________________
જિનચંદ્રસૂરિ
સંવત ૧૧૨૫માં તેમણે સંવેગ ભાવથી ભરપુર
એવો ‘સંવેગરંગ શાળા' નામે ગ્રંથ રચેલો.
સિદ્ધસેનસૂરિ
સંવત ૧૧૨૩માં સાધારણ કવિ નામે પ્રસિદ્ધ આ આચાર્યએ સમરાઈય્યકહામાંથી ઉદ્ધૃત કરી અપભ્રંશભાષામાં ૧૧ સંધિવાળી વિલાસવતી નામની કથાની રચના કરી. તે સિવાય અનેક સ્તુતિ અને સ્તોત્રો રચ્યા. નમિસાધુ
થારાપદ્રપુરીયગચ્છના આચાર્ય શાલિભદ્ર સૂરિના શિષ્ય નમિસાધુએ વિક્રમ સંવત ૧૧૨૨ થી ૧૧૨૫ આસપાસ શ્રુતોપાસના કરતા વિવિધ સાહિત્યનું સર્જન કરેલું. તેમણે આવશ્યકમાં ચૈત્યવંદનવૃત્તિ અને કાવ્યાલંકારગ્રંથ પર સંસ્કૃત-ટીપ્પણ રચ્યું. તેમની બીજી સાહિત્યરચનાઓ પણ છે.
નેમિચંદ્રસૂરિ
વડગચ્છના ઉદ્યોતનસૂરિના પ્રશિષ્ય એવા આ આચાર્ય સૈદ્ધાંતિક શિરોમણી રૂપે પ્રસિદ્ધ થયેલા. તેઓ શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [27] મુનિ દીપરત્નસાગરજી