથ રચેલો તેમજ ક્ષેત્રસમાસની પણ રચના કરેલી. દેવભદ્રસૂરિ તેઓ મલધારી શ્રી ચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમણે શ્રી ચંદ્રસૂરિકૃત સંગ્રહણી પર વૃત્તિ રચેલી છે. તથા ન્યાયાવતાર ટિપ્પણ પણ રચેલ છે. વર્ધમાનસૂરિ ગોવિંદસૂરિના શિષ્ય એવા વર્ધમાનસૂરિએ સંવત ૧૧૯૭માં ગણરત્નમહોદધિ નામક વ્યાકરણ ગ્રંથ સ્વોપત્તવૃત્તિ સહિત બનાવ્યો. તેમાં ગણોને શ્લોકબદ્ધ કરી તે ગણના પ્રત્યેક પદને સદ્રષ્ટાંત વ્યાખ્યાયિત કર્યા છે. તેમાં અનેક વૈયાકરણોના મતનો ઉલ્લેખ છે. સમજાવટમાં માલવાના પરમાર રાજાઓના સંબંધી કાવ્યો પણ આપેલા છે. તે ઉપરાંત તેમણે સિદ્ધરાજના વર્ણન સંબંધી પણ કોઈ ગ્રંથ રચ્યાનું મનાય છે. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [38] મુનિ દીપરત્નસાગરજી Page #39 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય-યુગ વિક્રમ સંવત ૧૧૯૯ થી ૧૨૩૨ મલયગિરિ મહારાજ હેમચંદ્રાચાર્યના સમકાલીન એવા સમર્થ સંસ્કૃતટીકાકાર મલયગિરિજી મહારાજા થયા. કહેવાય છે કે તે સરસ્વતીદેવી-પ્રસાદલબ્ધ શ્રમણ હતા. તેઓએ બેનમૂન મૃતોપાસના થકી અનેક સાહિત્યનું સર્જન કર્યું. તેમણે આગમોની વૃત્તિ, ગ્રંથોની ટીકા, વ્યાકરણરચના આદિ અનેક ક્ષેત્રે પોતાનું પ્રદાન કરેલું છે, જેનો કિંચિત નામોલ્લેખ કરીએ તો આવશ્યકસૂત્ર-બૃહદ્ધત્તિ, પિંડનિર્યુક્તિ-વૃત્તિ, ઉપાંગ સૂત્રોમાં જીવાજીવાભિગ, પન્નવણા, સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, રાયuસેણીય આદિ, ઉપરાંત જ્યોતિષ કરંડક, નંદિ, બૃહત્કલ્પ, ભગવતી બીજું શતક, વ્યવહારસૂત્ર, વિશેષાવશ્યક આદિની વૃત્તિઓની રચના કરી. આગમેતર ગ્રંથોમાં ક્ષેત્રસમાસટીકા, કર્મપ્રકૃતિટીકા, પંચસંગ્રહ-ટીકા, ધર્મસંગ્રહણી-ટીકા, ધર્મસાર-ટીકા, શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [39] મુનિ દીપરત્નસાગરજી Page #40 -------------------------------------------------------------------------- ________________ ષડશીતિટીકા, સપ્તતિકા-ટીકા આદિ વિવેચન ગ્રંથો લખ્યા છે. આ ઉપરાંત શબ્દાનુશાસન નામે વ્યાકરણ રચેલું છે. આજે પણ જૈન સાહિત્ય જગતમાં વૃત્તિકાર મહર્ષિરૂપે તેમનું નામ ઘણા જ ગૌરવથી યાદ કરાય છે. લક્ષ્મણ ગણિ મલધારી હેમચંદ્રસૂરિના શિષ્ય એવા આ શ્રમણે સંવત ૧૧૯૯માં ૧૦૦૦૦ શ્લોકપ્રમાણ સુપાર્શ્વનાથચરિત્ર રચેલ છે. ------* વિક્રમ સંવત ૧૨૦૪ થી ૧૨૯૯માં ઘણું સાહિત્ય સર્જન થયું. જેમ કે જિનભદ્ર એ ઉપદેશમાલા કથા રચી. ચંદ્રસેને વ્યાકરણ સંબંધી ગ્રંથ ઉત્પાદસિદ્ધિ રચ્યો. નેમિચંદ્ર એ પ્રાકૃતમાં અનંતનાથચરિત રચ્યું કનકચંદ્રએ પૃથ્વીચંદ્રચરિત-ટિપ્પણની રચના કરી. રવિખભે શીલભાવના વૃત્તિ રચી એ પ્રમાણે અનેક ગ્રંથો રચાયા. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [40] મુનિ દીપરત્નસાગરજી Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંદ્રસૂરિ સર્વદેવસૂરિના પરિવારવર્તી દેવેન્દ્રસૂરિના શિષ્ય શ્રીચંદ્રસૂરિ થયા. જેણે પાટણમાં સંવત ૧૨૧૪માં ૮૦૦૦ શ્લોક-પ્રમાણ પ્રાકૃત-ભાષામય સનસ્કુમારચરિત્ર રચ્યું વિજયસિંહસૂરિ તેઓશ્રી રાજગચ્છીય અભયદેવસૂરિના પરિવારના જિનચંદ્રસૂરિના શિષ્ય હતા. જેણે ઉમાસ્વાતિવાચક રચિત જંબુદ્વીપસમાસ પર વિનેયજનહિતા નામની ટીકા રચેલી. હરિભદ્રસૂરિ વડ-બૃહદ્વચ્છમાં થયેલા જિનચંદ્રસૂરિના પરિવારના શ્રીચંદ્રસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિ થયા. તેઓ ગુર્જર રાજધાની પાટણમાં ઘણો કાળ રહેલા. તેમણે ચોવીસ તીર્થંકરોના ચરિત્ર પ્રાકૃતઅપભ્રંશાદિ ભાષામાં રચ્યા. તેમાંનાં ચંદ્રપ્રભ, મલ્લિનાથ અને નેમિનાથનાં ચરિત્રો હજી પણ ઉપલબ્ધ છે, જેનું ૨૪૦૦૦ શ્લોકપ્રમાણ કદ છે, જેમાંનું નેમિનાથ ચરિત્ર અપભ્રંશ ભાષામાં જ રચાયેલ છે. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [41] મુનિ દીપરત્નસાગરજી Page #42 -------------------------------------------------------------------------- ________________ પદ્મપ્રભસૂરિ - વિક્રમ સંવત ૧૨૨૧માં પદ્મપ્રભસૂરિએ ભુવનદીપક નામે જ્યોતિષનો ગ્રંથ રચ્યો, જેનું અપરનામ ગ્રહભાવપ્રકાશ છે. આ પદ્મપ્રભસૂરિને કોઈ મતે વાદીદેવસૂરિના શિષ્ય તરીકે ઓળખાવાયા છે. પરમાનંદસૂરિ શાંતિસૂરિના શિષ્ય અભયદેવસૂરિના શિષ્ય પરમાનંદસૂરિ થયા. તેઓએ પ્રાચીન કર્મગ્રંથના પહેલા કર્મગ્રંથ ઉપર ૯૨૨ શ્લોક પ્રમાણ સંસ્કૃતવૃત્તિ રચેલી. દેવચંદ્રમુનિ હેમચંદ્રસૂરિના શિષ્ય એવા આ શ્રમણે ચંદ્રલેખાવિજયપ્રકરણ' નામક પંચાંકી નાટક રચેલું. આ નાટક કુમારપાલના વીરત્વને સૂચવે છે. તદુપરાંત તેમણે સનસ્કુમાર ચક્રવર્તી અને વિલાસવતીના સંબંધ ઉપર પણ માનમુદ્રાભંજન નામે પણ એક નાટક રચેલું. