________________
બુદ્ધિસાગરસૂરિ
સંવત ૧૦૮૦માં શ્રી જિનેન્દ્રસૂરિના સહોદર એવા આ આચાર્યએ વ્યાકરણની રચના કરેલી. આ વ્યાકરણ પંચગ્રંથી વ્યાકરણ કે શબ્દલક્ષ્મલક્ષણ નામે ઓળખાતું હતું. સંસ્કૃત-પ્રાકૃત શબ્દની સિદ્ધિ માટે પદ્યગદ્યરૂપ ૭૦૦૦ લોકપ્રમાણરૂપ આ વ્યાકરણ હતું. જિનેશ્વરસૂરિ
ચાંદ્રકુલના વર્ધમાનસૂરિના શિષ્ય જિનેશ્વરસૂરિજીએ પોતાની શ્રતોપાસના દ્વારા જે સાહિત્યનું સર્જન કર્યું તે આ પ્રમાણે- હરિભદ્રીય-અષ્ટક પર વૃત્તિ, પંચલિંગીપ્રકરણ, વીરચરિત્ર, નિર્વાણ લીલાવતીકથા, કથાકોષ, સવૃત્તિ-પ્રમાણલક્ષણ, ષસ્થાનક પ્રકરણ આદિ. ધનેશ્વરસૂરિ
જિનેશ્વરસૂરિના એક શિષ્ય ધનેશ્વરસૂરિ થયા. આ પૂજ્યશ્રી એ સંવત ૧૦૯૫માં સુરસુંદરીચરિત્ર પ્રાકૃત ભાષામાં રચેલું. દ્રોણાચાર્ય
નિવૃત્તિકુલના એવા આ આચાર્ય રાજા ભીમદેવના શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [24] મુનિ દીપરત્નસાગરજી