________________
સંઘદાસ ક્ષમાશ્રમણ
અંદાજે સાતમી સદીમાં થયા. તેઓએ પંચકલ્પમહાભાષ્યની રચના કરી. વસુદેવહિંડી નામક ગ્રંથ પણ પ્રાકૃતમાં તેમણે આરંભેલો જે ધર્મસેન ગણિએ પૂર્ણ કરેલ. માનતુંગાચાર્ય
ભક્તામરસ્તોત્ર' જેવી મંત્ર-ગર્ભિત અને ભક્તિસભર રચના તેમનું સર્જન છે, જે દિગંબર-શ્વેતાંબરસ્થાનકવાસી આદિ સંપ્રદાયોમાં આજ પર્યત માન્ય છે.
જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ
વિક્રમ સંવત ૬૪૫ માં થયેલ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ હરિભદ્રસૂરિની પૂર્વે થયા. આ ક્ષમાશ્રમણે ‘વિશેષાવશ્યક ભાષ્ય' નામે એક સચોટ સાહિત્ય-સર્જન કરેલ છે. આવશ્યક આગમ પરત્વે રચાયેલ આ ભાષ્ય એ વર્તમાનકાલીન ગણધરવાદને પ્રદાન કર્યો છે. આ ભાષ્યની સ્વોપજ્ઞટીકા પણ તેમણે રચી.
તદુપરાંત બૃહત્ સંગ્રહણી અને બૃહત્ ક્ષેત્રસમાસ જેવા જૈન ભૂગોળના ગ્રંથોની પણ રચના કરી છે.
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [18]
મુનિ દીપરત્નસાગરજી