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [42] મુનિ દીપરત્નસાગરજી Page #43 -------------------------------------------------------------------------- ________________ મુનિરત્નસૂરિ પૌર્ણમિક ગચ્છના સમુદ્રઘોષસૂરિના શિષ્ય હતા. તેમણે નરવર્મા રાજાની સભામાં વિદ્યાશિવ વાદીને હરાવેલ. તેઓએ સંવત ૧૨૨૫માં અમમસ્વામીચરિત્રની રચ્યું. તેમણે અંબડચરિત્ર અને મુનિસુવ્રતચરિત્રની પણ રચના કરેલી. સોમપ્રભસૂરિ કુમારાવસ્થામાં જ જૈન દીક્ષા લીધેલી. તીવ્રબુદ્ધિ પ્રભાવે સમસ્ત શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરી આચાર્યપદવી પ્રાપ્ત કરેલી. કાવ્યવ્યાખ્યાન અને તર્કશક્તિમાં પ્રધાન એવા આ આચાર્યે રચેલ ગ્રંથોમાં સુમતિનાથ ચરિત્ર, સૂક્તિ મુકતાવલિ, શતાર્થકાવ્ય અને કુમારપાલ પ્રતિબોધ એ ચાર ગ્રંથ મુખ્ય છે. હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પામેલા આ આચાર્યનો સમયગાળો સંવત ૧૧૬૨થી ૧૨૨૯નો હતો. તે સમય સાહિત્યયુગમાં હેમયુગની જેમ પ્રવર્તો છે. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [43] મુનિ દીપરત્નસાગરજી Page #44 -------------------------------------------------------------------------- ________________ તેમના જીવનકાળમાં ગુજરાતમાં રાજા સિદ્ધરાજ અને રાજા કુમારપાળ બે રાજાનાં શાસન પ્રવર્તમાન રહ્યાં. બંને ઉપર હેમચંદ્રાચાર્યનો જબ્બર પ્રભાવ હતો. આમ તો હેમચંદ્રાચાર્ય પોતેજ વિરાટ પુસ્તકમાં સમાવવા યોગ્ય અદભૂતપાત્ર છે, પણ આપણો આ લેખ કેવળ ધૃતોપાસના દ્વારા થયેલ સાહિત્યસર્જનને સ્પર્શતો હોવાથી તેમના ચરિત્રની અનેક બાબતોને સુપ્તાવસ્થામાં રાખીને જ માત્ર તેમની સાહિત્યયાત્રા દરમિયાન થયેલાં સર્જનોની ઝાંખી કરાવવા પૂરતો જ મર્યાદિત રહે છે. સ્થાનકપ્રકરણના રચયિતા ‘પ્રદ્યુમ્નસૂરિ થયા. તેમના પ્રશિષ્ય દેવચંદ્રસૂરિ થયા કે જેમણે સ્થાનક પ્રકરણની ટીકા તેમ જ શાંતિજિનચરિત્ર રચ્યું. તે દેવચંદ્રસૂરીએ ધંધુકામાં રહેતા મોઢ-જાતિના વણિક દંપતી કે હતા તેના ચંગદેવ નામક પ્રતિભાવાન બાળકને જોયો. તેને દીક્ષા આપી તેનું સોમચંદ્ર' નામ રાખ્યું. અલૌકિક બુદ્ધિવાળો આ બાળક લીલામાત્રમાં અનેકશાસ્ત્રોનો અભ્યાસ કરીને સમર્થ વિદ્વાન મુનિ બન્યા. તેને હેમચંદ્ર નામ સાથે આચાર્ય પદવી પ્રદાન થઇ. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [44] મુનિ દીપરત્નસાગરજી Page #45 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજરાજા તેનાથી પ્રતિબોધ પામ્યો.તે રાજાના કથનથી જૈનજગતને અદભૂત વ્યાકરણની ભેટ મળી તે સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાન. એ જ રીતે અદભૂત કાવ્યશક્તિનો પરિચય આપતું મહાકાવ્ય તેમણે રચ્યું, તે ત્રિષષ્ઠીશલાકાપુરુષચરિત્ર, જે દશ પર્વોમાં વિભાજિત છે. જો કે વ્યાકરણ તો ચાર જૈનાચાર્યોએ ભેટ આપ્યાં૧-વિદ્યાનંદ, ૨-મલયગિરિકૃત શબ્દાનુશાન, ૩-જૈનેન્દ્ર વ્યાકરણ અને ૪-શાક્રાયન વ્યાકરણ. પણ હેમચંદ્રાચાર્ય કૃત વ્યાકરણ આજ પર્યન્ત અધ્યયન-અધ્યાપન ક્ષેત્રે પ્રસિદ્ધ છે. કુમારપાલરાજા પાસે અમારિપાલન કરાવનાર આ આચાર્ય દ્વારા ભક્તિગ્રંથ પણ સર્જાયો જેને વીતરાગસ્તોત્ર કહે છે. મહાદેવસ્તોત્ર પણ રચેલુ. તેમજ આચારપાલન માટે તેમણે કુમારપાલને ઉદ્દેશીને યોગશાસ્ત્ર ગ્રંથ રચ્યો. તે સિવાય તેમણે દ્વયાશ્રય મહાકાવ્ય, છંદાનુશાસન, અલંકાર, નામસંગ્રહ, અભિધાન ચિંતામણિ આદિ અન્ય ગ્રંથો પણ રચ્યા. એ રીતે તેઓનું કુલ સાહિત્ય સાડા ત્રણ કરોડ લોક-પ્રમાણ રચાયું. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [45] મુનિ દીપરત્નસાગરજી Page #46 -------------------------------------------------------------------------- ________________ કિંચિત વિસ્તારથી તેમની સાહિત્ય સેવાને જોઈએ તો વ્યાકરણના પાંચે અંગોની તેમણે રચના કરી- સૂત્ર, ગણપાઠ સહિત વૃત્તિ, ધાતુપાઠ, ઉણાદિ, લિંગાનુશાસન. વળી વ્યાકરણના મૂળસૂત્રો પર લઘુવૃત્તિ,બૃહદ્-વૃત્તિ, બૃહન્યાસ, ધાતુપારાયણ, ઉણાદિગણવિવૃત્તિ ઈત્યાદિ. શબ્દાનુશાસનમાં જ સાત અધ્યાયમાં સંસ્કૃત વ્યાકરણ અને આઠમો અધ્યાય પ્રાકૃત વ્યાકરણનો રચ્યો. તેમાં અપભ્રંશ ભાષાને પણ સ્થાન આપ્યું. આ વ્યાકરણના અધ્યયન બાદ ઉપયોગી એવું સંસ્કૃત દ્વયાશ્રય અને પ્રાકૃત દ્વયાશ્રય એવા બે મહાકાવ્યો રચ્યા, જેના દ્વારા વિદ્યાર્થી શીખેલા પ્રયોગને ક્રમશઃ દૃઢ કરી શકે તેવી