________________
જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આદિ:
પૂજ્યશ્રી મલયગિરિજી જેવા મૂર્ધન્ય વિદ્વાને તેમજ શ્રી મુનિચંદ્રસૂરિજી અને શ્રી તિલકઆચાર્ય આદિએ પણ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની પ્રશંશા કરી છે.
આચાર્ય મલવાદી:
પ્રભાવક ચરિત્રમાં આચાર્ય શ્રીમલવાદીની સ્તુતિ નજરે પડે છે. ત્રીજીથી આઠમી સદીમાં આ વિવિધ જૈનાચાર્યો થયા તેમાંના કેટલાક શ્રેતોપાસકોની સાહિત્ય સાધનાની અહીં કિંચિત ઝાંખી રજુ કરેલ છે.
દેવગુપ્તાચાર્ય
જેઓ છઠ્ઠી સદીમાં થયા તેમણે ત્રિપુરુષચરિત્રની રચના કરેલી.
શીલાંકાચાર્ય
તેઓએ આચાર અને સૂત્રકૃત એ બે અંગસૂત્રોની વૃત્તિની રચના કરેલી. તદુપરાંત તેમની જીવસમાસ' પર વૃત્તિ પણ મળે છે.
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [14]
મુનિ દીપરત્નસાગરજી