________________
વિશેષણવતી નામક ૪૦૦ ગાથાનો પ્રકરણ ગ્રંથ અને દશવિધ પ્રાયશ્ચિત્તયુક્ત જીવકલ્પસૂત્રની રચના કરી છે. તેમણે ધ્યાનશતક પણ રચેલ છે.
ભાષ્યકાર રૂપે વિશેષ પ્રસિદ્ધ બે જ નામો આપણી સન્મુખ આવે છે. જેમાં (૧) શ્રી સંઘદાસ ગણિ છે અને (૨) જિનભદ્ર ગણિ છે. તેઓ આગમ પરંપરાના મહાન સંરક્ષક હતા. હેમચંદ્રાચાર્યએ તેમને ઉત્કૃષ્ટ વ્યાખ્યાતા રૂપે ઓળખાવેલ છે.
પૂજ્ય શ્રીજિનભદ્રગણના વિશેષ-આવશ્યક ભાષ્ય પર કોટ્યાચાર્ય નામક આચાર્યની ટીકા પણ પ્રાપ્ત છે.
જિનદાસ ગણિ મહત્તર
આઠમી સદીમાં થયેલા આ આચાર્યશ્રીનું નામ કાને પડતાં જ આગમ સૂત્રો પરનું ચૂર્ણ સાહિત્ય નજરે તરવરે છે. નંદિસૂત્ર હોય કે આવશ્યક; નિશીથસૂત્ર હોય કે અન્યઆગમ, ચૂર્ણ સાહિત્યકાર રૂપે મુખ્યતયા આ જિનદાસ ગણિ મહત્તર જ તે સાહિત્યના સર્જનકાર રૂપે નજરે પડે છે.
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [19]
મુનિ દીપરત્નસાગરજી