________________
હેમચંદ્રાચાર્યજીએ તેઓના સિદ્ધહેમ વ્યાકરણમાં ઉત્કૃષ્ટડનુપેન' સૂત્રમાં ઉમાસ્વાતિજીને ઉત્કૃષ્ટ સંગ્રહકર્તા સ્વરૂપે ઓળખાવેલાં છે.
પાદલિપ્તસૂરિ:
વિક્રમરાજાના કાળમાં આ આચાર્ય થયાનું કહેવાય છે. તેને પાલિપ્તસૂરિ પણ કહે છે. પ્રાકૃત અને સંસ્કૃત સાહિત્યયુગમાં તેમના સર્જેલ સાહિત્યમાં તરંગવતી નામે પ્રાકૃત ભાષામાં રચાયેલી અદભુત કથા છે. તદ ઉપરાંત જૈન નિત્યકર્મ, જૈન દીક્ષા, પ્રતિષ્ઠા વિધિ, શિલ્પનો ગ્રંથ નિર્વાણકલિકા, જ્યોતિષ કરંડક પર પ્રાકૃત ટીકાની રચનાઓ મુખ્ય છે.
તેઓ પ્રતિષ્ઠિત કવિ હતા. તેમના નામ પરથી પાલિતાણાની સ્થાપના થઈ છે.
સિદ્ધસેનસૂરિજી:
જેની પ્રશંશાસ્તુતિ હરિભદ્રસૂરિજી, મુનિરત્નસૂરિજી, પ્રભાચંદ્રસૂરિજી, પ્રદ્યુમ્નસૂરિજી જેવા મૂર્ધન્ય વિદ્વાનોએ કરી છે. તે સિદ્ધસેન દિવાકર નામે પ્રસિદ્ધિ પામેલા આ
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [12]
મુનિ દીપરત્નસાગરજી