વિશિષ્ટપ્રણાલી આ કાવ્યોમાં ગોઠવી. એક જ શ્લોક સાત સ્થાને લાગુ પડે તેવું સપ્તસંધાન મહાકાવ્ય પણ રચ્યું. પછી ચાર કોષગ્રંથો રચ્યા- અભિધાન ચિંતામણિ - નામમાલા, અનેકાર્થસંગ્રહ, દેશી-નામમાલા, અને નિઘંટુશેષ, અલંકાર માટે કાવ્યાનુશાસનની રચના કરી. છંદને માટે છંદાનુશાસન બનાવ્યું. એ રીતે ચાર શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [46] મુનિ દીપરત્નસાગરજી Page #47 -------------------------------------------------------------------------- ________________ અનુશાસન રચ્યાં. શબ્દ, લિંગ, કાવ્ય, અને છંદનાં અનુશાસન. તેઓએ વાદાનુશાસન પણ બનાવેલ છે હાલ ઉપલબ્ધ નથી. ન્યાયશાસ્ત્ર માટે પ્રમાણમિમાંસા નામક અદભૂત ગ્રંથ રચ્યો. અન્યયોગ વ્યચ્છેદ અને અયોગવ્યચ્છેદ નામની બત્રીશીઓ રચી. ધાર્મિક સાહિત્ય રૂપે યોગશાસ્ત્રની રચના કરી. ભક્તિ સાહિત્યમાં વીતરાગસ્તોત્ર અને મહાદેવ સ્તોત્ર રચ્યા. ત્રિષષ્ઠી શલાકા-પુરુષચરિત્ર મહાકાવ્ય રચ્યું. કોઈ કહે છે કે તેમણે અહંન્નીતિ નામક નીતિવિષયક ગ્રંથ પણ રચેલો, ઈત્યાદિ અનેક સાહિત્યના સર્જક એવા આ હૃતોપાસકને કલિકાલસર્વજ્ઞનું બિરુદ યથાયોગ્ય જ છે. રામચંદ્ર અને ગુણચંદ્રસૂરિ હેમચંદ્રાચાર્યના આ બંને પટ્ટધરો હતા. તેમાં રામચંદ્રસૂરિને સિદ્ધરાજે કવિકટારમલ્લ એવું બિરુદ આપેલું. આ બંને આચાર્યોએ મળીને સ્વપજ્ઞવૃત્તિ સહ દ્રવ્યાલંકાર અને વિવૃત્તિ સહિત નાટ્યદર્પણ રચેલાં. રામચંદ્રસૂરિએ પણ અનેક ગ્રંથોની રચના કરી છે જેવા શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [47] મુનિ દીપરત્નસાગરજી Page #48 -------------------------------------------------------------------------- ________________ કે, સત્ય હરિશ્ચંદ્ર નાટક, કૌમુદી મિત્રાનંદ, નિર્ભયભીમવ્યાયોગ, રાઘવાક્યુદય, યાદવાલ્યુદય, યદુવિલાસ, રઘુવિલાસ, નવવિલાસ, મલ્લિકામકરંદપ્રકરણ, રોહિણીમૃગાંકપ્રકરણ, વનમાલા આદિ નાટકો, કુમારવિહાર શતક, સુધાકલશ, હૈમબૃહ-વૃત્તિન્યાસ, ત્રણેક-દ્વાત્રિશિકા, કેટલાક સ્તવન અને સ્તોત્રો ઇત્યાદિ. મહેન્દ્રસૂરિ નામના શિષ્યએ પણ અનેકાર્થસંગ્રહ પર અનેકાર્થ કૈરવાકરકૌમુદી નામે ટીકા રચેલી છે. વર્ધમાનગણિએ કુમારવિહારપ્રશસ્તિકાવ્ય-વ્યાખ્યાદિ રચેલ છે. બાલચંદ્ર નામક શિષ્યએ સ્નાતસ્યાસ્તુતિ રચી. રામભદ્ર- હૈયુગમાં જ શ્રી દેવસૂરિના સંતાનીય જયપ્રભસૂરિના શિષ્ય રામભદ્રએ પ્રબુદ્ધ-રૌહિણેય નાટક રચ્યું, જે છ અંકી હતું. -----0---------------0-----0----- શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [48] મુનિ દીપરત્નસાગરજી Page #49 -------------------------------------------------------------------------- ________________ વિક્રમની આઠમી થી બારમી સદી અપભ્રંશ સાહિત્યકાળ - હેમચંદ્રાચાર્યએ અપભ્રંશ વ્યાકરણ રચેલું, તેથી તે યુગમાં અને તે પૂર્વે પણ અપભ્રંશ સાહિત્ય રચાયું હશે, તેમ અનુમાન તો થઈ જ શકે છે. ગુજરાતી ભાષાની જનની પણ અપભ્રંશ ભાષા કહેવાય છે. જો કે આપણું આ લેખનું કાર્યક્ષેત્ર શ્રમણો છે તેથી ગૃહસ્થરચિત કૃતિઓનો ઉલ્લેખ કરતા નથી. અન્યથા સ્વયંભૂદેવ, કવિ ધનપાલ આદિ ગૃહસ્થોનો ઉલ્લેખ જરૂર કરવો પડે. અહી અમે શ્રમણોની શ્રેતોપાસનાને જ આ વિભાગમાં સ્વીકારી હોવાથી શ્રમણો દ્વારા થયેલા મૃતોપાસનાજન્ય સાહિત્યનો જ ઉલ્લેખ કરીએ છીએ. અગિયારમી સદીમાં મહેશ્વરસૂરિએ સંયમમંજરી રચી. શ્રી ચંદ્રમુનિએ ૫૩ સંધિ (સર્ગ) માં કથાકોષ રચ્યો. સંવત ૧૦૭૬માં સાગરદત્તે જંબુસ્વામીચરિત્ર રચ્યું. પદ્મકીર્તિએ ૧૮ સંધિમાં પાર્થપુરાણ રચ્યું. બારમી સદીમાં નવાંગી ટીકાકાર અભયદેવસૂરિએ ૩૩ ગાથામાં શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [49] મુનિ દીપરત્નસાગરજી Page #50 -------------------------------------------------------------------------- ________________ જયતિહુઅણસ્તોત્ર રચ્યું. સંવત ૧૧૨૩માં સિદ્ધસેનસૂરિએ વિલાસવઈકહા રચી. દેવચંદ્રસૂરિએ સુલસાખ્યાન રચ્યું. દેવચંદ્રસૂરિએ ૧૧૬૦માં રચેલ શાંતિનાથચરિત્રમાં, વર્ધમાનસૂરિએ રચેલ ઋષભચરિત્રમાં તેમજ સંવત ૧૧૯૯માં લક્ષ્મણગણિએ રચેલ સુપાસનાહચરિયંમાં પણ અપભ્રંશ ભાષાનો પ્રયોગ કેટલેક સ્થાને જોવા મળે છે. આ જ સમયગાળામાં જિનદત્તસૂરિ રચિત ચર્ચરી, ઉપદેશ-રસાયનરાસ, કાલસ્વરૂપફુલક જોવા મળે છે. વાદીદેવસૂરિએ પણ બારમી સદીમાં પોતાના ગુરુ મુનિચંદ્રસૂરિનું સ્તવન રચેલ છે. સંવત ૧૨૧૬માં થયેલા હરિભદ્રસૂરિનું નેમિનાહચરિયું પણ પ્રાકૃત-અપભ્રંશ માં છે. અપભ્રંશ સાહિત્યનું આ તો કિંચિત