________________
આ હૃતોપાસક આચાર્ય એ ઉત્તરાધ્યયનસૂત્રની “પાઈયટીકા' રચેલી. તેમણે અંગવિદ્યા' નામક આગમ નો ઉદ્ધાર કરેલો. તેઓ સંવત ૧૦૯૬માં સ્વર્ગવાસી ગયા વર્ધમાનસૂરિ
સંવત ૧૦૫૫માં ચંદ્રગચ્છમાં આ આચાર્ય થયા. તેઓએ હરિભદ્રસૂરિકૃત ઉપદેશ-પદ પર ટીકા રચેલી. ઉપદેશ માલા પર બૃહદ્ધત્તિ રચી છે. ઉપમિતિ ભવપ્રપંચ પર પણ ટીકા રચી છે.
કુલચંદ્ર ગણિ
ઉપકેશ ગચ્છના કડકસૂરિના શિષ્ય જિનચંદ્રગણિ કે જેઓ સંવત ૧૦૭૩માં થયા તેનેજ કુલચંદ્ર ગણિ કહે છે. કહેવાય છે કે તેઓ જ પછી દેવગુપ્તાચાર્ય નામે ઓળખાતા હતા. તેઓએ નવપદ-લઘુવૃત્તિ અને નવતત્વ-પ્રકરણની રચના કરેલી હતી.
વીરઆચાર્ય
સંવત ૧૦૭૮માં તેઓએ “આરાધના-પતાકાની રચના કરી છે.
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [23]
મુનિ દીપરત્નસાગરજી