________________
દેવચંદ્રસૂરિ
| વિક્રમ સંવત ૧૧૬૦માં આ આચાર્ય કે જેઓ હેમચંદ્રાચાર્યના ગુરુ હતા, તેમણે ખંભાતમાં પ્રાકૃત ભાષામાં શાંતિનાથચરિત્રની રચના કરી. તે ગદ્યપદ્યમય હતું. તેમાં અપભ્રંશ ભાષાનો પણ પ્રયોગ થયેલો હતો. પ્રદ્યુમ્નસૂરિકૃત મૂલશુદ્ધિ પર તેમણે સ્થાનકવૃત્તિ રચી.
શાંતિસૂરિ
ચંદ્રકુલના બૃહદ્ ગચ્છના નેમીચંદ્રસૂરિના શિષ્ય શાંતિસૂરિએ વિક્રમ સંવત ૧૧૬૧માં પૃથ્વીચંદ્ર ચરિત્રની રચના કરી. પ્રાયઃ તેમણે ધર્મરત્નપ્રકરણ ઉપર લઘુવૃત્તિ પણ રચેલી છે. કહેવાય છે કે તેમના પર ચક્રેશ્વરી દેવી પ્રસન્ન હતા.
દેવસૂરિ
તેઓ વીરચંદ્રસૂરિજીના શિષ્ય હતા. તેઓએ વિક્રમ સંવત ૧૧૬૨માં પ્રાકૃતમાં જીવાનુશાસન અને તેના પર સ્વોપજ્ઞવૃત્તિ રચેલી હતી.
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [31]
મુનિ દીપરત્નસાગરજી