દર્શનમાત્ર છે. વાસ્તવિક રીતે તો અપભ્રંશ સાહિત્ય પર જ એક આખું પુસ્તક તૈયાર થઇ શકે તેમ છે. -0-----0- --O શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [50] મુનિ દીપરત્નસાગરજી Page #51 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૨૩૦થી ૧૨૯૯નો સાહિત્યકાળ વાદી દેવસૂરિના પ્રશિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ વાદસ્થલ નામનો ગ્રંથ રચેલો જે ખરતરગચ્છના જિનપતિસૂરિના મતાનુયાયીના ખંડનરૂપ છે. તેની સામે જિનપતિસૂરિએ પ્રબોધ્યવાદસ્થલ નામનો ગ્રંથ રચ્યો. સંવત ૧૨૩૩માં જિનપતિસૂરિએ તીર્થમાલા, સંઘપદક બૃહદ્રવૃત્તિ, પંચલિંગી વિવરણ આદિ ગ્રંથો રચ્યા. સંવત ૧૨૩૩માં વાદીદેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિએ નેમિનાથ ચરિયું અને ૧૨૩૮માં ઉપદેશમાલા પર દોઘટ્ટી ટીકા રચી. તદુપરાંત સ્યાદવાદ રત્નાકાર પર રત્નાવતારિકા ટીકા રચી. વાદીદેવસૂરિના શિષ્ય મહેશ્વરસૂરિએ પાક્ષિકસપ્તતિ પર સુખપ્રબોધિની વૃત્તિ રચી. સંવત ૧૨૪૧માં સોમપ્રભસૂરિએ કુમારપાલ પ્રતિબોધ રચ્યો. સંવત ૧૨૪૩માં યશોઘોષસૂરિના શિષ્ય હેમપ્રભ સૂરિએ પ્રશ્નોત્તરરત્નમાલાવૃત્તિ રચી. સંવત ૧૨૪૬માં શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [51] મુનિ દીપરત્નસાગરજી Page #52 -------------------------------------------------------------------------- ________________ રાજગચ્છના માણિક્યચંદ્રસૂરિએ મખટના કાવ્યપ્રકાશ પર કાવ્યપ્રકાશ-સંકેત નામક ટીકા રચી. આ જ સમયમાં વાદી દેવસૂરિના પ્રશિષ્ય પરમાનંદસૂરિએ ખંડનમંડન-ટિપ્પણ રચ્યું. ૧૨૪૮માં ચંદ્રગચ્છ-રાજગચ્છના અભયદેવસૂરિના પરિવારીય એવા દેવભદ્રસૂરિના શિષ્ય સિદ્ધસેનસૂરિએ પ્રવચનસારોદ્ધાર પર તત્વજ્ઞાન વિકાસિની નામની વૃત્તિ રચી. તે સિવાય તેમણે પદ્મપ્રભચરિત્ર, સામાચારી અને સ્તુતિની પણ રચના કરેલી. વાદિવિજેતા શ્રી ધર્મઘોષસૂરિજીના પરિવારના રવિપ્રભસૂરિના શિષ્ય ઉદયપ્રભસૂરિએ પ્રવચનસારોદ્ધાર પર વિષમપદ વ્યાખ્યા રચી તેમ જ બીજા અને પાંચમાં કર્મગ્રંથ પર ટિપ્પણો રચ્યાં. આ ધર્મઘોષસૂરિના જ પરિવારના શ્રી દેવસેનગણિના શિષ્ય પૃથ્વીચંદ્રસૂરિ એ કલ્પટિપ્પણકની રચના કરી. સંવત ૧૨૫૩માં શ્રીપ્રભસૂરિના શિષ્ય ઉદયસિંહે ધર્મવિધિની ટીકા રચી. સંવત ૧૨૫૪માં જાલિહર ગચ્છના દેવસૂરિએ પદ્મપ્રભચરિયું રચ્યું. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [52] મુનિ દીપરત્નસાગરજી Page #53 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૨૬૦માં વડગચ્છના શ્રી માનતુંગસૂરિના શિષ્ય મલયપ્રભ જયંતી પ્રશ્નોત્તર સંગ્રહ પર સિદ્ધજયંતી વૃત્તિ રચી. સંવત ૧૨૬૧માં ચંદ્રગચ્છના શિવપ્રભસૂરિના શિષ્ય તિલકાચાર્યે પ્રત્યેકબુદ્ધ ચરિત્ત રચ્યું. સંવત ૧૨૬૨માં જિનપતિસૂરિના શિષ્ય જિનપાલે ષસ્થાનક પર વૃત્તિ રચી. ૧૨૬૩માં અંચલગચ્છીય જયસિંહસૂરિના શિષ્ય ધર્મઘોષસૂરિએ પ્રાકૃતમાં શતપદી પ્રશ્નોત્તરપદ્ધતિ રચી. સંવત ૧૨૬૪માં નાગેન્દ્ર ગચ્છના દેવેન્દ્રસૂરિએ સંસ્કૃતમાં ચંદ્રપ્રભચરિત્ર રચ્યું. સંવત ૧૨૬૫માં વાયડગચ્છના જિનદત્તસૂરિએ કે જેણે અનેકને જૈન બનાવેલા તેમણે વિવેકવિલાસ નામનો ગ્રંથ રચ્યો. સંવત ૧૨૭૩માં અજિતદેવે યોગવિધિ, હરિભદ્રસૂરિએ મુનિપતિ ચરિત્ર રચ્યું. સંવત ૧૨૭૪માં તિલકાચાર્યે જિતકલ્પ પર વૃત્તિ રચી. ૧૨૭૫માં પૂર્ણભદ્ર દશ-ઉપાસકકથા રચી. ૧૨૯૯ માં નાગેન્દ્રગચ્છના વિજયસિંહસૂરિના શિષ્ય વર્ધમાન સૂરિએ ૫૪૯૪ શ્લોકપ્રમાણ વાસુપૂજ્યચરિત્ર રચ્યું. -------------૦-----૦-----૦--------- શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [53] મુનિ દીપરત્નસાગરજી Page #54 -------------------------------------------------------------------------- ________________ રાસનો યુગ અપભ્રંશ ભાષા ખેડાતા કાળક્રમે જૂની ગુજરાતી આદિ ભાષાઓ આવી. તે સમયે અનેક રાસોની રચના થઇ. તેને રાસયુગ કહેવાય, જો કે રાસો અનેક રચાયા છે. દેવચંદલાલભાઈ સંસ્થાના નેજા હેઠળ આગમોદદ્વારક શ્રી સાગરાનંદસૂરિજીએ ઘણા બધાનું પ્રકાશન પણ કરાવેલ છે. અહી તો અમોએ માત્ર રાસયુગમાં કેટલાક હૃતોપાસકોની સાહિત્યરચના (અલ્પા/સામાન્ય ઝાંખીરૂપે મૂકી છે. અલબત્ત રાસ-સાહિત્યનું પ્રદાન તો ઘણુંજ વિશાળ છે. તેના માટે તો જૈન ગુર્જર કવિઓ' પુસ્તકના બધા ભાગોને દ્રષ્ટિતળે લાવવા પડે. જેમકે તેરમી સદીમાં શાલિભદ્રસૂરિએ ભરતેશ્વર બાહુબલી રાસ રચ્યો, પછી બુદ્ધિદાસ રચ્યો. મહેન્દ્રસૂરિના શિષ્ય ધર્મમુનિએ જંબુસ્વામી રાસ રચ્યો. નાગેન્દ્રગચ્છીય વિજય સેનસૂરિએ રૈવતગિરિ રાસ રચ્યો. બૃહદ-ગચ્છના રામચંદ્રસૂરિના શિષ્ય મંગલસૂરિએ મહાવીર જન્માભિષેકકાવ્ય રચ્યું ઇત્યાદિ. