________________
આ ઉપરાંત ઉવવાઈ ઉપાંગની વૃત્તિ તથા પ્રજ્ઞાપના સૂત્રના દ્વિતીયપદની સંગ્રહણી તેમણે રચેલી.
તેમણે જયતિહુઅણ સ્તોત્ર આદિ બીજી પણ અનેક રચના કરી. જિનેશ્વર ષસ્થાનક પર ભાષ્ય, હારિભદ્રીય પંચાશક પર વૃત્તિ, આરાધનાકુલક આદિ સ્વતંત્ર ગ્રંથ રચના પણ કરી. વર્તમાનાચાર્ય
નવાંગી ટીકાકાર અભયદેવસૂરિના શિષ્ય વર્ધમાનાચાર્ય થયા. તેઓનો સાહિત્યસર્જન કાળ સંવત ૧૧૪૦ થી ૧૧૭૨નો ગણાય છે. આ સમયગાળામાં તેમની શ્રુતોપાસનાથી પ્રાકૃતમાં મનોરમાચરિત્ર, પ્રાકૃતમાં જ આદિનાથ ચરિત્ર, ધર્મરત્નકરંડવૃત્તિ, આદિ ગ્રંથોનું સર્જન કર્યું. ચંદ્રપ્રભસૂરિ
કહેવાય છે કે તેમણે સંવત ૧૧૪૯માં પર્ણમિક ગચ્છ સ્થાપેલો. તેમની સાહિત્ય રચનામાં દર્શનશુદ્ધિ અને પ્રમેય રત્નકોશ બે નામો જોવા મળે છે.
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [26]
મુનિ દીપરત્નસાગરજી