________________
જિનદત્તસૂરિ
વિક્રમ સંવત ૧૧૭૯માં આચાર્ય પદને પામેલા અને ખરતરગચ્છમાં ‘દાદા’ના ઉપનામથી ઓળખાતા આ
ખરતર
ગચ્છાચાર્યએ ગણધરસાર્ધશતક, સંદેહ દોહાવલિ, ગણધરસપ્તતિ, સર્વાધિષ્ઠાયિસ્તોત્ર, અવસ્થાકુલક, ચૈત્યવંદનકુલક, વિંશિકા, અપભ્રંશ કાવ્યો ઈત્યાદિ સાહિત્યની રચના કરી છે. તેઓએ દેવસૂરિના જીવાનુશાસનટીકાનું સંશોધન કર્યું છે.
દેવભદ્રસૂરિ
નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિના પ્રશિષ્ય હતા. વિક્રમસંવત ૧૧૫૮ થી ૧૧૬૫ના સમયગાળા દરમિયાન આ શ્રુતોપાસક આચાર્યએ આરાહણાસત્ય, વીરચરિય, કહારયણકોસ, પાસનાહચરિયં’ની રચના કરી.
વીરગણિ
ચંદ્રગચ્છીય ઈશ્વરગણિના શિષ્ય વીરગણિ થયા. તેઓએ દધિપ્રદનગરે પિંડનિયુક્તિ પર વૃત્તિ રચી, જે ૭૬૯૧ શ્લોકપ્રમાણ હતી.
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [30] મુનિ દીપરત્નસાગરજી