________________
આચાર્ય એ અનેક સાહિત્યનું સર્જન કરી,તેની જૈન જગત દ્વારા વિશ્વને ભેટ આપી છે.
તેઓ પ્રમાણ શાસ્ત્રના પ્રતિષ્ઠાપક આચાર્ય હતા. તેમનાથી તર્કપ્રધાન પરંપરાનો યુગ આરંભ થયો. તેમણે ન્યાયાવતાર, સન્મતિતક પ્રકરણ, દ્વાત્રિશત્કાત્રિશિકા (કે જેમાં અનેકવિધ વિષયોને વિવિધ છંદો વડે કાવ્યાનુબદ્ધ કરાયા છે). તથા કલ્યાણમંદિર સ્તોત્ર તેઓની મંત્રશક્તિ અને ભક્તિબુદ્ધિના પ્રતીક જેવું સ્તોત્ર છે.
કોઈક સિદ્ધસેનને જ ગંધહસ્તિ નામે ઓળખાવે છે. જો આ મત સાચો માનીએ તો આચારાંગના શસ્ત્રપરિજ્ઞા પરનું ગંધહસ્તિ વિવરણ પણ તેમની કૃતિ છે તેવું માનવું પડે. તેમની ગણના કવિપ્રભાવક રૂપે પણ થાય છે. તેમનું વૃદ્ધિવાદીના શિષ્ય રૂપે કુમુદચંદ્ર નામ હતું. પછીથી તેઓ સિદ્ધસેન-દિવાકર નામે પ્રસિદ્ધ થયા.
વિમલસૂરિજી:
| વિક્રમ સંવત ૬૦ માં વિમલસૂરિએ પઉમચરિયની (જૈન રામાયણની) રચના પ્રાકૃતભાષામાં કરી.
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [13]
મુનિ દીપરત્નસાગરજી