________________
સિદ્ધસેનગણિ
શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણના કાળમાં સિદ્ધસેનગણિ થયા. પૂજ્યઉમાસ્વાતિ રચિત 'તત્વાર્થાધિગમસૂત્ર પર તેમની રચેલી વિશાળ ટીકા તેઓનું ઉત્તમ સાહિત્યસર્જન છે. આગમપ્રધાન વિદ્વતાથી યુક્ત આ શ્રમણ, શ્રીદિજાગણિના શિષ્ય સિંહગિરિના પ્રશિષ્ય હતા. તેમણે પોતાની તત્વાર્થ ટીકામાં પ્રમાણ-નય પર વિસ્તૃત ચર્ચા કરી છે.
હરિભદ્રસૂરિ
જૈન સાહિત્યજગતમાં શીર્ષસ્થ વિદ્વાનોમાં જેમનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયું છે તેવા ૧૪૪૪ ગ્રંથોના રચયિતા અજોડ સાહિત્ય-સર્જક તે આ હરિભદ્રસૂરિજી.
તેઓએ કેટલાક આગમોની સંસ્કૃત વૃત્તિ પણ રચી છે. જૈન યોગની શૃંખલાબદ્ધ વ્યવસ્થા કરી કેટલાક ગ્રંથો પણ વૃત્તિ રૂપે રચેલા છે. પ્રાકૃતમાં સમરાદિત્ય કથા પણ રચી છે.
લલિતવિસ્તરા અને ધર્મબિંદુ શ્રાવક ધર્મવિધિ, પંચાશક, ષોડશક, અનેકાંતવાદ પ્રવેશ, અષ્ટકપ્રકરણ, શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [16] મુનિ દીપરત્નસાગરજી