________________
મામા હતા. તેઓએ ઓઘનિર્યુક્તિ આગમ પર વૃત્તિ રચી હતી. અભયદેવસૂરિની નવાંગી ટીકા રચનામાં દ્રોણાચાર્યે સંશોધનાદિમાં સહાય કરેલી. ઉવવાઈસૂત્રની ટીકા પણ તેમણે વ્યવસ્થિત કરેલી હતી. સૂરાચાર્ય
દ્રોણાચાર્યના શિષ્ય એવા આ સૂરાચાર્ય શબ્દશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર તથા સાહિત્યશાસ્ત્રાદિમાં પારંગત હતા. તેમણે રાજા ભોજને મુગ્ધ કર્યો હતો.
આ શ્રુતોપાસકશ્રી એ ઋષભદેવ અને નેમિનાથ એ બંને તીર્થકરોનાં ચરિત્ર રૂપ ચમત્કારિક દ્વિસંધાન નામે કાવ્યગ્રંથ રચેલો. સંવત ૧૦૯૦માં નેમીનાથચરિત્ર મહાકાવ્ય ગદ્યપદ્યમય રચેલું હતું. અભયદેવસૂરિ
ચંદ્રગચ્છમાં થયેલા અને વિક્રમ સંવત ૧૦૮૮માં માત્ર સોળ વર્ષની વયે આચાર્યપદ પ્રાપ્ત એવા અને સરસ્વતી કૃપા પ્રાપ્ત આ આચાર્યએ સ્થાનાંગથી વિપાકશ્રત પર્યત નવ અંગસૂત્રો પર ટીકા રચેલી, જેથી તેઓ નવાંગી ટીકાકાર રૂપે ઓળખાય છે. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [25] મુનિ દીપરત્નસાગરજી