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [54] મુનિ દીપરત્નસાગરજી Page #55 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યકાળ સંવત ૧૨૭૫થી ૧૩૦૩ આ યુગ વસ્તુપાલ-તેજપાલનો યુગ ગણાય છે. જે રાજ-મંત્રી તો હતા જ, સાથે સાથે દેલવાડાનાં જૈન દેરાસરો પણ તેમણે બંધાવેલાં હતા. તેમના સમયગાળામાં બાલચંદ્રસૂરિએ વસંતવિલાસ નામક મહાકાવ્ય રચેલું. જે રચનાકાળ આશરે સંવત ૧૨૭૭થી ૧૨૮૭નો હતો. તેની પૂર્વે તેમણે આદિજિનેશ્વર મનોરથમય સ્તોત્ર રચેલું હતું, અંબિકાસ્તવન રચેલું, અનેક સુક્તિઓ બનાવી. વસ્તુપાલ પોતે પણ કવિ તરીકે પ્રખ્યાત થયેલા હતા. સુંદર વિવેચનશક્તિ પણ ધરાવતા હતા. તેણે જ્ઞાનભંડારો પણ સ્થાપેલા. તેના કાળમાં ગૃહસ્થ કવિઓની પણ રચના જોવા મળે છે. તે સમયે અમરચંદ્રસૂરિ નામે એક સંસ્કૃત સાહિત્યના નામાંકિત આચાર્ય થયા. તેમણે બાલભારત નામે સંસ્કૃત મહાકાવ્ય રચેલું. કવિકલ્પલતા પર કવિશિક્ષાવૃત્તિ નામે ટીકા રચી અને કાવ્યકલ્પલતા શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [55] મુનિ દીપરત્નસાગરજી Page #56 -------------------------------------------------------------------------- ________________ પરિમલ અને અલંકાર પ્રબોધ રચ્યા, જે હાલ ઉપલબ્ધ નથી. તેમણે છંદોરત્નાવલી સ્યાદિ સમુચ્ચય અને પદ્માનંદ કાવ્ય પણ રચેલાં. ચતુર્વિશતિ જિનચરિત્ર, સૂક્તાવલિ, કલાકલાપ પણ રચેલાં છે. પૂર્વે જેનો ઉલ્લેખ કર્યો તે બાલચંદ્રસૂરિએ કરુણાવજયુદ્ધ નામક પંચાંકી નાટક પણ રચેલું. તેમના સમકાલીન મહાકવિ આસડે રચેલ વિવેકમંજરી અને ઉપદેશકંદલી પર ટીકાઓ પણ રચી. આજ અરસામાં જયસિંહસૂરિ થયા. તેઓ વીરસૂરિના શિષ્ય હતા. તેમણે વસ્તુપાલ-તેજપાલની દાનપ્રશંસા માટે એક સુંદર લાંબુ પ્રશસ્તિકાવ્ય રચ્યું. વસ્તુપાલ જેમને ગુરુ માનતા હતા તેવા વિજય સેનસૂરિના એક શિષ્ય નામે ઉદયપ્રભસૂરિ થયા. તેમણે સુકૃતકલ્લોલિની નામે પ્રશસ્તિકાવ્ય રચેલ. પછી ધર્મભ્યદય મહાકાવ્ય અને લક્ષ્મક રચ્યાં, જ્યોતિષગ્રંથ આરંભસિદ્ધિ, સંસ્કૃત નેમિનાથ ચરિત્ર, ષડશીતિ અને કર્મસ્તવ એ બંને કર્મગ્રંથો પર ટિપ્પણ, ઉપદેશમાળા ઉપર ઉપદેશમાલા કર્ણિકા નામે ટીકા, કાવ્યપ્રકાશ પરની ટીકા રચી. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [56] મુનિ દીપરત્નસાગરજી Page #57 -------------------------------------------------------------------------- ________________ તે જ સમયગાળામાં હર્ષપુરીય ગચ્છના જયસિંહ સૂરિના પરિવારમાં એક નરચંદ્રસૂરિ થયા. તેઓ વસ્તુપાલના સંઘમાં આચાર્ય તરીકે સાથે હતા. તેમણે પંદર તરંગોમાં કથારત્નસાગર રચેલ. તેમના શિષ્ય નરેન્દ્રપ્રભસૂરિએ વસ્તુપાલના આનંદને માટે આઠ પ્રકરણમાં અલંકારમહોદધિ નામે ગ્રંથ રચેલો. નરચંદ્રસૂરિએ મુરારિકૃત અનર્ધરાઘવ પર ૨૭૫૦ શ્લોકપ્રમાણ ટિપ્પણ રચેલું. ન્યાયકંદલી પર ટીકા રચેલી. નારચંદ્ર જ્યોતિષસાર રચેલું. તે સિવાય ચતુર્વિશતિજિનસ્તોત્ર આદિ અનેક ગ્રંથો રચ્યા છે. તેમની આજ્ઞાથી સંવત ૧૨૭૧માં ગુણવલ્લભે વ્યાકરણ ચતુષ્કાવસૂરિની રચના કરી. વસ્તુપાલનાં પ્રશસ્તિકાવ્યો રચેલાં. આ નરચંદ્રસૂરિના ગુરુ દેવપ્રભસૂરિએ સંવત ૧૨૭૦માં ૧૮ સર્ગમાં ૮૦૦૦ શ્લોકપ્રમાણ પાંડવચરિત્ર મહાકાવ્ય રચેલું. તેમ જ પાંચ વિશ્રામમાં મૃગાવતી ચરિત્રની રચના કરેલી. નરેન્દ્રપ્રભે અલંકારમહોદધિ અને કાકુસ્થકેલિ નામે ગ્રંથો રચેલા. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [57] મુનિ દીપરત્નસાગરજી Page #58 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૨૭૬ની આસપાસના સમયગાળામાં રાજગચ્છીય અભયદેવસૂરિના પરિવારમાં માણિક્યચંદ્રસૂરિ થયા. જેમણે કાવ્યપ્રકાશ સંકેત, પાર્શ્વચરિત્ર, શાંતિનાથ ચરિત્ર આદિ ગ્રંથો રચ્યા. સંવત ૧૨૭૭માં તિલકાચાર્યએ સમ્યક્ત્વપ્રકરણદર્શનશુદ્ધિ પરની ચક્રેશ્વરસૂરિની અધૂરી ટીકા પૂરી કરી. ૧૨૯૬માં આવશ્યક નિર્યુક્તિ લઘુવૃત્તિ તથા દશવૈકાલિક લઘુટીકા રચી. તદુપરાંત શ્રાવકપ્રાયશ્ચિત-સામાચારી, પૌષધિક પ્રાયશ્ચિત-સામાચારી, વંદનક પ્રત્યાખ્યાન લઘુવૃત્તિ, શ્રાવક પ્રતિક્રમણ સૂત્રવૃત્તિ, સાધુપ્રતિક્રમણસૂત્રવૃત્તિ, પાક્ષિકસૂત્ર અને પાક્ષિકખામણાં અવસૂરિ આદિ સામાચારી ગ્રંથોની રચના કરી. સંવત ૧૨૭૮માં ચંદ્રકુલના વર્ધમાનસૂરિના પરિવારના અભયદેવસૂરિ બીજાએ જયંતવિજયકાવ્ય રચ્યું. સંવત ૧૨૮૦માં શ્રી શ્રી પ્રભસૂરિએ હેમચંદ્રસૂરિકારક સમુચ્ચયોધિકારમાંથી પહેલા બે અધિકાર