________________
તે શ્રુતોપાસનાના પરિપાકરૂપે જે સાહિત્યસર્જન થયું તેની આ છે આછેરી ઝલક દેવેન્દ્રનરકેન્દ્ર-પ્રકરણની વૃત્તિ, સૂક્ષ્માર્થવિચારસાર ચૂર્ણિ, હારિભદ્રીય અનેકાંત જયપતાકા પર વૃત્તિ, હારિભદ્રીય ઉપદેશપદ પર વૃત્તિ,લલિતવિસ્તરા પર પંજિકા, ધર્મબિંદુ પર વૃત્તિ, કર્મપ્રકૃત્તિ પર ટિપ્પણક- આ ટીકા ગ્રંથો ઉપરાંત આશરે વીશેક સ્વતંત્ર ગ્રંથોની રચના કરી જેવા કે- અંગુલ સપ્તતિ, આવશ્યક સપ્તતિ, ગાથાકોષ, ઉપદેશામૃતકુલક, ધર્મોપદેશકુલક ઈત્યાદિ.
ચંદ્રસૂરિ
ચંદ્રકુલના ધર્મેશ્વરસૂરિના શિષ્ય હતા. તેઓનું મૂળનામ પાર્શ્વદેવગણિ હતું. તેમના સાહિત્ય સર્જનનો કાળ વિક્રમ સંવત ૧૧૬૯થી આરંભ થયો. બૌધન્યાયગ્રંથ પરની હારિભદ્રીયવૃત્તિ પર પંજિકા, સૂક્ષ્માથે વિચારસારમાં સહાયતા, જિનદાસગણિમહત્તર ની નિશીથ ચૂર્ણિના વીશમા ઉદ્દેશક પર વ્યાખ્યા, શ્રાવકપ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ, નંદિટીકા દુર્ગપદ વ્યાખ્યા,
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [33]
મુનિ દીપરત્નસાગરજી