________________
દેવેન્દ્ર સાધુ નામે પણ ઓળખાતા હતા. તેમણે ઉત્તરાધ્યયનસૂત્ર પર સુખબોધા નામે વૃત્તિ રચેલી.
ત્યારપછી પ્રાકૃતમાં રત્ન ચૂડકથા અને આખ્યાનમણિકોષ રચેલા. વિક્રમ સંવત ૧૧૩૯ થી ૧૧૪૧માં પ્રાકૃતમાં મહાવીરચરિયું રચેલું.
ગુણચંદ્રસૂરિ
સુમતિવાચકના શિષ્યએ વિક્રમ સંવત ૧૧૪૦ના ગાળામાં મહાવીરચરીયંની રચના કરી. ભગવંત મહાવીર વિશે આ અદભુત ગ્રંથ છે.
શાલિભદ્રસૂરિ
આચાર્ય શીલભદ્રસૂરિના શિષ્ય અને થારાપદ્ર ગચ્છીય આ આચાર્ય એ સંગ્રહણીવૃત્તિની રચના કરી.
ચંદ્રપ્રભ મહત્તર
વિક્રમસંવત ૧૧૩૦ની આસપાસના સમયગાળામાં નિબુયવંશજ એવા અભયદેવસૂરિશિષ્ય ચંદ્રપ્રભ મહત્તરે પ્રાકૃત્તમાં ‘વિજય ચંદ્રચારિત્ર' ની રચના કરી શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [28] મુનિ દીપરત્નસાગરજી