પર વૃત્તિ રચી. સંવત ૧૨૮૨માં પૂર્ણભદ્રગણિએ સ્થાનાંગ-ભગવતીઋષિસ્તવમાંથી ઉદ્ધરીને અતિમુક્તચરિત્ર, સં ૧૨૮૫માં શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [58] મુનિ દીપરત્નસાગરજી Page #59 -------------------------------------------------------------------------- ________________ ધન્યશાલિભદ્ર ચરિત્ર, સંવત ૧૩૦૫માં કૃતપુણ્યચરિત્ર આદિ રચ્યાં. સંવત ૧૨૮૫માં જ વિનયચંદ્ર આચાર્ય થયા. તેમણે પાર્શ્વનાથ ચરિત્રાદિ વિંશતિપ્રબંધ રચેલ. કાવ્યસાહિત્ય પર કવિશિક્ષા ગ્રંથ રચેલ. સંવત ૧૨૮૭માં સર્વદેવસૂરિએ સ્વપ્નસપ્તતિકા-વૃત્તિ રચી. આ ધર્મઘોષસૂરિના સંવત ૧૨૯૪માં પટ્ટધર મહેન્દ્રસૂરિએ શતપદીપ્રશ્નોત્તર-પદ્ધતિનો સમુદ્ધાર કર્યો. તેમ જ તીર્થમાલાસ્તોત્ર પ્રતિમા સ્તુતિની સટીકની રચના કરી. જિરાવલ્લી પાર્શ્વનાથ સ્તોત્ર રચ્યું. તેના શિષ્ય ભુવનતુંગસૂરિએ ચતુ:શરણાવયૂરિની રચના કરી. ૧૨૯૪માં ચાંદ્રકુલીન વિબુધપ્રભસૂરિના શિષ્ય પદ્મપ્રભસૂરિએ મુનિસુવ્રત તથા કુંથુનાથના ચરિત્રોની રચના કરી. ૧૨૯૫માં ખરતર-ગચ્છીય સુમતિગણિ એ ગણધરસાર્ધશતક પર બૃહદવૃત્તિ રચી. આ જ સાલમાં ઉદયસિંહસૂરિએ પિંડવિશુદ્ધિ પર ૭૦૩ શ્લોકપ્રમાણ દીપિકા રચી. સંવત ૧૨૯૬માં ગુણાકારસૂરિએ નાગાર્જુનકૃત યોગમાલા પર વૃત્તિ રચી. સંવત ૧૨૯૮માં ચંદ્રગચ્છીય દેવેન્દ્રસૂરિએ ૫૭૩૦ શ્લોકપ્રમાણ ઉપમિતિભવ-પ્રપંચકથા સારોદ્ધાર રચ્યો. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [59] મુનિ દીપરત્નસાગરજી Page #60 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યકાળ સંવત ૧૩૦૦થી ૧૩૫૨ વાઘેલાઓના શાસનકાળનો આ સમય હતો. સંવત ૧૩૦૦માં વિશળદેવે સોલંકી ત્રિભુવનપાલ પાસેથી ગુજરાતનું રાજ્ય લઇ લીધું હતું. આ કાળમાં શ્રુતવારિધિ કહી શકાય તેવા અને પ્રશસ્તવ્યાખ્યાન કૌશલ્યના ધારક એવા શ્રી દેવેન્દ્રસૂરિ થયા. તેઓ તપાગચ્છના સ્થાપક શ્રી જગતચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમના વ્યાખ્યાનમાં ૧૮૦૦ શ્રાવકો સામાયિક લઈને બેસતા હતા. તેઓએ પોતાની શ્રુતસાધનાના ફળરૂપે અનેક સાહિત્યગ્રંથોની રચના કરેલી. તે સામાન્ય ચિતાર અહીં રજૂ કરેલ છે. પાંચ નવ્ય કર્મગ્રંથો રચ્યા. તેના પર સ્વોપજ્ઞ ટીકા બનાવી. સિદ્ધપંચાશિકા, દેવવંદનાદિ ત્રણ ભાષ્યો, સુદર્શના-ચરિત્ર, શ્રાવકદિન-નૃત્યસટીકં, શ્રાવકદિન-કૃત્યસટીકં, ધર્મરત્નટીકા, દાનાદિકુલક અનેક સ્તવન-પ્રકરણાદિ રચેલા. તેઓ સંવત ૧૩૨૭માં કાળધર્મ પામ્યા. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [60] મુનિ દીપરત્નસાગરજી Page #61 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૩૦૭માં પોશાળગચ્છના વીરપ્રભસૂરિના શિષ્ય અજિતપ્રભસૂરિએ શાંતિનાથ-ચરિત્ર રચ્યું. તેમણે ભાવનાસાર ગ્રંથ પણ રચેલો. સંવત ૧૩૦૭માં જ ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિના શિષ્ય પૂર્ણકલશે પ્રાકૃત-દ્વયાશ્રય પર વૃત્તિ રચી. તેમના ગુરુભાઈ લક્ષ્મીતિલકે સંવત ૧૩૧૧માં ૧૭ સર્ગવાળું પ્રત્યેકબુદ્ધચરિત્રયુક્ત એવું ‘જિનલક્ષ્મી' મહાકાવ્ય રચ્યું. તેમના વિદ્યાશિષ્ય અભયતિલકે સંસકૃત દ્વયાશ્રય પર વૃત્તિ રચી. તદુપરાંત તેણે પંચપ્રસ્થન્યાયતર્ક વ્યાખ્યા રચી. સંવત ૧૩૧૨માં ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિના શિષ્ય ચંદ્રતિલકે ૯૦૩૬ શ્લોકપ્રમાણ અભય-કુમારચરિત રચ્યું. ૧૩૦૨માં દિક્ષિત થનાર વિદ્યાનંદસૂરિ કે જેમણે તપાગચ્છીય દેવેન્દ્રસૂરિ પાસે દીક્ષા લીધેલી તેમણે ‘વિદ્યાનંદ’ વ્યાકરણ રચ્યું. સંવત ૧૩૧૩માં ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિએ સંસ્કૃતમાં શ્રાવકધર્મવિધિ રચેલ. તેના પર ૧૩૧૭માં વિદ્યાનંદે અને લક્ષ્મીતિલકસૂરિએ બૃહદવૃત્તિ રચેલી. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [61] મુનિ દીપરત્નસાગરજી Page #62 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૩૨૧માં ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિના શિષ્ય પ્રબોધચંદ્રમણિએ સંદેહ-દોહાવલી પર બૃહદવૃત્તિ રચી. સંવત ૧૩૨૨માં જિનેશ્વરસૂરિના બીજા એક શિષ્ય ધર્મતિલકે ઉલ્લાસિકસ્મરણ-ટીકા રચી. આજ સાલમાં વાદીદેવસૂરિના વંશજ મુનિ દેવસૂરિએ સંસ્કૃતમાં શાંતિનાથ ચરિત્ર રચ્યું. તેમણે ધર્મોપદેશમાલા પર પણ વૃત્તિ રચી છે. આજ સાલમાં યશોદેવસૂરિના પ્રશિષ્ય સિંહતિલકસૂરિએ લીલાવતી નામક ટીકા સહિત મંત્રરાજરહસ્ય ગ્રંથ રચ્યો. તેમ જ વર્ધમાનવિદ્યાકલ્પ, ગણિતતિલકવૃત્તિ, પદ્મપ્રભસૂરિકૃત ભુવનદીપક પર વૃત્તિ રચી. સંવત ૧૩૨૪માં કાસદ્રહગચ્છના