________________
ધનેશ્વરસૂરિ
વિક્રમ સંવત ૪૭૭માં આ પૂજ્યશ્રીએ શત્રુંજય માહાસ્યની રચના કરી. મલવાદીસૂરી
દ્વાદશાર નયચક્રવાલ નામનો ન્યાયનો ગ્રંથ આ પૂજ્યશ્રી એ રચેલો. બૌધાચાર્ય ધર્મકીર્તિના ન્યાયબિંદુ ગ્રંથ પર તેઓએ ધર્મોત્તર ટિપ્પણકની રચના કરી છે. સન્મતિતર્કવૃત્તિ ઈત્યાદિ ગ્રંથો રચ્યા. હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ વિદ્વાને તેમનો તાર્કિક શિરોમણી રૂપે ઉલ્લેખ કર્યો છે. એક મતે મલ્લવાદીસૂરિ વિક્રમ સંવત ૪૧૪ માં થયા. શિવશર્મસૂરિ
અંદાજે પાંચમી સદીમાં થયેલા આ આચાર્ય કર્મસાહિત્ય-વિશારદ હતા. તેઓએ ૪૭૫ ગાથાનો કર્મ પ્રકૃતિ નામક ગ્રંથ રચ્યો. તેમ જ છ પ્રાચીન કર્મગ્રંથોમાં પાંચમો શતક નામનો કર્મગ્રંથ પણ રચેલો છે. ચંદ્રષિ મહત્તર
૯૬૩ ગાથાનો પંચસંગ્રહ રચ્યો. તેના પર ૯૦૦૦ શ્લોકપ્રમાણ સ્વોપજ્ઞવૃત્તિની રચના કરી છે. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [15] મુનિ દીપરત્નસાગરજી