________________
સાહિત્ય-સર્જન વિક્રમ સંવત ૧૧૫૦થી ૧૧૯૯
શાંતિસૂરિ
પૂર્ણતલ ગચ્છના વર્ધમાનસૂરિના આ શિષ્ય બારમી સદી આસપાસ થયા. તેમની ૠતોપાસનાથી જૈન જગતને કવિ ધનપાલકૃત તિલકમંજરી પર ટિપ્પણ, જૈનતર્કવાર્તિકવૃત્તિ, વૃંદાવન-કાવ્ય-ઘટખર્પર કાવ્યમેઘાલ્યુદય કાવ્ય – શિવભદ્ર કાવ્ય - ચંદ્રદૂતકાવ્ય, એ પાંચ કાવ્યો પરની વૃત્તિ આદિ સાહિત્યોની ભેટ ધરી છે. જિનવલ્લભસૂરિ
જિનચંદ્રસૂરિના શિષ્ય એવા આ આચાર્ય કે જેઓ વિક્રમ સંવત ૧૧૬૭માં સ્વર્ગવાસ પામ્યા. તેઓ સૂક્ષ્માર્થસિદ્ધાંત વિચારસાર, આગમિક વસ્તુ- વિચારસાર, પિંડવિશુદ્ધિ-પ્રકરણ, પૌષધવિધિ-પ્રકરણ, સંઘપદક, પ્રતિક્રમણ સામાચારી, ધર્મશિક્ષા, દ્વાદશકુલક પ્રકરણ, પ્રશ્નોત્તરશતક, શૃંગારશતક, સ્વપ્નાષ્ટકવિચાર, ચિત્રકાવ્ય, વિવિધ સ્તોત્રાદિની રચના કરી.
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [29]
મુનિ દીપરત્નસાગરજી