નરચંદ્ર ઉપાધ્યાયે પ્રક્ષશતક ગ્રંથ અને જન્મસમુદ્રાસટીક ગ્રંથ રચ્યો. આજ સમયગાળામાં ચંદ્રગચ્છીય કનકપ્રભના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ પ્રાકૃત સમરાઈઐકહાનો સંક્ષેપ કરીને સંસ્કૃતમાં સમરાદિત્ય સંક્ષેપ રચ્યો. સંવત ૧૩૩૮માં પ્રવજ્યાવિધાન-મૂલશુદ્ધિ પ્રકરણ રચ્યું. સંવત ૧૩૨૫માં બૃહત્ તપાગચ્છીય વિનયચંદ્રસૂરિએ કલ્પ નિર્યુક્તિ-દીપાલિકા કલ્પ રચ્યું. પરમાનંદસૂરિના શિષ્ય શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [62] મુનિ દીપરત્નસાગરજી Page #63 -------------------------------------------------------------------------- ________________ રત્નપ્રભસૂરિએ પ્રાકૃતકુવલયમાલા પરથી સંસ્કૃતમાં ચાર ભાગમાં તે કથા રચી. સંવત ૧૩૨૮માં ખરતરગચ્છીય પ્રબોધમૂર્તિએ કાતંત્રવ્યાકરણ પર દુર્ગાદપ્રબોધ નામક ટીકા રચી. સંવત ૧૩૨૯માં જયમંગલસૂરિના શિષ્ય સોમચંદ્ર વૃત્તરત્નાકર નામક છંદના ગ્રંથ પર ટીકા રચી. સંવત ૧૩૨૭માં વિદ્યાનંદના ભાઈ ધર્મઘોષસૂરિએ સંઘાચારભાષ્ય-ચૈત્યવંદનભાષ્ય-વિવરણ રચ્યું. તેમજ કાલ સપ્તતિ સાવચૂરિ રચી. પછી શ્રાદ્ધ-જિતકલ્પ, ચતુર્વિશતિ જિનસ્તુતિ, દુ:ષમકાલસંઘસ્તોત્રની રચના કરી. તેઓ પ્રબળ મંત્રશાસ્ત્રી હતા. તેમણે સંવત ૧૩૫૭માં કાળ કર્યો. આ ધર્મઘોષસૂરિના શિષ્ય સોમપ્રભસૂરિએ ૨૮ યમક સ્તુતિઓ તથા યતિ-જિતકલ્પ આદિ પ્રકરણોની રચના કરી. સંવત ૧૩૨૨માં વૃદ્ધતપાગચ્છીય ક્ષેમકીર્તિએ બૃહત્કલ્પભાષ્ય અને ચૂર્ણ આધારે વિશેષ વિતરણ માટે વિવૃત્તિ રચી. તે જ સમયગાળામાં માનતુંગાચાર્યએ શ્રેયાંસ ચરિત્ર રચ્યું. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [63] મુનિ દીપરત્નસાગરજી Page #64 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૩૩૪માં નાગેન્દ્રકુલના વિબુધપ્રભના શિષ્ય ધર્મકુમારે સાત પ્રસ્તાવમાં શાલિભદ્રચરિત્ર રચ્યું. તથા ખરતરગચ્છીય વિવેકસાગરે પુણ્યસાર-કથાનક રચ્યું, તેમ જ વિવેકસાગર સમ્યક્વાલંકાર નામે ગ્રંથ રચ્યો. સંવત ૧૩૩૪માં જ રાજગચ્છીય ધનેશ્વરસૂરિના વંશજ પ્રભાચંદ્રસૂરિએ પ્રભાવકચરિત્ર સંસ્કૃત કાવ્ય રચ્યું. સંવત ૧૩૩૭માં ભાલચંદ્ર વિષયનિગ્રહકુલક પર વૃત્તિ રચી. સંવત ૧૩૩૮માં માણિજ્યચંદ્રસૂરિએ શકુન સારોદ્ધાર ગ્રંથ રચ્યો. સંવત ૧૩૪૯માં નાગેન્દ્રગથ્વીય મલ્લિષેણસૂરિએ સ્યાદવાદમંજરી રચી. લઘુખરતરગચ્છ પ્રવર્તક જિનસિંહસૂરિના શિષ્ય જિનપ્રભસૂરિ કે જેઓ ચૌદમી સદીમાં થયા, તેઓ અસાધારણ પ્રતિભાવાન અને અનેક ગ્રંથોના કર્યા હતા. તેમણે વિવિધ તીર્થકલ્પકલ્પપ્રતપની રચના કરી. આ ગ્રંથમાં કુલ ૫૮ કલ્પો છે. આ કલ્પો ઐતિહાસિક રૂપે મહત્વની માહિતી પૂરી પાડે છે. તેમને પ્રતિદિન એક નવું સ્તવન રચવાનો નિયમ હતો. તેમણે યમક-શ્લેષ-ચિત્ર-છંદ-વિશેષ એવા ૭૦૦ સ્તવનોની રચના કાર્યનો ઉલ્લેખ છે. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [64] મુનિ દીપરત્નસાગરજી Page #65 -------------------------------------------------------------------------- ________________ તદઅંતર્ગત તેમણે રચેલ ગૌતમસ્તોત્ર, ૨૪-જિન સ્તુતિ, જિનરાજસ્તવ, નેમિસ્તવ, પંચપરમેષ્ઠીતવ, પાર્થસ્તવ, વિરસ્તવ, શારદાસ્તોત્ર, સર્વજ્ઞભક્તિસ્તવ, સિદ્ધાંતસ્તવ આદિ ઉપલબ્ધ છે. તેમણે સંવત ૧૩૫રમાં કાતંત્રવ્યાકરણ પર વિજિતટીકા રચી. ૧૩૫૬માં દ્વયાશ્રય મહાકાવ્ય શ્રેણિકચરિત્ર રચ્યું. ૧૩૬૩માં વિધિપ્રપા ગ્રંથ રચ્યા. ૧૩૬૪માં સંદેહવિષઔષધિ નામે કલ્પસૂત્રવૃત્તિ રચી. સાધુપ્રતિક્રમણ સૂત્ર-વૃત્તિ રચી. ૧૩૬પમાં અજિતશાંતિસ્તવ અને ઉપસર્ગહરસ્તોત્ર પર વૃત્તિ રચી. ભયહરસ્તોત્ર પર વૃત્તિ રચી. ધર્માધર્મ પ્રકરણ, આવશ્યક સૂત્ર અવચૂરિ, ચતુર્વિધ ભાવનાકુલક, તપોમતકુદન, સ્વર્ણસિદ્ધિ ગર્ભ મહાવીર જિનસ્તવ- અવચૂરિ આદિ રચ્યા. આ જિનપ્રભસૂરિની અપભ્રંશકૃતિઓ પણ જોવા મળે છે, જેમાં મદનરેખાસંધિ, વયરસ્વામિચરિત્ર, મલ્લિચરિત્ર, નેમિનાથરાસ, ષપંચાશી [૫૬] દિક્કુમારિકા અભિષેક, મુનિસુવત-જન્માભિષેક, જ્ઞાનપ્રકાશ, ધર્માધર્મ વિચારકુલક, શ્રાવકવિધિપ્રકરણ, ચૈત્યપરિપાટી, સ્થૂલભદ્ર-ફાગ, યુગાદિ જિનચરિત્રકુલક આદિની રચના જોવા મળે છે. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [65] મુનિ દીપરત્નસાગરજી Page #66 -------------------------------------------------------------------------- ________________ જૂની ગુજરાતીમાં સાહિત્ય ચૌદમી સદીના પૂર્વાર્ધમાં જૂની ગુજરાતીમાં રચાયેલ કેટલાંક કાવ્યો જોવામાં આવે છે, જેમકે:વિનયચંદ્રકૃત નેમિનાથ ની ચોપાઈ, આનંદસંધિ. સંવત ૧૩૨૭માં કોઈએ રચેલ સપ્તક્ષેત્રિરાસ. સંવત ૧૩૩૧માં સોમમૂર્તિએ રચેલ જિનેશ્વર સૂરિના દીક્ષાવર્ણનનો રાસ. સંવત ૧૨૭૮ થી ૧૩૩૦ વચ્ચે ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિ શિષ્ય જગડુએ સમ્યક્ત્વ માઈ ચોપાઈ રચી. પદ્મકૃત શાલિભદ્રકક્ક, દુહામાદિકા આદિ અન્ય ગુજરાતી કાવ્યો પણ જોવા મળે છે. