________________
ઉદ્યોતનસૂરિ
હરિભદ્રસૂરિના શિષ્ય હતા. વિક્રમ સંવત ૮૩૪માં તેઓએ કુવલયમાલા' નામક પ્રાકૃત-કથાની રચના કરેલી. તેઓ દાક્ષિણ્યાંક સૂરિ નામે પણ પ્રસિદ્ધ છે. આ કથા પ્રાકૃત સાહિત્યમાં અમૂલ્યરત્ન સમાન છે.
સિદ્ધર્ષિસૂરિ
| વિક્રમની દશમી સદીમાં આ આચાર્ય થયાનું કહેવાય છે. તેમનું ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન- “ઉપમિતિ ભવપ્રપંચ- કથા' છે. આ એક વિશાળ મહારૂપક ગ્રંથ છે. તેનું સાહિત્યમૂલ્ય પણ ઘણું જ ઊંચું છે. તેમણે હરિભદ્ર-સૂરિની અનુપમ સ્તુતિ કરેલી છે. તેમને તેઓ ધર્મબોધકર રૂપે ઓળખાવે છે.
તેઓએ શ્રી ચંદ્રકેવલીચરિત્ર પ્રાકૃતમાંથી સંસ્કૃતમાં રૂપાંતરિત કર્યું . ધર્મદાસગણિની પ્રાકૃત ઉપદેશ-માળા પર સંસ્કૃત ટીકા લખેલી છે. સિદ્ધસેન દિવાકર કૃત ન્યાયાવતાર ગ્રંથ ઉપર સિદ્ધ વ્યાખ્યાનિકા વૃત્તિ રચી છે.
----0-----0---0-----0-----0-----
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [20]
મુનિ દીપરત્નસાગરજી