________________
ઉપદેશપદ, પંચસૂત્રવૃત્તિ, શાસ્ત્રવાર્તા-સમુચ્ચય અને પંચવસ્તુ જેવા ગ્રંથો પણ રચેલા છે. અને મહાનિશીથ આગમગ્રંથનો જીર્ણોદ્વાર પણ કરેલો છે.
વર્તમાનકાળે પણ તેમની ૮૨ રચનાનું અસ્તિત્વ જોવા મળે છે. યાકિનીમહત્તરાધર્મસુનુ' ના વિશેષણથી પોતાને પ્રસિદ્ધ કરનારા અને ભવવિરહ કવિ એવા આ શ્રુતોપાસક રચિત ‘સંસાર-દાવાનલ' એ આદ્ય અક્ષરોથી પ્રસિદ્ધ સ્તુતિ આજે પણ આઠમના પ્રતિક્રમણમાં સ્તુતિરૂપે અને પદ્મિ પ્રતિક્રમણમાં સજ્ઝાયરૂપે બોલાય છે. બહેનો નિત્ય પ્રતિક્રમણમાં ષડાવશ્યકની પૂર્ણાહૂતિ બાદ સમૂહમાં
બોલે છે.
તેમનું રચિત ‘સંબોધપ્રકરણ' આચાર સંબંધી અનન્ય સ્પષ્ટીકરણો આપે છે તો પંચિદિય સૂત્ર' નામક આદ્યાક્ષરોથી પ્રસિદ્ધ સૂત્ર ગુરુ સ્થાપનારૂપે આજે પણ પ્રયોજાય છે.
તેમના સર્જિત સાહિત્ય અને તે સાહિત્યનો પરિચય આપવા પુરુષાર્થ કરીએ તો એક લેખ નહિ પણ એક પુસ્તિકા તૈયાર થઇ જાય.
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [17]
મુનિ દીપરત્નસાગરજી