________________
ધર્મધોષસૂરિ
પૌર્ણમિક ગચ્છના સ્થાપક ચંદ્રપ્રભસૂરિના શિષ્ય હતા. ગુર્જરનરેશ જયદેવસિંહે તેમની પ્રશંસા કરેલી. તેમણે શબ્દસિદ્ધિ વ્યાકરણ અને રૂષિમંડલ સ્તવન રચેલું.
યશોદેવસૂરિ –
ઉપકેશગચ્છીય દેવગુપ્તસૂરિના શિષ્ય એવા યશોદેવસૂરિએ વિક્રમ સંવત ૧૧૬૫માં નવપદ-પ્રકરણ પર બૃહદ્રવૃત્તિ રચેલી. સંવત ૧૧૭૪માં નવતત્વપ્રકરણ પર વૃત્તિ રચી. પછી પ્રાકૃતમાં ચંદ્રપ્રભચરિત્ર બનાવ્યું. પાક્ષિકસૂત્રની વૃત્તિના કર્તા પણ પ્રાયઃ આ જ આચાર્ય છે.
મુનિચંદ્રસૂરિ
બૃહદ્ વડગચ્છના સર્વદેવસૂરિના પ્રશિષ્ય એવા આ આચાર્ય બાલકુમાર અવસ્થામાં દીક્ષિત થયા. તેઓ પંડિત, વાદી તથા ઉગ્ર તપસ્વી હતા. ૫૦૦ શ્રમણો તેમની આજ્ઞામાં હતા. વિક્રમ સંવત ૧૧૭૮માં સ્વર્ગવાસ પામ્યા, તે પૂર્વે તેઓએ અજોડ તોપાસના કરેલી.
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [32]
મુનિ દીપરત્નસાગરજી