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [66] મુનિ દીપરત્નસાગરજી Page #67 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યકાળ સંવત ૧૩૫૬થી ૧૪૦૦ ગુજરાતમાં મુસ્લિમોનો પ્રવેશ અને શાસનકાળનો આ યુગ હતો. અલ્લાઉદ્દીનખીલજીએ પગ મુક્યો. સર્વ પ્રાચીનતાના મૂળો હલી ગયાં. બધું બદલાતાં સાહિત્ય સ્વરૂપમાં પરિવર્તનો આવ્યાં. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું મહત્વ ઘટવા લાગ્યું. લૌકિકસાહિત્યની બોલબાલા વધી. સંવત ૧૩૬૧માં નાગેન્દ્રગચ્છીય મેરુતુંગસૂરિએ પ્રબંધચિંતામણિ ગ્રંથ રચ્યો. વિચારશ્રેણી સ્થવિરાવલી રચી. ઉપદેશશતકની રચના કરી. આ જ સમયકાળમાં કોઈએ વાસ્તુસાર, જ્યોતિષસાર, દ્રવ્યપરીક્ષા અને રત્નપરીક્ષા ગ્રંથોની રચના કરી, તેની વૃત્તિ પણ રચી. ૧૭૭૩માં ચક્રેશ્વરસૂરિ વંશજ કમલપ્રત્યે પુંડરીક ચરિત્ર રચ્યું. સોમતિલકે ૧૩૮૭ આસપાસ નવ્યક્ષેત્ર સમાસ, વિચારસૂત્ર, સપ્તતિશતસ્થાનક સોમપ્રભકૃત ૨૮ યમકસ્તુતિની વૃત્તિ રચી. ૧૩૮૦માં માલધારી રાજશેખર સૂરિના શિષ્ય સુધાકલશે સંગીતોપનિષત નામનો સંગીતગ્રંથ રચ્યો. એકાક્ષર નામમાલા કોશ રચ્યો. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [67] મુનિ દીપરત્નસાગરજી Page #68 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૩૮૩માં જિનકુશલસૂરિએ જિનદત્તસૂરિકૃત્ત દેવવંદનકુલક પર વૃત્તિ રચી. તેમના શિષ્ય લબ્લિનિધાને આ વૃત્તિ પર ટિપ્પણક રચ્યું. ૧૩૮૯માં રૂદ્રપલ્લીયગચ્છના સોમતિલકસૂરિએ વીરકલ્પ અને ષદર્શનસૂત્ર ટીકા રચી. ૧૩૯૨માં શિલોપદેશમાલા પર શીલતરંગિણી નામક વૃત્તિ રચી. ૧૩૯૭માં લઘુસ્તવટીકા અને કુમારપાલપ્રબંધની રચના કરી. સંવત ૧૩૯૩માં રત્નદેવ ગણિએ જયવલ્લભકૃત પ્રાકૃત વક્યાલય પર ટીકા રચી. ચૌદમી સદીના જ ઉત્તરાર્ધમાં રુદ્રપલીય ગચ્છના દેવભદ્રસૂરિના શિષ્ય તિલકઉપાધ્યાયે ગૌતમપૃચ્છા પર વૃત્તિ રચી. ધનપ્રભ સૂરિના શિષ્ય સર્વાનંદસૂરિએ જગડુચરિત્ર રચ્યું. અંચલગચ્છીય ભુવનતુંગસૂરિએ ઋષિમંડલ વૃત્તિ રચી. આતુર પ્રત્યાખ્યાન અને ચતુદશરણપયન્ના પર વૃત્તિઓ રચેલી હતી. ૧૩૬૩માં પ્રજ્ઞાતિલકસૂરિએ કડ્ડલીરાસ રચ્યો. માણિક્યપ્રભસૂરિના શિષ્ય ઉદયસિંહસૂરિએ પિંડવિશુદ્ધિ વિવરણ, ધર્મવિધિ-વૃત્તિ, ચૈત્યવંદનદીપિકા રચ્યાં. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [68] મુનિ દીપરત્નસાગરજી Page #69 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૩૭૧માં નિવૃત્તિ ગચ્છીય પાસડસૂરિના શિષ્ય અંબદેવસૂરિએ સમરાદિત્ય રાસો રચ્યો. ખરતર ગચ્છીય જિનપદ્મસૂરિએ સ્થૂલભદ્ર ફાગ રચ્યો. ----- ----- ----- ----- -----૦--------- આ રીતે ચૌદમી સદી સુધીમાં થયેલા હૃતોપાસકો અને તેમની સાહિત્ય રચનાની ઝાંખી કરાવવા અમે પ્રયાસ કર્યો છે. તેનો અર્થ એવો નથી કે બીજી કોઈ સાહિત્યની રચનાઓ પણ થઇ જ નથી. આ તો માત્ર અમે આધારભૂત લીધેલા ગ્રંથોના આધારે થયેલ એક સામાન્ય સંકલન માત્ર છે, જે અપરિપૂર્ણ જ હોય તેમ અમે અત્યારે પણ માનીએ છીએ કેમકે આવા લેખો માટે પુષ્કળ સંદર્ભસાહિત્ય અને પ્રચૂર સમયાવાકાશ જરૂરી હોય છે. જે બંને અમારી પાસે સંપાદકે આપેલા સમયમાં શોધવાનો, એકઠું કરવાનો અને સંકલન કરવાનો સમયઅવકાશ હતો જ નહિ. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [69] મુનિ દીપરત્નસાગરજી Page #70 -------------------------------------------------------------------------- ________________ ચૌદમી સદીથી આજ પર્યત સાહિત્ય યાત્રા ચાલુ જ રહી, જે આપણે સૌ જાણીએ જ છીએ. તે માટે જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, જૈન પરંપરાના વિવિધ ઇતિહાસો, જૈન ગુર્જર કવિઓ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, સાહિત્ય ક્ષેત્રે જૈનો ઇત્યાદિ અનેક સંદર્ભો અમે પણ જોયેલા છે, પણ આ લેખને અમે ચૌદમી સદી સુધી લઇ જઈ છોડી રહ્યા છીએ, અર્થાત, આ અપૂર્ણ લેખ જ છે. માટે આ સિવાય પણ આટલા સૈકાનું અનેક મહત્વપૂર્ણ સાહિત્ય અને તેના શ્રુતોપાસકો એ સર્વેનું સ્મરણ કરી આ લેખ અધૂરો છોડી રહ્યા છીએ......... ... મુનિ દીપરત્નસાગર શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [70] મુનિ દીપરત્નસાગરજી