________________
જિતકલ્પ બૃહસ્થૂર્ણિ-વ્યાખ્યા, નિરયાવલિકા આદિ પાંચ ઉપાંગો પર વૃત્તિ, ચૈત્યવંદનસૂત્ર વૃત્તિ, પ્રતિષ્ઠા કલ્પ, સર્વસિદ્ધાંતવિષમપદ પર્યાય,સુખબોધા સમાચારી, ઉવસગ્ગહરસ્તોત્ર વૃત્તિ, પદ્માવતી અષ્ટક વૃત્તિ ઈત્યાદિ ગ્રંથોની રચના કરી. યશોદેવસૂરિ
ચાંદ્રકુલીન ચંદ્રસૂરિના શિષ્ય યશોદેવસૂરિએ વિક્રમ સંવત ૧૧૭૨માં હારિભદ્રીય પ્રથમ પંચાશક પર ચૂર્ણિ, ઈર્ષાપથિકી-ચૈત્યવંદન-વંદનક પર ચૂર્ણિ, પિંડવિશુદ્ધિ ગ્રંથ પર લgવૃત્તિ, પાક્ષિકસૂત્ર પર સુખવિબોધિકાવૃત્તિ, પ્રત્યાખ્યાન સ્વરૂપ ઈત્યાદિ સાહિત્યોનું સર્જન કરેલું. મલ્લધારી હેમચંદ્રસૂરિ
મલ્લધારી અભયદેવસૂરિના આ અતિ વિદ્વાન શિષ્ય હતા. તેઓ પૂર્વોક્ત ચંદ્રસૂરિના સમકાલીન હતા. તેઓએ અંતે સાત દિવસનું અનશન કરેલું. તેમની શુતોપાસનાથી પ્રાપ્ત સાહિત્ય આશરે એક લાખ લોકપ્રમાણ જેટલું પરિમાણ ધરાવે છે. તે આ પ્રમાણે
શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [34]
મુનિ દીપરત્નસાગરજી